Heroના આ બે સ્કૂટરોએ કર્યું ભારતમાં ડેબ્યૂ, જાણો ફીચર્સ અને અન્ય વિગત

PC: drivespark.com

Hero MotoCorp સતત પોતાના પોર્ટફોલિયોને અપડેટ કરવાનું કામ કરી રહી છે, જેમાં કંપનીએ પોતાના 2 નવા સ્કૂટર Xoom 160 અને Xoom 125Rને EICMA 2023માં પ્રદર્શિત કર્યા હતા, ત્યારબાદ કંપનીએ પહેલી વખત આ બંને સ્કૂટરોને ભારતીય ધરતી પર હાલમાં જ સંપન્ન થયેલા હીરો વર્લ્ડ ઇવેન્ટમાં પ્રદર્શિત કર્યા છે. હવે મોડું ન કરતા જાણી લઈએ હીરોની આ બે નવા સ્કૂટરો વિશેની માહિતી.

Hero Xoom 160:

Hero Xoom 160 એક એડવેન્જર સ્ટાઈલ સ્કૂટર છે, જેમાં કંપનીએ સિંગલ સિલિન્ડરવાળું 156ccનું લિક્વિડ કુલ્ડ એન્જિન આપ્યું છે, જે 8,000 RPM પર 14 HPનો પાવર અને 6,500 RPM પર 13.7 NMનો પિક ટોર્ક જનરેટ કરે છે. હીરો મોટોકોર્પે આ સ્કૂટરમાં પોતાની i3s ટોપ સ્ટાર્ટ ટેક્નોલોજી સાથે એક સાઇલેન્ટ સ્ટાર્ટરથી લેસ કર્યું છે. Hero Xoom 160નું વજન 141 કિલોગ્રામ છે. આ સ્કૂટરમાં સસ્પેન્સ માટે ફ્રન્ટમાં ટેલિસ્કોપિક ફોર્ક અને રિયરમાં ટ્વીન શોક એબ્જોર્બરને લગાવવામાં આવ્યું છે, જેની સાથે ડબલ પર્પસ ટાયરો સાથે 14 ઈંચના પૈડાં આપવામાં આવ્યા છે.

ફિચર્સની વાત કરીએ તો હીરો મોટોકોર્પના આ ADV-X મેક્સી સ્કૂટરના ફીચર સેટમાં ચાવી વિના ઈગ્નિશન દેશ, રિમોટ સીટ ઓપનિંગ અને 2 સ્પ્લિટ LED હેડલાઇટ્સ સામેલ છે. ભારતના માર્કેટમાં લોન્ચ થયા બાદ આ સ્કૂટરનો સીધો મુકાબલો આ સેગમેન્ટના એકમાત્ર પ્રતિદ્વંદ્વી યામાહા એરોક્સ 155 સાથે થશે, જેની X શૉ રૂમમાં કિંમત 1.47 લાખ રૂપિયા છે.

Hero Xoom 125R

હીરો મોટોકોર્પે Xoom સીરિઝમાં આગામી પ્રોજેક્ટ Hero Xoom 125Rના રૂપમાં રજૂ કર્યો છે, જેને Hero Xoom 110ની ઉપર અને Xoom 160ની નીચે સ્ટેબલિશ કરવામાં આવશે. આ સ્કૂટરમાં સિંગલ સિલિન્ડરવાળું 124ccનું એન્જિન આપવામાં આવ્યું છે જે લિક્વિડ કુલ્ડ ટેક્નિક પર આધારિત છે. આ એન્જિન 9.5HPનો પાવર અને 10.14nmનો પિક ટોર્ક જનરેટ કરે છે.

ફિચર્સની વાત કરીએ તો કંપનીએ તેમાં કુલ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ આપ્યું છે, જેમાં બ્લૂટૂથ કનેક્ટિવિટી, ટર્ન બાય ટર્ન નેવિગેશન અને નોટિફિકેશન એલર્ટનો સપોર્ટ મળે છે. એ સિવાય Hero Xoom 125Rમાં સિક્વેન્ટલ LED ઇન્ડિકેટર્સથી પણ લેસ કરવામાં આવ્યું છે. ભારતમાં લોન્ચ થવા પર Hero Xoom 125Rનો સીધો મુકાબલો TVS એનટોર્ક, સુઝુકી એવેનિસ, હોન્ડા ડિયો સાથે થવાનો છે, જેની એક્સ શૉ રૂમની કિંમત 80 હજારથી 1 લાખ રૂપિયા વચ્ચે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp