રોયલ એનફિલ્ડને ટક્કર આપવા આ કંપનીએ લોન્ચ કરી નવી બાઇક, જાણો કિંમત
રોયલ એનફિલ્ડને ટકકર આપવા માટે હોન્ડા કંપનીએ આજે નવી બુલેટ લોંચ કરી છે. તેની કિંમત અને ફિચર્સ વિશે જાણો.
દેશની અગ્રણી ટુ-વ્હીલર ઉત્પાદક હોન્ડા મોટરસાઇકલ અને સ્કૂટર ઇન્ડિયાએ ફરી એકવાર 350 CC સેગમેન્ટને ટાર્ગેટ બનાવ્યું છે. ખાસ વાત એ છે કે, આ વખતે કંપનીએ ટાર્ગેટ પર પહોંચતા પહેલા પોતાના તીરોમાં કેટલાક સુધારા પણ કર્યા છે. હોન્ડાએ આજે ભારતીય બજારમાં તેની નવી Honda CB 350ની સત્તાવાર જાહેરાત કરી છે. Hondaએ આ બાઇકનું નામ એકદમ સિમ્પલ 'CB350' આપ્યું છે, ન તો હાઇનેસ કે RS વગેરે પહેલાંની જેમ કશું રાખ્યું નથી.
ભારતીય ઓટો માર્કેટમાં લગભગ દરેક ટુ-વ્હીલર ઉત્પાદકની નજર 350 CC સેગમેન્ટ પર છે. જો કે, આ સેગમેન્ટમાં રોયલ એનફિલ્ડનું વર્ચસ્વ છે અને એકલા રોયલ એનફિલ્ડે 80 ટકા માર્કેટ કબજે કર્યું છે. Honda તેની નવી Honda CB 350 સાથે ફરી એકવાર આ સેગમેન્ટમાં પ્રવેશવાની તૈયારી કરી રહી છે. કંપનીએ આ મોટરસાઇકલને કુલ બે વેરિઅન્ટમાં લૉન્ચ કરી છે.
તેના બેસ્ડ મોડલ Honda CB 350 Deluxe મોડલની કિંમત 1,99,900 રૂપિયા અને Deluxe Pro મોડલની કિંમત 2,17,800 રૂપિયા (એક્સ-શોરૂમ) નક્કી કરવામાં આવી છે. હોન્ડાએ આ બાઇકને તેના સ્પર્ધકો કરતાં વધુ સારી કિંમતે બજારમાં ઉતારી છે. ગ્રાહકો આ બાઇકને કંપનીની BigWing ડીલરશિપ દ્વારા બુક કરાવી શકે છે અને તેની ડિલિવરી પણ ખૂબ જ ટૂંક સમયમાં શરૂ થશે.
બધા VBE CB350 ને કંપનીએ સેગમેન્ટના હિસાબે રેટ્રો- મોર્ડન લૂક આપ્યો છે, જે મોટાભાગે કંપનીના અગાઉના CB સીરિઝના મોડલ્સથી પ્રેરિત છે. તેમાં મસ્ક્યુલર ફ્યુઅલ ટાંકી, સ્ટાઇલિશ ઓલ-એલઇડી લાઇટિંગ સિસ્ટમ, રાઉન્ડ આકારની એલઇડી હેડલેમ્પ્સ, એલઇડી વિંકર્સ અને એલઇડી ટેલ લેમ્પ્સ આપવામાં આવ્યા છે. રેટ્રો ક્લાસિક લૂકની સાથે, આ બાઇકને કુલ 5 રંગોમાં રજૂ કરવામાં આવી છે, જેમાં પ્રિશિયસ રેડ મેટાલિક, પર્લ ઇગ્નીયસ બ્લેક, મેટ ક્રસ્ટ મેટાલિક, મેટ માર્શલ ગ્રીન મેટાલિક અને મેટ ડ્યુન બ્રાઉન કલરનો સમાવેશ થાય છે.
Honda CB 350 માં, કંપનીએ 348.36 cc ક્ષમતાના સિંગલ-સિલિન્ડર એન્જિનનો ઉપયોગ કર્યો છે, જે 5500 RPM પર 20.8 bhpનો મહત્તમ પાવર અને 3000 RPM પર 29.4 Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. 5-સ્પીડ ગિયરબોક્સ સાથે સ્લિપ અને આસિસ્ટ ક્લચ પણ આપવામાં આવે છે. કંપનીએ બાઇક એક્ઝોસ્ટ નોટ (સાઇલેન્સર સાઉન્ડ)ને વધુ સારી રીતે થમ્પ આપવાનો પ્રયાસ કર્યો છે.
ટોપ-સ્પેક DLX પ્રો વેરિઅન્ટમાં, કંપનીએ બ્લૂટૂથ સપોર્ટ સાથે હોન્ડા સ્માર્ટફોન વોઈસ કંટ્રોલ સિસ્ટમ ,હોન્ડા સિલેક્ટેબલ ટોર્ક કંટ્રોલ,ડ્યુઅલ-ચેનલ એબીએસ18 ઇંચના વ્હીલ આપવામાં આવ્યા છે. અનેક અદ્યતન સુવિધાઓથી સજ્જ છે.આ સિવાય LED લાઇટિંગ, સેમી-ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટેશન, ડબલ લેયર એક્ઝોસ્ટ વગેરે આ બાઇકને વધુ સારી બનાવે છે.
હોન્ડાની આ બાઇકની સીધી સ્પર્ધા સેગમેન્ટ લીડર રોયલ એનફિલ્ડ ક્લાસિક 350 સાથે છે, હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે આ બાઇક રોયલ એનફિલ્ડને કેટલી હદે ટક્કર આપી શકે છે..ભારતીય બજારમાં Royal Enfield Classic 350 ની શરૂઆતની કિંમત 1.93 લાખ રૂપિયા છે જે ટોચના વેરિઅન્ટ માટે 2.25 લાખ રૂપિયા સુધી જાય છે. બંને બાઇકના એન્જિનનું પાવર આઉટપુટ લગભગ સરખું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp