Googleએ આપ્યો ચીનને ઝટકો, હવે ભારતમાં બનશે Pixel Phone, જાણો શું છે પ્લાન?

PC: indiatoday.in

Google તરફથી ભારતને લઈને સતત નવા પ્લાન લાવવામાં આવી રહ્યા છે. Googleએ હાલમાં જ ભારતમાં આ Pixel Phoneના પ્રોડકાશનને લઈને મોટો નિર્ણય લીધો છે. Google તરફથી સપ્લાયરને કહેવામાં આવ્યું છે કે આગામી ત્રિમાસિકમાં Pixel Phoneનું પ્રોડક્શન ભારતમાં કરવામાં આવે. એટલે કે કંપની તરફથી પહેલી વખત એવો પ્લાન કરવામાં આવી રહ્યો છે કે તે પોતાના પ્રોડક્ટને ભારતમાં બનાવે. Googleએ ભારતને લઈને અલગથી પ્લાન પણ બનાવ્યો છે. Googleનો પ્લાન છે કે તે 10 મિલિયન Pixel Phone આ વર્ષે ભારતમાં શીપ કરે.

ગયા વર્ષે ઓક્ટોબરમાં કંપનીએ કહ્યું હતું કે, Google પોતાના ફોનની મેન્યૂફેક્ચરિંગ ભારતમાં શરૂ કરવા જઇ રહી છે. Googleની ફ્લેગશીપ Pixel 8 ભારતમાં વર્ષ 2024થી ઉપલબ્ધ હશે. અત્યાર સુધી Google પિક્સલનું પ્રોડક્શન ચીનમાં થઈ રહ્યું હતું, પરંતુ હવે તેનું પ્રોડક્શન ભારતમાં શરૂ કરવામાં આવશે. આ પ્લાનને લઈને કહી શકાય છે કે ચીનથી કંપની શરૂઆતથી દૂર બનાવવા પર વિશ્વાસ કરી રહી છે. સપ્લાઈ ચેન પર કંપની બદલાવ કરવા પર વિચાર કરી રહી છે.

ભારતને લઈને શું છે Googleનો પ્લાન?

Google તરફથી ભારતને લઈને નવો પ્લાન બનાવવામાં આવી રહ્યો છે. Pixel 8 Pro સ્માર્ટફોન કંપની તરફથી ખૂબ જ જલદી લોન્ચ કરવામાં આવશે. ત્યારબાદ એપલ તરફથી એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં ફોનનું પ્રોડક્શન ણ ભારતમાં શરૂ કરવામાં આવશે. જો કે, અત્યાર સુધી તેના પર કંપની તરફથી કોઈ ક્લિયર કરવામાં આવ્યું નથી કે આખરે કેટલા સ્માર્ટફોન ભારતમાં બનાવવામાં આવશે.

એ સિવાય એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે આખરે સ્માર્ટફોન માત્ર ભારત માટે બનાવવામાં આવશે કે એક્સપોર્ટ પણ કરવામાં આવશે. હવે એવા અનુમાન લગાવવામાં આવી રહ્યા છે કે Pixel 8 Proની કિંમત પણ ખૂબ ઓછી હોય શકે છે. ઉલ્લેખનીય છે કે અન્ય સ્માર્ટફોન કંપનીઓની માર્કેટને ટારગેટ કરવા માટે કંપની તરફથી એમ કરવામાં આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp