iPhone 16 સીરિઝમાં શું હશે ખાસ? લોન્ચ અગાઉ લીક થયા ફીચર્સ, 4 ફોન થશે લોન્ચ

PC: cnet.com

iPhone 16 સીરિઝ આગામી થોડા મહિનામાં રીલિઝ થવાની છે. આ સીરિઝ લોન્ચ અગાઉ તેની સાથે જોડાયેલી તમામ લીક્સ સામે આવી રહી છે. કંપની દર વર્ષની જેમ આ વર્ષે પણ નવા iPhonesને સપ્ટેમ્બરમાં લોન્ચ કરી શકે છે. તેમાં કંપની ઘણા નવા બદલાવ કરી શકે છે. રિપોર્ટ્સ મુજબ, iPhone 16 સીરિઝમાં આપણને મોટી ડિસ્પ્લે, મોટી બેટરી અને નવું પ્રોસેસર જોવા મળશે. તેની સાથે જોડાયેલ કેટલાક રિપોર્ટ્સ સામે આવ્યા છે, જેમાં આ ફોન્સના પ્રોસેસરની જાણકારી આપવામાં આવી છે. આવો જાણીએ તેની ખાસ વાતો બાબતે.

iPhone 16 સીરિઝમાં A18 ચિપ આપી શકાય છે. આ પ્રોસેસર આખા લાઇનઅપમાં કોમન હશે. છેલ્લા કેટલાક વર્ષોમાં એપલે સ્ટાન્ડર્ડ અને પ્રો સીરિઝના iPhonesને અલગ અલગ પ્રોસેસર સાથે લોન્ચ કર્યા છે. હાલના રિપોર્ટ્સ મુજબ, iPhone 16 સીરિઝમાં 4 નવા ફોન લોન્ચ થશે. ગત સીરિઝની જેમ જ તેમાં પણ iPhone 16, iPhone 16 Plus, iPhone 16 Pro અને iPhone 16 Pro Max લોન્ચ કરી શકાય છે. આશા છે કે પ્રોસેસર સિવાય કંપની iPhoneના સ્ટાન્ડર્ડ અને પ્રો મોડલ્સને અલગ રાખશે.

કેટલાક રિપોર્ટ્સ મુજબ કંપની આ પ્રોસેસરને સ્ટાન્ડર્ડ અને પ્રો મોડલ્સ માટે અલગ અલગ ટયૂન કરી શકે છે. કંપની GPUમાં બદલાવ કરીને આ પ્રોસેસરમાં બદલાવ કરી શકે છે. પ્રોસેસર સિવાય કંપની કોઇ બીજો બદલાવ આ સીરિઝમાં કરી શકે છે. એક મોટો બદલાવ કેમેરા મોડ્યુલમાં જોવા મળી શકે છે. કંપની iPhone 16 સીરિઝમાં ફરી એક વખત વર્ટિકલ કેમેરા સેટઅપ આપી શકે છે. તેનું ડિવાઇસ ઘણી હદ સુધી iPhone 12 જેવું હશે.

એ સિવાય કંપની 120Hz રિફ્રેશ રેટવાળી સ્ક્રીન આપી શકે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, આપણને કમેર કોન્ફિગ્રેશનમાં કોઈ બદલાવ જોવા નહીં મળે. સ્ટાન્ડર્ડ ફોન્સમાં 48MP + 12MPનો ડબલ રિયર કેમેરા મળી શકે છે. તો પ્રો વેરિયન્ટમાં પણ જૂનો 48MP+ 12MP+ 12MPનું કેમેરા સેટઅપ મળી શકે છે જો કે, નવા ફોન્સમાં કંપની શાનદાર બેટરી આપી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp