આજના શાકાહારી માણસોના પૂર્વજો માંસ ખાતા હતા, સ્ટડીમાં ખુલાસો

PC: scitechdaily.com

હાલમાં તો ખાવા માટે દરેક થોડા અંતરે કૈફે, રેસ્ટોરાં અને ફૂડ જોઇન્ટ્સ અવેલેબલ છે. શું 20 લાખ વર્ષ પહેલા આવું હતું ખરુ! પાષાણ યુગમાં મોજૂદ આપણા પૂર્વજ દુનિયાના આલા શિકારી હતા. તેમણે ખાવા માટે શિકાર પર આધાર રાખવો પડતો હતો. એજ કારણે લગભગ 20 લાખ વર્ષ સુધી માણસોના પૂર્વજ મોટેભાગે માંસ જ ખાતા રહેતા. આ ખુલાસો કર્યો છે તેલ અવીવ યુનિવર્સિટીના શોધકર્તાઓએ.

મનુષ્ય જાતિના વિજ્ઞાનનું અધ્યયન કરતાના વૈજ્ઞાનિક અને જુદા જુદા વિધાઓના જાણકારોએ મળીને આ અધ્યયન કર્યું છે. આના માટે એક ઐતિહાસિક રીકંસ્ટ્રક્શન મોડલ બનાવવામાં આવ્યું છે જેથી જાણ થઇ શકે કે વ્યક્તિ તેના ખાન પાનને લઇ કેટલો ફ્લેક્સિબલ હતો. કારણ કે તે સમયે ખાવા પીવા માટે કોઇ વ્યવસ્થા નહોતી.

માટે માણસોના પૂર્વજોની કોશિશ રહેતી હતી કે તેઓ મોટા જાનવરોનો શિકાર કરે. આપણા પૂર્વજો માંસાહારની સાથે થોડી ઘણી જ શાકભાજી ખાતા હતા. શોધકર્તાઓએ કહ્યું છે કે સ્ટોન એજમાં એટલો શિકાર કરવામાં આવ્યો કે મોટા જાનવરોની પ્રજાતિઓ ઓછી થઇ ગઇ. માટે ધીમે ધીમે આપણા પૂર્વજો શાકાહારની તરફ વળવા લાગ્યા.

જ્યારે ધરતી પર પ્રાકૃત્તિક આપત્તિઓ આવી તો સ્થિતિ માણસોના વિરુદ્ધ જવા લાગી, માટે તેમએ છોડવા અને વૃક્ષ રોપવાનું શરૂ કર્યું. જાનવરોને પાળવા લાગ્યા. તેની સાથે જ પૂર્વજોના પૂર્વજ હવે ખેડૂત બનવા લાગ્યા. અમેરિકન ફિઝિક એંથ્રોપોલોજી એસોશિએશનના એક્સપર્ટ ડૉ મિકી બેન ડોર કહે છે કે પુરાતાત્વિક પુરાવાને ધ્યાનમાં રાખીએ તો આપણે એ વાતને અદેખી ન કરી શકીએ કે કઇ રીતે માણસોના પૂર્વજો માંસાહારથી શાકાહાર તરફ વળ્યા.

મિકી બેન ડોરે જણાવ્યું કે આ સ્ટડીમાં એ વાતની જાણ થઇ છે કે છોડવા અને શાકભાજીઓ પાષાણ યુગના અંતમાં માણસોની ખાણીપીણીમાં સામેલ થયા. સ્ટોન એજના અંતથી આખું ઈકોસિસ્ટમ અચાનકથી બદલાવા લાગ્યું. શોધકર્તાઓએ વ્યક્તિઓના મેટાબોલિઝ્મ, જેનેટિક્સ અને શારીરિક બનાવટના આધારે જે પરિણામ કાઢ્યા તે હેરાન કરનારા હતા.

તેમણે જણાવ્યું કે જ્યારે તમે માણસોના પૂર્વજોના હાડકાની તપાસ કરશો તો જાણ થશે કે તેઓ મોટા અને મધ્યમ આકારના જીવોનો શિકાર કરતા હતા. તેમના સ્ટેબલ આઇસોટોપ્સમાં મોજૂદ કાર્બન અને નાઇટ્રોજન અણુ ક્યારેય ખતમ થતા નથી. તેનું વિશ્લેષણ કરવાથી તે સમયના ક્લાઇમેટ, ડાયટ અને હાડકાઓના જિયોગ્રાફિકલ વિભાજનની જાણ થતી હતી.

તેલ અવીવ યુનિવર્સિટીના આર્કિયોલોજી પ્રોફેસર રેન બારકાઇનું કહેવું છે કે, આજના માણસો માટે પેલિયોલિથિક સમયનું ખાન પાન ખૂબ જટિલ હતું. કોઈ પણ શાકાહારીને જો એવું કહેવામાં આવે કે તેમના પૂર્વજો માત્ર માંસાહાર જ ખાતા હતા તો તેઓ સરળતાથી માનશે નહીં. કારણ કે તે તેમનો અંગત વિશ્વાસ અને વૈજ્ઞાનિક પુરાવાઓનો સંઘર્ષ રહેશે. પણ હકીકત આ જ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp