Hero Splendor Plus, Destini અને Maestro Edgeની કિંમતમાં વધારો

PC: khabarchhe.com

Hero MotoCorpએ પોતાની પોપ્યુલર મોટરસાયકલ Splendor Plusને BS6 મોડલમાં લોન્ચ કરી દીધી છે. સાથે જ કંપનીએ Destini 125 અને Maestro Edge 125 સ્કૂટર્સને પણ BS6માં અપગ્રેડ કરી દીધી છે. BS4 મોડલની સરખામણીમાં ત્રણેય અપડેટેડ ટૂ-વ્હીલર્સની કિંમતોમાં પણ વધારો કરવામાં આવ્યો છે. BS6 Hero splendor Plusની કિંમત 59600 રૂપિયા, Hero Destini 125 BS6ની 64310 રૂપિયા અને Maestro Edge 125 BS6ની કિંમત 67950 રૂપિયા છે.

BS4 મોડલ પ્રમાણે જોઈએ તો BS6 Splendorની કિંમત 7100 રૂપિયા સુધી વધી ગઈ છે. જ્યારે Maestro Edge 125ના ભાવમાં 8280 રૂપિયા સુધી અને Destini 125ના ભાવમાં 7410 રૂપિયા સુધીનો વધારો થયો છે. BS6 Hero Splendorની સ્ટાઈલિંગ BS 4 મોડલ જેવી જ છે. જોકે, બાઈક નવા ડેકલ્સ અને નવા ડ્યૂઅલ-ટોન કલર ઓપ્શનમાં આવી છે. તેના ઈન્સ્ટ્રૂમેન્ટ કંસોલ પર એન્જિન ચેક લાઈટ પણ આપવામાં આવી છે. BS6 Splendor Plus ત્રણ વેરિયન્ટ-એલોય વ્હીલની સાથે કિક, એલોય વ્હીલની સાથે સેલ્ફ અને i3S તેમજ એલોય વ્હીની સાથે સેલ્ફમાં ઉપલબ્ધ છે.

Splendor Plusમાં એક્સસેંસ ટેકનોલોજી અને ફ્યૂઅલ-ઈંજેક્શનની સાથે BS6 કમ્પ્લાયન્ટ 100cc, સિંગલ-સિલિન્ડર એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન 800rpm પર 7.91 bhpનો પાવર અને 6000rpm પર 8.05 Nm પીક ટોર્ક જનરેટ કરે છે. જોકે, BS4 વર્ઝનની સરખામણીમાં BS6માં એન્જિનનો પાવર થોડો ઓછો થઈ ગયો છે. BS4માં આ એન્જિનનો પાવર 8.24 bhp છે.

BS6 Hero Destini Scooterમાં હવે નવા LED DRL, ક્રોમ 3D લોગો અને નવો મેટ ગ્રે સિલ્વર કલર ઓપ્શન આપવામાં આવ્યો છે. BS6 Maestro Edgeની ડિઝાઈનિંગ પહેલા જેવી જ છે. જોકે, તેમાં નવી પ્રિઝ્મેટિક પર્પલ પેઇન્ટ ટેક્નોલોજી આપવામાં આવી છે, જેનાથી અલગ લાઈટમાં તેનો પેઇન્ટ શેડ બદલાઈ જાય છે.

Destini 125 અને Maestro Edge 125 સ્કૂટર્સમાં એક્સસેંસ ટેક્નોલોજી અને ફ્યૂઅલ-ઈંજેક્શનની સાથે BS6 કમ્પ્લાયન્ટ 125cc, સિંગલ-સિલિન્ડર એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન 7000rpm પર 9bhpનો પાવર અને 5500 rpm પર 10.4 Nm પીક ટોર્ક જનરેટ કરે છે. કંપનીનો દાવો છે કે, BS4 મોડલની સરખામણીમાં BS6 મોડલમાં 11 ટકા વધુ માઈલેજ 10 ટકા ફાસ્ટ એક્સેલરેશન મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp