120W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવશે આ ફોન, 15 મિનિટમાં થશે 100 ટકા ચાર્જ
iQoo 7 120W ચાર્જિંગ સપોર્ટ સાથે લોન્ચ થવાનો છે. આ જાણકારી Vivoની સબ બ્રાન્ડે ચીનમાં આપી છે. હાલમાં જ આ કંપનીએ કન્ફર્મ કર્યું છે કે iQoo 7 BMW એડિશનને 11 જાન્યુઆરીના રોજ લોન્ચ કરવામાં આવશે અને આ ફોનમાં 888 સ્નેપ ડ્રેગન પ્રોસેસર આપવામાં આવ્યું છે.
આશા રાખવામાં આવી રહી છે કે BMW એડિશન સાથે જ રેગ્યુલર iQoo 7ને પણ લોન્ચ કરવામાં આવશે. જોકે કંપનીએ રેગ્યુલર વર્ઝનને લઈને કોઈ જાણકારી આપી નથી. iQooએ Weibo પર એક પોસ્ટર શેર કર્યું છે, જેમાં કંપનીએ 120W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ અને લોન્ચ ડેટની જાણકારી આપી છે. જોકે, અપકમિંગ ફોનના બીજા કોઈ સ્પેસિફીકેશન અંગે કહેવામાં આવ્યું નથી.
iQoo ના Weibo હેન્ડલની પોસ્ટ પ્રમાણે, iQoo 7 સીરિઝ 120W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે લોન્ચ થશે. માનવામાં આવી રહ્યું છે કે આ સીરિઝમાં રેગ્યુલર અને BMW એડિશન બંનેનું લોન્ચિંગ કરવામાં આવશે. આ પોસ્ટરમાં એ પણ કહેવામાં આવ્યું છે કે ફોન માત્ર 15 મિનિટમાં જ 100 ટકા ચાર્જ થઈ જશે.
iQOO 7 with SD888 and 12GB RAM spotted at Geekbench https://t.co/UtqDVDg2t6 #iQOO #iQOO7 #Snapdragon888 pic.twitter.com/VBddQFxiC9
— GIZMOCHINA (@gizmochina) January 1, 2021
Weibo પર એક બીજી કરવામાં આવેલી પોસ્ટ દ્વારા iQooએ પણ કન્ફર્મ કર્યું છે કે iQoo 7 BMW એડિશન લેટેસ્ટ સ્નેપડ્રેગન 888 પ્રોસેસર સાથે લોન્ચ થશે. તેમાં LPDDR5 રેમ અને UFS 3.1 સ્ટોરેજનું આગળવું વર્ઝન હશે. સાથે જ આ ફોન 5G સપોર્ટ સાથે આવશે. iQooના જૂના ટીઝર પરથી ખબર પડે છે કે ફોનનું BMW એડિશન ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ સાથે લોન્ચ થશે, જે Vivo V20 2021ની જેવો દેખાય છે. આ ફોનની પાછળના ભાગમાં BMW M મોટરસ્પોર્ટ ટ્રાઈ-કલર સ્ટ્રીક્સ પણ જોવા મળે છે, તે ઉપરથી નીચે જતો જોવા મળશે. જોકે હજુ સુધી તેના બીજા કોઈ સ્પેસિફીકેશન સામે આવ્યા નથી. કંપની આ ફોનન 11 જાન્યુઆરીના રોજ ચીનમાં એક ઈવેન્ટ દરમિયાન લોન્ચ કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp