શું નવું iPhone અપડેટ જોખમી છે? ડીલિટ કરેલા જૂના ફોટા પણ દેખાવા લાગ્યા

PC: apple.com

Appleએ તાજેતરમાં iOS 17.5 અપડેટ બહાર પાડ્યું છે અને કેટલાક લોકોને એક વિચિત્ર સમસ્યાનો સામનો કરવો પડ્યો છે, જેના કારણે તેમના જૂના ફોટા તેમની iPhone ગેલેરીમાં ફરી પાછા આવ્યા છે. એવું માનવામાં આવે છે કે, iOS 17.5 બગએ ઘણા iPhone વપરાશકર્તાઓ માટે મોટી સમસ્યા ઊભી કરી છે. આ યુઝર્સે આ અઠવાડિયે Reddit દ્વારા આ સમસ્યા વિશે વિગતો શેર કરી છે.

કેટલાક વપરાશકર્તાઓ દાવો કરે છે કે, તેઓ જૂના ફોટા જોઈ રહ્યા છે જે ઘણા વર્ષો પહેલા કાઢી નાખવામાં આવ્યા હતા. Reddit યુઝર્સમાંના એક કહે છે કે, તેણે તેના કેટલાક જૂના NSFW ફોટા લાઇબ્રેરીમાં પાછા જોવા મળ્યા, જે તેના માટે આઘાતજનક હતા, કારણ કે તેણે તેને 2021માં ફરીથી હટાવી નાખ્યા હતા. તેઓએ એ પણ નોંધ્યું કે, આ ફોટા માટેની iCloud માહિતી તેમને એવું બતાવી રહી છે કે, જાણે તેને તાજેતરમાં જ ક્લાઉડ પર અપલોડ કરવામાં આવ્યા હોય.

હવે કોઈને ખબર નથી કે ખરેખર સમસ્યા શું છે, પરંતુ તે જૂના ફોટાને ફરીથી જોવામાં ખૂબ જ વિચિત્ર છે જે આ iPhone વપરાશકર્તાઓએ કોઈને કોઈ કારણસર કાઢી નાખ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે iCloud ઇન્ડેક્સિંગમાં એક બગ આવ્યો છે, જેણે સંપૂર્ણપણે બદલી નાખ્યું છે કે કઈ સામગ્રી નવી છે અને કઈ જૂની છે. હજુ પણ પ્રશ્ન એ છે કે, iCloud લોકોને તે ફોટા કેમ બતાવે છે, જે વર્ષો પહેલા કાઢી નાખવામાં આવ્યા હતા.

માત્ર Appleજ આ સમસ્યાને સમજવામાં મદદ કરી શકે છે, પરંતુ સંભવ છે કે કંપની ટૂંક સમયમાં જ આ બગ માટે તેનો ઈલાજ શું કરવો તે જાહેર કરશે, જેથી લોકોને તેમની ડિલીટ કરેલી સામગ્રી ફરીથી જોવી ન પડે, જે તેમણે તેમના એકાઉન્ટમાંથી કાઢી નાખી હતી. આ હમણાં જ આવેલો કે પહેલો અજીબોગરીબ કિસ્સો નથી કે જેનો આઇફોન યુઝર્સે તાજેતરમાં સામનો કર્યો હોય. થોડા અઠવાડિયા પહેલા, કેટલાક યુઝર્સે દાવો કર્યો હતો કે, તેમના આઇફોન એલાર્મ બંધ થયા નહીં અને તેઓ કામ પર જવા માટે મોડા પડ્યા છે. એવી જાણ કરવામાં આવી હતી કે Clock એપ અહીં સમસ્યાનું કારણ હોય શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp