12 કરોડની બાઇકમાં એવું તો શું છે? વિશેષતા જાણીને ચોંકી જશો તમે

PC: rushlane.com

સ્વિસ વોચ અને જ્વેલરી કંપની Bucherer અને બાઇક સ્પેશ્યાલિસ્ટ Bündnerbikeએ સાથે મળીને 'Harley Davidson Blue Edition' બાઇક રજૂ કરી છે. Harley Davidson Blue Edition રીતે દુનિયાની સૌથી મોંઘી બાઇક છે.

આ યુનિક બાઇકની કિંમત લગભગ 12.2 કરોડ રૂપિયા છે. આ બાઇક બનાવવા માટે 2500 કલાકથી વધુ સમય લાગ્યો છે. Harley Davidson Blue Editionને Bucherer અને Bündnerbikeના 8 લોકોની ટીમે મળીને તૈયાર કરી છે. આ બાઇકને સ્વીત્ઝરલૅન્ડમાં રજૂ કરવામાં આવી હતી.

આ બ્લૂ એડિસન Harley-Davidson Softail Slim S પર બેઝ્ડ છે. જોકે તૈયાર થયા પછી આ બાઇક Harley-Davidsonની બાઈકો જેવી દેખાતી નથી. તેની ફ્રેમ અને રીમ્સ કસ્ટમ મેઈડ છે અને ઘણા બધા પાર્ટ ગોલ્ડ પ્લેટેડ છે. આ બાઇકના ફ્યૂલ ટેંકમાં જમણી બાજુએ એક ઘડિયાળ પણ મૂકવામાં આવી છે. આ પ્રથમ એવી બાઇક છે જેમાં ફેક્ટરીમાંથી ઘડિયાળ ફીટ કરાઈને આવી હોય. આ બાઇકના ઘણા બધા ભાગોમાં પ્રીમીયમ મેટલ અને જ્વેલરીનો ઉપયોગ થયો છે. તેની ફ્યૂલ ટેંકમાં 5.40 કેરેટની રિંગ આપવામાં આવી છે.

ખાસ બનાવવામાં આવેલી Carl F. Bucherer વોચને એન્જિનના વાઈબ્રેશનથી બચાવવા માટે તેને એક સિલિકોન રિંગથી બનેલા સ્પેશિયલ હોલ્ડરમાં પેક કરવામાં આવી છે.
Harley-Davidson Softail Slim Sના એન્જિનની વાત કરીએ તો તેમાં 1.8 લીટર એર કૂલ્ડ V-ટ્વીન એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન 128Nmનો ટોર્ક જનરેટ કરે છે. તેને ટ્રાન્સમિશન માટે 6 સ્પીડ ગિયર બોક્સથી જોડવામાં આવ્યું છે. આ બાઇકની વાસ્તવિક કિંમત 13 લાખ છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp