ભારતમાં પાછો આવી રહ્યો છે Nokia 3210, આ ફીચર્સ હોય શકે છે

PC: reddit.com

Nokia 3210 ફીચર ફોન તમને યાદ જ હશે. એ પોતાના સમયનું ખૂબ પોપ્યુલર હેન્ડસેટ હતું. તેનું લોન્ચિંગ 18 માર્ચ 1999માં કરવામાં આવ્યું હતું. આ હેન્ડસેટનો ભારતમાં ખૂબ ક્રેઝ હતો. હવે આ ફોન ભારતીય બજારમાં કમબેક કરવા જઇ રહ્યો છે. જેની જાણકારી Nokia બ્રાંડના ફોન બનાવનારી કંપની HMD ગ્લોબલે આપી છે. HMD ગ્લોબલ કંપની પાસે Nokia બ્રાંડના સ્માર્ટફોન મેન્યૂફેક્ચરિંગ કરવાનું લાઇસન્સ છે. HMD ગ્લોબલે X (અગાઉ ટ્વીટર) પર પોસ્ટ કરીને સંકેત આપ્યા છે કે આઇકોનની વાપસી થવા જઇ રહી છે. તેની સાથે #Nokiaphones નો ઉપયોગ કરવામાં આવ્યો છે.

પોસ્ટમાં એક લિન્ક પણ પોસ્ટ કરવામાં આવી છે, જેનાથી HMDનું એક પેજ ખૂલે છે, જેમાં એક ફોનને કલર કરીને દેખાડવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે આ ટીઝર છે અને પોતાની એનિવર્સરી પર કંપની ભારતમાં Nokia 3210 પરથી પડદો ઉઠાવી શકે છે. આ પોસ્ટ 18 માર્ચે શેર કરવામાં આવી છે અને એ Nokia 3210ની 25મી એનિવર્સરી છે. આ ફોન 18 માર્ચ 1999ના રોજ લોન્ચ થયો હતો. જો કે, અત્યારે તેની વધારે જાણકારી નથી કે ભારતમાં લોન્ચ થનારા Nokia 3210નું એ જ નામ હશે કે પછી તેમાં બદલાવ કરવામાં આવશે.

મીડિયા રિપોર્ટ મુજબ, આ હેન્ડસેટને લઈને ગયા મહિને એક રિપોર્ટ સામે આવ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો અહતો કે Nokia જલદી જ 108MP વાળો ફોન લાવી રહી છે. આ ફીચર Nokia 3210માં મળી શકે છે. જો કે, અત્યાર સુધી કંપનીએ તેને લઈને કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. Nokia 3210 ભારતમાં કયા દિવસે લોન્ચ થશે, તેની બાબતે કંપનીએ કોઈ જાણકારી આપી નથી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કરવામાં આવેલી પોસ્ટમાં પણ કોઈ તારીખ કે ટાઈમલાઇનનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. જલદી જ આ ફોનને લઈને વધુ સત્તાવાર ડિટેલ્સ સામે આવશે.

ન્યૂઝ18ના રિપોર્ટ મુજબ, HMDએ એ વાતની જરાય જાણકારી આપી નથી કે નવો ફીચર ફોન ક્યારે લોન્ચ થશે, પરંતુ MDC 2024 દરમિયાન, કેટલાક પ્રોડક્ટ મે મહિનામાં લોન્ચ કરવાની જાણકારી આપવામાં આવી હતી. એટલે માનવામાં આવી રહ્યું છે કે Nokia 3210 જ એ ડિવાઇસ હશે જે લોન્ચ કરવામાં આવશે કેમ કે સેમ લોન્ચ ડેટ પર જાહેરાત કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp