7 મિનિટમાં દોઢ કલાકની મુસાફરી, 2025માં આવી શકે છે આવી ખાસ ટેક્સી

PC: wingsmagazine.com

ભારતમાં ટેક્સીનું ચલણ કોઈ નવું ચલણ નથી. દશકોથી ટેક્સી ઉપલબ્ધ છે, પરંતુ થોડા વર્ષોમાં ટેક્સી બુકિંગની રીતોમાં ખૂબ બદલાવ આવ્યો છે. હવે ઘણા ટેક્સી એગ્રીગેટર આવી ગયા છે, જે તમને મોબાઇલના માધ્યમથી ઓનલાઇન ટેક્સી બુકિંગ કરવાની ફેસિલિટી આપે છે. ઘણા શહેરોમાં કારો સાથે સાથે બાઇક ટેક્સી પણ ઉપલબ્ધ છે, પરંતુ હવે આગામી સમયમાં કંઈક નવું થવાનું છે. ભારતમાં વર્ષ 2026 સુધીમાં પહેલી ઇલેક્ટ્રિક એર ટેક્સી શરૂ થઈ શકે છે.

એક અખબારના રિપોર્ટ મુજબ, દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોને ઓપરેટ કરનારી ઇન્ટરગ્લોબ એન્ટરપ્રાઈઝીસે અમેરિકન આર્ચર એવિએશન સાથે MoU સાઇન કર્યું છે. આર્ચર એવિએશન ઇલેક્ટ્રિક વર્ટિકલ ટેકઓફ અને લેન્ડિંગ એરક્રાફ્ટ બનાવે છે. બંને કંપનીઓ વચ્ચે થયેલી સમજૂતી હેઠળ અર્ચરના 200 વિમાન ખરીદવામાં આવશે. તેના એક વિમાનમાં 4 લોકો બેસે તેવી ક્ષમતા હશે એટલે કે આ 4 સીટર એર ટેક્સી હશે. તેના માટે કોઈ રનવેની જરૂરિયાત નહીં પડે. આ હેલિકોપ્ટરની જેમ વર્ટીકલ ટેકઓફ અને લેન્ડિંગ કરી શકશે.

આર્ચર દાવો કરે છે કે તેના વિમાન 240 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી 160 કિલોમીટર સુધીની દૂરી નક્કી કરવામાં સક્ષમ છે. આ ઇલેક્ટ્રિક એર ટેક્સીથી દિલ્હીના કનોટ પેલેસથી ગુરુગ્રામ સુધીની 27 કિલોમીટર દૂરી માત્ર 7 મિનિટમાં નક્કી કરી શકશે. જ્યારે હાલના સમયમાં કાર ટેક્સીથી આ દૂરીને નક્કી કરવામાં લગભગ દોઢ કલાકનો સમય લાગી જાય છે, જ્યારે બાઇક ટેક્સી પર હાલમાં દિલ્હીમાં રોક છે.

IGIએ એક નિવેદનમાં કહ્યું કે, અમારું લક્ષ્ય એ છે કે ઇન્ટરગ્લોબ આર્ચર ઉડાણમાં એક યાત્રી કનોટ પ્લેસથી ગુરુગ્રામ સુધીની 27 કિલોમીટરની યાત્રાને લગભગ 7 મિનિટમાં પૂરી કરી શકે. જેમાં સામાન્ય રૂપે કાર દ્વારા 60-90 મિનિટ લાગે છે. આ એર ટેક્સીને મિડનાઇટ નામ આપવામાં આવ્યું છે, જેમાં પાયલટ સિવાય 4 મુસાફર બેસી શકે છે. સિંગલ ચાર્જમાં તેની રેન્જ લગભગ 150 કિલોમીટર છે, જેને મિનિમમ ચર્ચ ટાઇમ સાથે તેજીથી બેક-ટૂ બેક ઉડાણ ભરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp