જાણો બુર્જ ખલીફા કેવી રીતે બની જાય છે દુનિયાની સૌથી મોટી ડિસ્પ્લે?

PC: dailyexcelsior.com

વડાપ્રધાન નરેન્દ્ર મોડી UAEના પ્રવાસ પર છે અને અહી છે બુર્જ ખલીફા. દુબઈ સ્થિત બુર્જ ખલીફા બિલ્ડિંગ ન માત્ર દુનિયાની સૌથી ઊંચી ઇમારત છે, પરંતુ તેના પર લાગેલી લાઇટ સિસ્ટમની ચર્ચા દુનિયાભરમાં થાય છે. આજે અમે તમને આ આર્ટિકલમાં બતાવવા જઇ રહ્યા છીએ કે કેવી રીતે આ બિલ્ડિંગ દુનિયાની સૌથી મોટી સ્ક્રીનમાં બદલાઈ જાય છે. 828 મીટર લાંબી આ ઇમારતમાં ખૂબ જ જ ખાસ LED લાઇટ સિસ્ટમ ફિટ કરી છે. તેમાં લાખો બલ્બ છે. જો આ લાઇટને એક લાઇનમાં લગાવવામાં આવે તો તે 33 કિલોમીટર લાંબી સ્ટ્રીપ્સ બનાવે છે. આજે અમે તમને આ ખાસ લાઇટ સિસ્ટમ બાબતે બતાવવા જઇ રહ્યા છીએ.

નવું વર્ષ હોય કે પછી કોઈ સ્પેશિયલ દિવસ, બુર્જ ખલિફાની લાઇટિંગ સિસ્ટમ ચર્ચામાં રહે છે. આ લાઈટોથી તિરંગો પણ બનાવાઇ ચૂક્યો છે. હવે સવાલ આવે છે કે આટલી ઊંચી ઇમારતને એક ટી.વી. સ્ક્રીનમાં કેવી રીતે કન્વર્ટ કરી શકાય છે. બુર્જ ખલીફાના બાહ્ય હિસ્સામાં 12 લાખ LED લાઇટ ઇન્સ્ટોલ કરવામાં આવી છે. બધી લાઇટની સ્ટ્રીપ્સને એક લાઇનમાં લગાવવામાં આવે તો એ ટોટલ 33 કિલોમીટર લાંબી થઈ જાય છે. આ ઇમારત પર 10,000 કનેક્ટર્સનો ઉપયોગ કર્યો છે. તેના માટે ઇમારતમાં 72 કિલોમીટર લાંબા કેબલનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે 33 હજાર વર્ગ મીટરને કવર કરે છે.

બુર્જ ખલીફાની ઇમારત પર લાગેલી નાની નાની LED મળીને, એક ખાસ વ્યૂ આપે છે. બિલ્ડિંગને દૂરથી જોવા પર તેને એક સ્ક્રીનમાં બદલી દે છે. આ પિક્ચરને કે વીડિયોને કમ્પોઝ કરવાનું ખૂબ જ સરળ છે. આ લાઇટને બિલ્ડિંગની બારીઓ પાસે ચોંટાડી દેવામાં આવી છે. તેને સરળતાથી કોઈ જોઈ શકતું નથી. એવામાં એ દૂરથી જોનાર લોકોને દેખાય છે, પરંતુ ત્યાં રહેતા લોકો સરળતાથી પકડી શકતા નથી કે LED ક્યાં લાગી છે.

બિલ્ડિંગમાં કોઈ પણ ઇમેજ કે વીડિયોને પ્લે કરવા માટે એક લેપટોપનો સહારો લેવામાં આવે છે. આ લેપટોપ 'મેન બ્રેન' નામની સર્વિસથી કનેક્ટ હોય છે. આ સિસ્ટમ ફાઈબર ઓપ્ટિક અને નાનકડા બ્રેન સાથે આવે છે. આ સિસ્ટમ નાની લાઇટ્સને કમાન્ડ આપે છે કે તેને કયા કલરને જનરેટ કરવાનું છે. ગલ્ફ ન્યૂઝના રિપોર્ટ મુજબ સામાન્ય રીતે આ લાઇટ્સને 40 ટકા બ્રાઇટનેસ પર સેટ કરવામાં આવે છે. આ લાઇટિંગ સિસ્ટમ માટે મેક્સિમમ 790 કિલોવૉટ પાવરની જરૂરિયાત પડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp