Google Maps ચલાવવું થશે સરળ, આવ્યા નવા ફીચર્સ

PC: searchengineland.com

Googleએ ભારતમાં Google Maps માટે નવા ફીચર્સ લોન્ચ કર્યા છે. આ નવા ફીચર્સની સાથે કોઈ એડ્રેસને શેર કરવોનું માત્ર સરળ નહીં થશે પરંતુ એડ્રેસ પણ ઝડપથી શેર થઈ જશે. નવા ફીચર્સ સિવાય કંપનીએ નેવિગેશન એપ માટે પણ નવી ભાષાઓના સપોર્ટ માટેની જાહેરાત કરી છે.

ભારતથી બહાર Google Mapsમાં છેલ્લાં કેટલાંક સમયથી પ્લસ કોડ્સ વાપરવામાં આવી રહ્યા છે. હવે આ નવી ફીચરને ભારતમાં પણ લોન્ચ કરી દેવામાં આવ્યું છે. Googleએ સ્પષ્ટ કર્યું છે કે આ આલ્ફાન્યુમેરીક કોડ્સમાં પહેલા ચાર વિસ્તારને બતાવે છે. પરંતુ તેમાં વધારે કોડ્સ નાખકા Google Maps તે જગ્યાને ઝૂમ ઈન કરી દેશે અને કોઈ પણ જગ્યાની પરફેક્ટ માહિતી આપશે. આ પ્લસ કોડ્સ Google Maps એપમાં જનરેટ કરવામાં આવી શકે છે અને કોઈ પણ ટેક્સ્ટ મેસેજીંગ સર્વિસ દ્વારા તેને મોકલી શકાય છે.

Add an Address બીજું એક એવું ફીચર છે જેને લઈને Googleને આશાક છે કે Google Mapsમાં તે લોકેશન પણ બતાવવામાં આવશે જે અત્યાર સુધી તેમાં ઉમેરવામાં આવ્યા નથી. તે માટે કોઈ એક યુઝરે લોકેશન પર એક પિન ડ્રોપ કરી શકે છે અને તેના પછી આ લોકેશન બીજી યુઝર્સને પણ દેખાવા લાગશે. આ ક્રાઉડસોર્સિંગ ફીચર સાથે એક વેરીફિકેશન ફીલ્ટર પણ અટેચ કરવામાં આવ્યું છે.

Googleના નવા Smart Address સર્ચ ફીચરથી ભલે યુઝર્સને પરફેક્ટ એડ્રેસ ન મળે પંરતુ કોઈ લોકેશનને સર્ચ કરી રહેલા યુઝરને તેના લેન્ડમાર્ક માટે એઆઈની મદદ મળે છે. આ ફીચર ખાસ કરીને એક નિયરબાય લોકેશન સુધી પહોંચવા માટે બનાવવામાં આવ્યું છે.

Googleએ Google Mapsમાં છ નવી ભારતીય ભાષાઓ એડ કરી છે. યુઝર્સ હવે બંગાળી, ગુજરાતી, કન્નડ, તેલુગુ, તમિલ અને મલયાલી ભાષામાં પણ વોઈસ નેવિગેશન સપોર્ટનો ઉપયોગ કરી શકશે. આ પહેલા આ સપોર્ટ હિન્દી અને અંગ્રેજી ભાષામાં જ ઉપલબ્ધ હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp