Hyundaiની ઈલેક્ટ્રિક કાર ભારતમાં લોન્ચ, ફૂલ ચાર્જમાં 425 કિમી ચાલશે, જાણો કિંમત

PC: twimg.com

Hyundai Kona ભારતમાં લોન્ચ થઈ ચુકી છે. આ Electric SUV છે અને તેની કિંમત 25.30 લાખ રૂપિયાથી શરૂ થાય છે. આ કિંમત એક્સ શો-રૂમ પ્રાઈઝ છે અને હાલ તે ઈન્ટ્રોડક્ટરી છે એટલે કે બાદમાં તેની કિંમત વધારવામાં આવી શકે છે. આ ઈલેક્ટ્રિક SUVની ખાસિયતોની વાત કરીએ તો તેને તમે 57 મિનિટમાં ફુલ ચાર્જ કરી શકો છો. તેને માટે 50kW DC ફાસ્ટ ચાર્જરની જરૂર પડશે.

Hyundai Konaને જો તમે સ્ટાન્ડર્ડ AC સોર્સથી ચાર્જ કરશો તો તેને ફુલ ચાર્જ થવામાં 6 કલાક 10 મિનિટનો સમય લાગશે. Hyundai Konaમાં ત્રણ ડ્રાઈવ મોડ આપવામાં આવ્યા છે- Eco, Comfort અને Sport. ગિયરબોક્સની વાત કરીએ તો તે One-Speed ઓટોમેટિક છે અને તેમાં મેન્યુઅલ સિસ્ટમ નથી.

Hyundai આ કારની સાથે હોમ ચાર્જર આપશે અને કસ્ટમર્સ માટે ડીલરશિપમાં ચાર્જિંગ સ્ટેશન્સ પણ લગાવવામાં આવશે. ભારતના 4 મોટા શહેરોના ઈન્ડિયન ઓઈળ પેટ્રોલ પંપની પાસે પણ ચાર્જિંગ સટેશન્સ બનાવવામાં આવશે, જ્યાંથી તેને ચાર્જ કરી શકાશે. કંપનીનો દાવો છે કે, Hyundai Konaને એકવાર ફુલ ચાર્જ કરતા તે 425 કિલોમીટર સુધી ચાલશે. Hyundai Konaની લંબાઈ 4.2 મીટર અને પહોળાઈ 1.8 મીટર છે. તેનો આકાર આશરે Hyundai Creta જેટલો છે. તેના ફ્રન્ટમાં કંપનીએ LED ડે ટાઈમ રનિંગ લાઈટ્સનો પ્રયોગ કર્યો છે. આ ઉપરાંત, તેની બોડી પર બ્લેક પ્લાસ્ટિક ક્લૈડિંગનો પ્રયોગ કરવામાં આવ્યો છે. તેના ફ્રન્ટમાં જ ચાર્જિંગ પોર્ટ લગાવવામાં આવ્યું છે.

Hyundai Konaની બોડીને પણ સ્કેટ બોર્ડ પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવી છે. કારની નીચે ફ્લોર પર બેટરી લગાવવામાં આવી છે. તેનું ઈન્ટીરિયર પ્રીમિયમ અને લક્ઝરી ફીલ પ્રદાન કરે છે. તેના ડેશબોર્ડને યુરોપિયન ડિઝાઈન આપવામાં આવી છે. ગિયર નોબની જગ્યાએ બટન આપવામાં આવ્યું છે અને સેન્ટ્રલ કન્સોલમાં ડ્રાઈવ મોડ સિલેક્ટર અને અન્ય સીટ કંટ્રોલ આપવામાં આવ્યા છે. તેમાં હેડ એપ ડિસ્પ્લે, સન રૂફ, સીટ કૂલિંગ અને હીટિંગ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.

Hyundai Konaમાં 100kWની મોટર આપવામાં આવી છે અને આ કાર ફ્રન્ટ વ્હીલ ડ્રાઈવ હશે. તે 131bhpનો પાવર આપે છે. કંપનીનો દાવો છે કે, આ SUV માત્ર 9.7 સેકન્ડમાં 0થી 100 કિમી પ્રતિ કલાકની સ્પીડ પકડશે. ભારતમાં હાલ ઈલેક્ટ્રિક વ્હિકલને લઈને એક્સેપ્ટન્સ ઓછું છે. ભારતીય માર્કેટમાં Hyundai Konaને ટક્કર આપવા માટે હાલ કોઈ ઈલેક્ટ્રિક SUV નથી. હાલમાં જ બજેટમાં કહેવામાં આવ્યું છે કે, ઈલેક્ટ્રિક વ્હિકલ માટે લોન સસ્તી હશે અને તેને પ્રોત્સાહન આપવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp