નોકિયાના 2 ફીચર ફોન લોન્ચ, મળશે કેમેરા, UPI અને ઘણું બધુ, જાણો કિંમત

PC: hmd.com

HMDએ ભારતમાં નોકિયા બ્રાંડના 2 ફોન લોન્ચ કરી દીધા છે, જેમના નામ છે Nokia 220 4G અને Nokia 235 4G છે. આ બંને ફીચર ફોન છે, જેમને કીપેડ ફોનના નામથી પણ ઓળખવામાં આવે છે. હાલમાં જ કંપનીએ Nokia 3210 (2024)ને પણ ભારતમાં લોન્ચ કર્યો હતો. આ બંને ફોન કંપનીની ભારતીય વેબસાઇટ પર લિસ્ટેડ પણ છે. આ બંને ફીચર ફોન 4G સપોર્ટ, કેમેરા, FM, ન્યૂઝ એપ, વેધર એપ, MicroSD કાર્ડ સપોર્ટ અને એટ્રેક્ટિવ ડિઝાઇન જોવા મળશે. એટલું જ નહીં આ ફોનમાં ચાર્જિંગ માટે USB-Cનો સપોર્ટ આપવામાં આવ્યો છે. આવો તો જાણીએ તેના ફીચર્સ અને કિંમત બાબતે.

શું છે કિંમત?

Nokia 220 4G અને Nokia 235 4Gની કિંમતની વાત કરીએ તો Nokia 235 4G (2024)ની કિંમત 3749 રૂપિયા છે. આ ફોન બ્લૂ, બ્લેક અને પર્પલ કલરમાં આવે છે. Nokia 220 4G (2024)ની કિંમત 3249 રૂપિયા છે. આ ફોન પીચ અને બ્લેક કલરમાં આવે છે. બંને ડિવાઇસને HMD.com, અમેઝોન અને અન્ય આઉટલેટ પરથી ખરીદી શકાય છે. નોકિયાના આ ફોનમાં 2.8 ઇંચ QVGA ડિસ્પ્લે આપી છે. તેમાં Unisor T107 ચિપસેટનો ઉપયોગ કર્યો છે.

આ ફોન 64MB RAM અને 128MB ઇન્ટરનલ સ્ટોરેજ સાથે આવે છે. તેમાં 32GBનો MicroSD કાર્ડ નાખી શકાય છે. Nokia 235 4G ફીચર ફોન Nokia S30+OS પર કામ કરે છે. તેમાં Scan & Pay UPI Nokia 235 4G (2024) એપ પહેલાથી ઇન્સ્ટોલ છે. આ એપને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) તરફથી અપ્રૂવ મળ્યું છે. આ UPIની મદદથી સરળતાથી ટ્રાન્ઝેક્શન કરી શકાશે. હેડફોન જેક, MP3 પ્લેયર અને FM રેડિયો આપવામાં આવ્યા છે. તેમાં 1450mAhની બેટરી આપવામાં આવી છે, જે ફૂલ ચાર્જમાં 9.8 કોલાકનું ફૂલ બેકઅપ આપે છે.

Nokia 220 4G (2024)ના ફીચર્સ

Nokia 220 4G (2024)માં 2.8 ઇંચ IPS ડિસ્પ્લે આપવામાં આવી છે. કેમેરાને છોડીને તેના અન્ય બધા ફીચર્સ Nokia 235 4G (2024) જેવા જ છે. જેની બાબતે આપણે ઉપર વાત કરી ચૂક્યા છીએ. તેમાં UPI App Nokia 220 4G (2024) આપવામાં આવી છે, આ એપને પણ NPCI તરફથી અપ્રૂવલ મળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp