પહેલી વખત ગર્ભમાં કરવામાં આવી ભ્રૂણની બ્રેન સર્જરી, ખતરનાક બીમારીની સફળ સારવાર

PC: livescience.com

મેડિકલ સાયન્સના ઇતિહાસમાં એ પહેલી વખત થયું છે કે, ડૉક્ટરોએ ગર્ભમાં ઉછરી રહેલા ભ્રૂણની સર્જરી કરી હોય. આ સર્જરી પૂરી રીતે સફળ રહી. એમ કરીને ડૉક્ટર્સે બાળકના વિકસિત થઈ રહેલા મસ્તિષ્કમાં ઉછરી રહેલા ઘાતક ડિસઓર્ડરને દૂર કરી દીધો છે. સ્ટ્રોકમાં પ્રકાશિત શોધ મુજબ, આ સર્જરી માટે અલ્ટ્રાસાઉન્ડનો ઉપયોગ કરવામાં આવ્યો. ભ્રૂણનું ઓપરેશન ગર્ભાવસ્થાના 34માં અઠવાડિયામાં કરવામાં આવ્યું. ભ્રૂણમાં ગેલેન મેલાફોર્મેશનની જાણકારી મળી હતી, જે મોટા ભાગે ઘાતક અને આક્રમક હોય છે.

તેમાં મસ્તિષ્કની અંદર ધમનીઓ સામેલ હોય ,છે જે પહેલા કેપિલરીમાંથી પસાર થવાની જગ્યાએ સીધી નસો સાથે જોડાઈ જાય છે. કેપિલરીને ખાસ કરીને બ્લડ પ્રેશરને ધીમું કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે એટલે વિકૃતિનું પરિણામ આવતું ખૂબ મોટું બ્લડ પ્રેશર કેમ કે એ સીધું નસોમાં જાય છે. તેનાથી જન્મ દરમિયાન અને જન્મ બાદ મસ્તિષ્ક અને હૃદયને ઘણો બધો તણાવ થતો અને તેનાથી પાલ્મોનારી હાઇપરટેન્શન, હાર્ટ ફેલિયર અને અન્ય જીવલેણ પરિસ્થિતિઓ ઉત્પન્ન થઈ શકતી હતી.

ગર્ભાવસ્થા દરમિયાન તેની સારવાર કરવામાં આવે છે અને સામાન્ય રીતે ઓડોવસ્કુલર એમ્બોલાઇઝેશન નામની પ્રક્રિયા દ્વારા સારવાર કરવામાં આવે છે. સર્જાનોએ આ પ્રકારની સર્જરી પહેલા પણ કરી હતી, પરંતુ એ પહેલી વખત હતું કે તેને પૂરી રીતે ગર્ભાશયમાં કરવામાં આવ્યું હતું. US ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનની દેખરેખમાં, તેઓ ભ્રૂણના મસ્તિષ્કમાં ઉચ્ચ દબાવવાળા બ્લડ વેસલ્સને બ્લોક કરવામાં સફળ રહ્યા, જેથી જન્મ દરમિયાન દબાવ વધારા રોકી શકાય.

સર્જરી બાદ બાળકનો જન્મ થયો અને કોઈ સમસ્યા નથી. બોસ્ટન ચિલ્ડ્રન હૉસ્પિટલમાં સેરેબ્રોવાસ્કુલર સર્જરી એન્ડ ઇન્ટરવેન્શન સેન્ટરના સહ-ડિરેક્ટર અને શોધન મુખ્ય લેખક બી. ઓરબેકનું કહેવું છે કે, અમારા ક્લિનિકલ ટ્રાયલમાં અમે જન્મ પેલા ગેલેન વિકૃતિ માટે અલ્ટ્રાસાઉન્ડ સાથે જોડાયેલા ટ્રાન્સયુટેરાઇન એમ્બોલિજેશનનો ઉપયોગ કરી રહ્યા છીએ. અમે એ જોઈને ઉત્સાહિત હતા કે સામાન્ય રીતે જન્મ બાદ દેખાતી વસ્તુ હવે નજરે પડી રહી નથી.

તેમણે કહ્યું કે, અમને એ બતાવતા ખુશી થઈ રહી છે કે 6 અઠવાડિયામાં શિશુ કોઈ દવા વિના ખૂબ સારી પ્રોગ્રેસ કરી રહ્યું છે. તે સામાન્ય રૂપે ખાઈ રહ્યું છે. તેનું વજન વધી રહ્યું છે અને હવે તે ઘરે પાછું આવી ગયું છે. તેના મસ્તિષ્ક પર કોઈ નકારાત્મક પ્રભાવનો કોઈ પ્રભાવ નથી. જન્મ બાદ બાળકને કોઈ કાર્ડિયોવેસ્કુલર સપોર્ટની જરૂરિયાત નહોતી અને બધા ન્યૂરૉલોજિકલ સ્કેન સામાન્ય હતા. હવે આશા છે કે બીજા બાળકોને પણ આ પ્રક્રિયાથી સારવાર મળી શકશે. જે શિશુઓમાં લોંગ ટર્મ ડેમેજ, વિકલાંગતા કે મૃત્યના જોખમને સ્પષ્ટ રીતે ઓછું કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp