Google પર 3 શબ્દ સર્ચ કરવાથી જાણી શકાશે ઈન્ટરનેટ સ્પીડ, આ રીતે કરો ચેક

PC: autechtips.com

જો તમે પણ તમારા ઈન્ટરનેટ કનેક્શનના ડેટાની સ્પીડ ચેક કરવા માગતા હોવ, તો આ કામમાં ગૂગલ તમારી મદદ કરી શકે છે. ગૂગલ પર ફક્ત તમે ત્રણ શબ્દો સર્ચ કરીને ઈન્ટરનેટ સ્પીડ ટેસ્ટ વિશે જાણી શકો છો. ત્યારે આવો જાણીએ ઈન્ટરનેટ સ્પીડ જાણવા માટેની રીત.

ઈન્ટરનેટ કનેક્શન સ્લો થતાની સાથે જ ઘણા યુઝરો સૌ પ્રથમ ઈન્ટરનેટ સ્પીડ ચેક કરે છે. ઈન્ટરનેટ સ્પીડ ટેસ્ટ જણાવે છે કે તમારો ઓપરેટર કેટલી ડાઉનલોડિંગ અને કેટલી અપલોડ સ્પીડ તે સમયે આપે છે. એટલે કે તમારા ડિવાઇઝ પર ટેસ્ટના સમયે કેટલી સ્પીડ છે, તેની જાણકારી મળે છે. ઈન્ટરનેટ સ્પીડ ટેસ્ટની સુવિધા ઘણી વેબસાઈટ પર મળે છે.

ઈન્ટરનેટ સ્પીડ ટેસ્ટ માટે ઘણી એપ્લીકેશનો પણ તમને Speed Testની સુવિધા પૂરી પાડે છે. તેમજ ગૂગલ પણ આવી સુવિધા પૂરી પાડે છે. એટલે કે તમે ગૂગલની મદદથી સહેલાઈથી તમારા કનેક્શનની સ્પીડ ચેક કરી શકો છો. ગુગલે M-Labની સાથે ભાગીદારી કરી છે, જેની મદદથી તમે સ્પીડ ટેસ્ટ કરી શકો છો. અહીં તમને જણાવી દઈએ છે કે આ ટેસ્ટમાં ડેટાનો ઉપયોગ થાય છે, આથી જો તમે મોબાઈલ અથવા બીજા કોઈ ડિવાઈસમાં તેનો ઉપયોગ કરો છો, તો ડેટા ચાર્જ લાગશે. આ ટેસ્ટ કરવા માટે તમારે M-Lab કનેક્ટ કરવું પડશે અને પોતાનું IP એડ્રેસ શેર કરવું પડશે. ત્યારે આવો જાણીએ ગૂગલની મદદથી ઈન્ટરનેટ સ્પીડ ટેસ્ટ કરવા માટેની રીત.

આ રીતે કરી શકો છો ચેક

સૌથી પહેલા તમારે તમારો મોબાઈલ, PC અથવા ટેબ્લેટમાં google.com ખોલવું પડશે. ત્યાર બાદ તમારે સર્ચ બારમાં Run Speed Test લખવું પડશે. તેના પછી તમને ઈન્ટરનેટ સ્પીડ ટેસ્ટનું ડાયલોગ બોક્સ દેખાશે, જેમાં લખ્યું હશે, '30 સેકન્ડમાં ચેક કરો તમારી ઈન્ટરનેટ સ્પીડ', સ્પીડ ટેસ્ટ સામાન્ય રીતે 40MBથી ઓછો ડેટા ટ્રાન્સફર કરે છે, પરંતુ ફાસ્ટ કનેક્શન પર વધારે ડેટા પણ ટ્રાન્સફર કરી શકે છે.

હવે તમારે આ ડાયલોગ બોક્સની નીચે દેખાતા RUN SPEED TEST બટન પર ક્લિક કરવું પડશે. આ બટન પર ક્લિક કરતાની સાથે જ તમારી સામે એક પોપ-અપ લેખાશે, જેમાં તમને ઈન્ટરનેટ સ્પીડનું રીઝલ્ટ જોવા મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ટેસ્ટ M-Lab કરે છે અને બધા ટેસ્ટ રીઝલ્ટને પબ્લિશ પણ કરે છે. જે જાહેર ક્ષેત્રોમા હોય છે. આમા તમારા ID એડ્રેસ અને ટેસ્ટ રીઝલ્ટનો ડેટા હોય છે. જો કે તે સિવાય આમા અન્ય કોઈ જાણકારી હોતી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp