Honda Amaze થઈ ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

Honda Indiaએ આજે તેની નવી જનરેશન Amazeનું કોમ્પેક્ટ સિડાન લોન્ચ કર્યું છે. તેનો સીધો મુકાબલો Maruti Dezire અને આવનારી ford Aspire Faclift સાથે થશે. ખાસ વાત એ છે કે કંપની તેના શરૂઆતના 20000 ગ્રાહકોને આ કાર સ્પેશિયલ કિંમતે આપશે.

Hondaની કોમ્પેક્ટ સિડાન Amazeમાં ઘણા નવા ફીચર્સ આપવામાં આવ્યા છે, જેમાં સારી સ્પેસ અને ડિઝલ એન્જિનની માઈલેજ મોટા પ્લસ પોઈન્ટ છે. નવી Amazeની ડિઝાઈને સંપુર્ણ રીતે બદલી નાખવામાં આવી છએ. હવે આ ગાડી ન માક્ષ રોડ પર ચાલતા લોકોને પાછળ વળીને જોવા માટે મજબૂર કરશે પરંતુ તેની અગ્રેસિવ ડિઝાઈનને લીધે તેની કિંમતમાં પણ ફાયદો થયો છે.

ખાસ કરીને સામેથી જોવા પર તે SUV જેવી અગ્રેસિવ લાગે છે. સાઈડ અને બેક પ્રોફાઈલને પણ સ્માર્ટ રીતે અપડેટ કરવામાં આવી છે. લેગ અનેહેડ રૂમ પહેલા પણ સારું હતું અને હવે પાછળની સીટ પર ત્રણ લોકોના બેસવા માટે પહેલા કરતા વધુ સ્પેસ મળે છે.

ફીચર્સની વાત કરીએ તો ડ્યુઅલ એરબેગ્સ અને એબીએસ-ઈબીડી જેવા ફીચર સ્ટાન્ડર્ડ છે. ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમમાં આ વખતે ઓટો અને એપલ કાર પ્લે જેવા ફીચર્સ પણ આપવામાં આવ્યા છે. રિવર્સ પાર્કિંગ સેન્સર અને કેમેરો પણ આપવામાં આવ્યો છે. ક્રુઝ કંટ્રોલ અને પેડલ શિફટર્સ જેવા ફીચર્સ પણ છે. સસ્પેન્શન પણ પહેલા કરતા વધારે સારું આપવામાં આવ્યું છે. કમ્ફર્ટ અને કંટ્રોલનો સારો તાલમેલ આ કારમાં જોવા મળે છે.

કારમાં પહેલેથી જ બે એન્જન ઓપ્શન છે. 1.2 લીટરનું પેટ્રોલ એન્જિન આશરે 89 bhpનો પાવર અને 110 Nmનો ટોર્ક જનરેટ કરે છે પરંતુ કંપનીનો દાવો છે કે આ નવી કારની માઈલેજ પહેલા કરતા 10 ટકા વધી છે. હવે તે 19.5 કિમી છે. 1.5 લીટરનું ડિઝલ એન્જિન પણ પહેલાની જેમ 99 bhp અને 200 Nmનો ટોર્ક જનરેટ કરે છે.  કારમા ડિઝલની સાથે CVTનો ઓપ્શન પહેલી વાર આપવામાં આવ્યો છે. આ નવી કારની ખાસિયત પણ આ જ છે. CVT સાથે ડિઝલ એન્જિન 99ની જગ્યાએ 79 bhp અને 160 Nmનો ટોર્ક કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp