ગૂગલ કાર ક્રેશ ડિટેક્શન ફીચર ભારતમાં થયું લોન્ચ, જાણો કેવી રીતે કરશે કામ
ગૂગલ તરફથી ભારતમાં કાર ક્રેશ ડિટેક્શન ફીચર લોન્ચ કરી દેવામાં આવ્યું છે. આ અગાઉ સુધી આ ફીચર માત્ર અમેરિકા સહિત માત્ર ગણતરીના દેશોમાં ઉપલબ્ધ હતું, પરંતુ હવે તેને ભારત સહિત કુલ 20 દેશોમાં ગૂગલ પિક્સલ ફોન પર લાઈવ કરી દેવામાં આવ્યું છે. જેમ નામથી ખબર પડે છે કે તેમ શું આ ફીચર કાર દુર્ઘટનાથી બચાવશે? વાસ્તવમાં એવું નથી. આ એપ કોઈને દુર્ઘટથી નહીં બચાવે. આ એક ઇમરજન્સી ફીચર છે, જે યુઝર્સને ઇમરજન્સી મદદ મેળવવામાં મદદ કરશે.
કેવી રીતે કામ કરશે?
ભારત જેવા દેશોમાં રોડ દુર્ઘટનાઓથી થનારા મોતનું એક મોટું કારણ છે દુર્ઘટના બાદ ઇજાગ્રસ્ત વ્યક્તિ સુધી સમય પર મેડિકલ સુવિધા ઉપલબ્ધ થઈ શકતી નથી. તો ગૂગલ કાર ક્રેશ ડિટેક્શન ફીચર આ જ કામને સરળ બનાવવાનું કામ કરશે. ગૂગલ પિક્સલ ફોનમાં ઉપસ્થિત ફીચર દુર્ઘટના થવાની સ્થિતિમાં એક્ટિવ થઈ જશે અને ઓટોમેટિક ઇમરજન્સી કોન્ટેક્ટ નંબર પર કોલ કરશે, જેથી તમારા સુધી તાત્કાલિક મદદ પહોંચી જશે.
કયા ફોનમાં ઉપલબ્ધ રહેશે આ સુવિધા?
કાર ક્રેશ ડિટેક્શન ફિચરને ગૂગલ પિક્સલ 4A અને ત્યારબાદ લોન્ચ થનારા બધા પિક્સલ ફોનમાં ઉપલબ્ધ રહેશે. ગૂગલ સુધી આ ઇમરજન્સી એલર્ટ ફીચર અંગ્રેજી, સ્પેનિસ, ફ્રેન્ચ સહિત 20 ભાષાઓને સપોર્ટ કરશે. ગૂગલ અગાઉ એપલ તરફથી iPhone યુઝર્સ માટે કાર ક્રેશ ડિટેક્શન ફીચર લોન્ચ કરવામાં આવી ચૂક્યું છે.
કેવી રીતે થશે એક્ટિવ?
ગૂગલ પિક્સલ ફોનમાં કાર ક્રેશ ડિટેક્શન ફિચરને એક્ટિવેટ કરવા માટે સૌથી પહેલા તમારા એપના સેટિંગ (Setting) ઑપ્શનમાં જવું પડશે
ત્યારબાદ Safety&Emergency સેક્શનમાં જવું પડશે.
પછી કાર ક્રેશ ડિટેક્શન ફીચર પર ટેપ કરવું પડશે. ત્યારબાદ ગૂગલ તમને અકાઉન્ટ લોગઇન કરવા કહેશે.
ત્યારબાદ તમારે લોકેશનનું એક્સેસ આપવું પડશે.
આ પ્રકારે તમારું ફીચર એક્ટિવ થઈ જશે.
કેવી રીતે કરશે એલર્ટ?
જો કાર દુર્ઘટના થઈ જાય છે તો ગૂગલ પિક્સલ ડિવાઇસ વાઇબ્રેટ થશે અને એક અલાર્મ સાઉન્ડ મેક્સિસ લેવલ પર જનરેટ કરશે. સાથે જ ઓટોમેટિક ઇમરજન્સી કોન્ટેક્ટ નંબર ડાયલ થઇ જશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp