લોન્ચ થઈ ગઈ હીરોની સૌથી પાવરફૂલ બાઇક, જાણો કેટલી છે કિંમત

PC: newsbytesapp.com

દેશની સૌથી મોટી ટૂ-વ્હીલર વાહન નિર્માતા કંપની હીરો મોટોકોર્પે હાલમાં જ જયપુરમાં હીરો વર્લ્ડ ઇવેન્ટ દરમિયાન પોતાની સૌથી પાવરફૂલ બાઇક Hero Mavrick 440ને રજૂ કરી છે. આજે કંપનીએ સત્તાવાર રૂપે આ બાઇકને વેચાણ માટે લોન્ચ કરી દીધી છે. આ બાઇક હીરો મોરોકોર્પ અને હાર્લે ડેવિડસન દ્વારા તૈયાર Harley X440 પર બેઝ્ડ છે. આકર્ષક લુક અને શાનદાર એન્જિનથી લેસ આ બાઈકની શરૂઆતી કિંમત 1.99 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે જેમ ટોપ મોડલ માટે 2.24 લાખ રૂપિયા (એક્સ શૉરૂમ) સુધી જાય છે.

Harley X440થી સસ્તી છે બાઇક:

હીરો મોટોકોર્પનું આ ફ્લેગશિપ મોડલ હાર્લે ડેવિડસનના Harley X440ની તુલનામાં લગભગ 41 હજાર રૂપિયા સસ્તી છે. હાર્લે ડેવિડસન X440ની શરૂઆતી કિંમત 2.40 લાખ રૂપિયા છે જે ટોપ મોડલ માટે 2.80 લાખ રૂપિયા (એક્સ શૉરૂમ) જાય છે. આ બાઇક પોતાની કંપનીના અપર પ્રીમિયમ સેગમેન્ટમાં આવે છે.

બુકિંગ અને ડિલિવરી:

તેના લોન્ચ સાથે જ કંપનીએ તેની સત્તાવાર બુકિંગ શરૂ કરી દીધી છે. જેને ગ્રાહક કંપનીની સત્તાવાર વેબસાઇટ અને અધિકૃત ડિલરશીપના માધ્યમથી બુક કરી શકે છે. કંપની Hero Mavrick 440ની ડિલિવરી આગામી એપ્રિલ મહિનાથી શરૂ કરશે. કંપનીને આશા છે કે આ ફ્લેગશીપ મોડલને પણ કંપનીની અન્ય બાઈક્સની જેમ સારો રિસ્પોન્સ મળશે.

વેરિયન્ટ અને કિંમત:

બેઝ વેરિયન્ટમાં Hero Mavrick 440ની બેઝ વેરિયન્ટની કિંમત 199,000 રૂપિયા, મિડ વેરિયન્ટમાં Hero Mavrick 440ની કિંમત 214,000 રૂપિયા અને ટોપ વેરિયન્ટની કિંમત 224,000 રૂપિયા છે.

એન્જિન અને પરફોર્મન્સ:

Hero Mavrick 440માં ઇલેક્ટ્રોનિક ફ્યૂલ ઇન્જેક્શન સાથે એર કૂલ્ડ ઓઇલ કૂલડ 2V સિંગલ સિલિન્ડર 440 ccની ક્ષમતાની TorqX એન્જિન આપ્યું છે. આ એન્જિન 6,000 RPM પર 27 BHP અને 4000 RPM પર 36 Nm ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિનને 6 સ્પીડ ટ્રાન્સમિશન, સ્લીપ એન્ડ આસિસ્ટ ક્લચ અને વિશેષ રૂપે તૈયાર કરવામાં આવેલા સ્ટીલ રેડિયલ પેટર્ન ટાયર સાથે જોડવામાં આવ્યા છે.

બાઇક રાઈડર્સ વચ્ચે ઉત્સાહ વધારવા માટે હીરો મોટોકોર્પે વેલકમ ટૂ મેવરિક ક્લબ ઓફર લોન્ચ કરી છે. જે ગ્રાહક 15 માર્ચ અગાઉ પોતાની Hero Mavrick 440 કરે છે તેમને 10,000 રૂપિયાની એક્સેસરીઝ અને મર્ચેડાઈઝ એક શાનદાર મેવરિક કીટ મળશે. આ ઓફર સીમિત સમય માટે છે જે બાઇક ખરીદદારોને શરૂઆતી સમયમાં આપવામાં આવશે.

મળે છે આ ફીચર્સ:

Hero Mavrick 440માં રોડસ્ટર એર્ગોનોમિક્સ, સ્ટ્રેટ રાઇડિંગ પોઝિશન, મોટી સીટ, જરૂરી લેગરૂમ અને એક ગ્રેબ રેલ આપવામાં આવ્યું છે. આ બાઇકમાં સ્માર્ટફોન કનેક્ટિવિટીની પણ સુવિધા મળે છે. ટર્ન બાય ટર્ન નેવિગેશન અને e-SIM આધારિત કનેક્ટિવિટીના માધ્યમથી રિયલ ટાઇમ જાણકારીઓ મળશે. એડવાન્સ ટેલિમેટિક્સ ફિચર્સથી લેસ આ બાઇક વાસ્તવમાં કનેક્ટેડ રાઇડિંગ અનુભવ પ્રદાન કરે છે.

કલર ઓપ્શન:

Hero Mavrick 440, 3 વેરિયન્ટ સાથે કુલ 5 આકર્ષક રંગ વિકલ્પોમાં ઉપલબ્ધ છે. આ વેરિયન્ટ આર્કટિક વ્હાઇટમાં, મિડ વેરિયન્ટ સેલેસ્ટિયલ બ્લૂ અને ફિયરલેસ રેડમાં અને ટોપ વેરિયન્ટ ફેન્ટમ બ્લેક અને એનિગ્મા બ્લેકમાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp