ગૂગલનો એ એગ્રીમેન્ટ જેણે બનાવી કંપનીને બાદશાહ, તૂટી ગયું તો શું થશે, સેમસંગ...

PC: in.mashable.com

ગૂગલની પેરેન્ટ કંપનની Alphabet Inc માટે આ અઠવાડિયાની શરૂઆત સારી રહી નથી. કંપનીના શેરોમાં સોમવારે લગભગ 4 ટકાનો ઘટાડો નોંધાયો અને એ અત્યારે પણ ચાલી રહ્યો છે. Alphabetના શેરમાં ઘટાડાની શરૂઆત એક સમચારથી થઈ હતી. રિપોર્ટ આવ્યો હતો કે સેમસંગ પોતાના ફોન્સથી ગૂગલને ડિફોલ્ટથી ગૂગલને ડિફોલ્ટ સર્ચ એન્જિનમાંથી રિમૂવ કરી શકે છે. સેમસંગના ફોનમાં હાલમાં ડિફોલ્ટ સર્ચ એન્જિન ગૂગલ છે, પરંતુ રિપોર્ટ્સ મુજબ બ્રાન્ડ તેને Microsoft Bing સાથે રિપ્લેસ કરી શકે છે.

આ સમાચારો આવ્યા બાદ ગૂગલની પેરેન્ટ કંપનીના શેરોમાં ઘટાડો આવ્યો છે, પરંતુ સેમસંગ માટે એમ કરી શકવું સરળ નહીં હોય. ઓછામાં ઓછું અમેરિકન માર્કેટમાં. ટ્વીટર પર Andreas Proschofskyએ આ દાવાને લઈને પોઈન્ટ ઉઠાવ્યો. એ મુજબ, બધા એન્ડ્રોઇડ OEMEsએ મોબાઈલ એપ્લિકેશન ડિસ્ટ્રિબ્યુશન એગ્રીમેન્ટ (MADA) સાઇન કરવાનું હોય છે. આ એગ્રીમેન્ટ Google Play Storeને લઈને થાય છે, જો કોઈ મોબાઈલ મેન્યુફેક્ચરર પોતાના ફોનમાં ગૂગલ પ્લે સ્ટોર અને બીજી ગૂગલ એપ્સ ઈચ્છે છે, તો તેમણે એ એગ્રીમેન્ટ સાઇન કરવાનું હશે.

આ એગ્રીમેન્ટ હેઠળ એન્ડ્રોઇડ સ્માર્ટફોન મેકર્સે ગૂગલ સર્ચને ડિફોલ્ટ સર્ચ એન્જિન બનાવવું પડશે. એવામાં જો સેમસંગ ગૂગલ પ્લે સ્ટોર પોતાના ફોન્સમાં ઈચ્છે છે તો તેણે ગૂગલને ડિફોલ્ટ સર્ચ એન્જિન રાખવું પડશે. તે માઈક્રોસોફ્ટ બિંગ પર સ્વિચ નહીં કરી શકે. આ કહાનીમાં ટ્વીસ્ટ એટલે આવ્યું કેમ કે MADA રૂલ દરેક જગ્યાએ લાગૂ થતો નથી. યુરોપે વર્ષ 2018મયા ગૂગલ પર 5 અબજ ડૉલરનું એન્ટી ટ્રસ્ટ ફાઇન લગાવ્યો હતો. એવામાં યૂરોપમાં કંપની ગૂગલ એપ્સ અને પ્લે સ્ટોર સાથે ગૂગલ સર્ચ અને ક્રોમને ડિફોલ્ટ સર્ચ એન્જિન અને બ્રાઉઝર બનાવવા માટે ફોર્સ નહીં કરી શકે.

એવું જ કંઈક ભારતમાં થતું નજરે પડી રહ્યું છે. ભારતે પણ ગૂગલ પર કમ્પિટિશન સમાપ્ત કરવાને લઈને દંડ ફટકાર્યો હતો. એટલું જ નહીં ભારત પણ યુરોપની જેમ જ ગૂગલ નવું એગ્રીમેન્ટ લાવી રહ્યું છે. આ પ્રકારે કોઈ પણ એન્ડ્રોઇડ ફોનમાં માત્ર ગૂગલ પ્લે સ્ટોર પ્રી ઇન્સ્ટોલડ રહેશે. એ સિવાય યુઝર્સ પાસે ડિફોલ્ટ બ્રાઉઝર પસંદ કરવાની આઝાદી હશે. એવામાં જો સેમસંગ પોતાના ફોન્સમાં બિંગને ડિફોલ્ટ સર્ચ બ્રાઉઝર દુનિયામાં નહીં બનાવી શકે.

ત્યારબાદ ગૂગલ માટે રિસ્ક બનેલું છે એવામાં દેશ જ્યાં MADA ગૂગલના વર્ઝનથી અલગ છે. ત્યાં કંપનીને ડિફોલ્ટ સર્ચ એન્જિન ગૂગલને બનાવી રાખવા માટે સ્માર્ટફોન કંપનીઓને પૈસા આપવા પડશે. એવામાં સેમસંગ અને બીજા બ્રાન્ડ બિંગ કે પછી કોઈ બીજા ઑપ્શનને ડિફોલ્ટ સર્ચ એન્જિન બનાવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp