મારુતિએ તૈયાર કરી નાખી નવી વેગનઆર, કંપનીએ આખી ડિઝાઇન જ બદલી નાખી

PC: carwale.com

ભારતીય બજારમાં મારુતિ સુઝુકી સૌથી વધુ કાર વેચનારી કંપની છે. ભારતીય બજારમાં ટોપ-10 કારોના વેચાણમાં સૌથી વધુ કારો મારુતિની જ હોય છે. કંપનીની વેગનઆર, સ્વિફ્ટ ડિઝાયર અને બલેનો જેવા મોડલ દર મહિને ટોપ પોઝિશન પર રહે છે. ગ્રાહકોની પસંદને જોતા મારુતિ સુઝુકી પોતાની કારોને અપડેટ કરી રહી છે. અત્યારે થોડા દિવસ અગાઉ જ મારુતિ સુઝુકી પોતાની નવી સ્વિફ્ટને જાપાનમાં અનવીલ કરી હતી. ત્યારબાદ હાલમાં જ મારુતિ સુઝુકીની સૌથી વધુ વેચાતી ફેમિલી કાર વેગનઆર જેવી એક હેચબેકને સ્પોટ કરવામાં આવી છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ મોડલ વેગનઆરનું ફેસલિફ્ટ મોડલ હશે. આવો તેની ડિટેલ્સ જાણીએ.

વેગનઆર મારુતિ સુઝુકી માટે લાંબા સમયથી ચાલતા આવતા મોડલોમાંથી એક છે. તેણે નવા પાવરટ્રેન, એડવાન્સ સેફ્ટી ફિચર્સ અને આધુનિક લુક સાથે સમય પર અપડેટ પ્રાપ્ત થાય છે. હાલમાં જ વેગનઆરનું એક ટેસ્ટિંગ મોડલ નજરે પડ્યું છે, જેનાથી સંકેત મળે છે કે બ્રાન્ડ આ હેચબેકને પછીથી મિડ સાઇકલ અપડેટ આપવા માગે છે. પ્રોટોટાઈપના સ્પાઇ શોટ્સથી નવા રિયર બંપ ડિઝાઇનની જાણકારી મળી છે. તેમાં બમ્પર પર હોરિજેન્ટલ પ્લાસ્ટિક કલેડિંગ લગાવવામાં આવી છે, જ્યારે બંને તરફ રિફ્લેક્ટરને વર્ટિકલ રૂપે લગાવવામાં આવ્યું છે. એ સિવાય ટેલ લેમ્પ હાઉસિંગ અપડેટેડ બ્લેક આઉટ ટ્રીટમેન્ટ છતા મોડલ સમાન નજરે પડે છે.

વર્તમાનમાં હેચબેકને 1.0 લીટર પેટ્રોલ અને 1.2 લીટર પેટ્રોલ સાથે રજૂ કરવામાં આવે છે. પહેલાવાળાને CNG વિકલ્પ સાથે રજૂ કરવામાં આવી શકે છે, જ્યારે પેટ્રોલ વેરિયન્ટને મેન્યુઅલ અને AMT ગિયરબોક્સ સાથે રજૂ કરી શકાય છે. મારુતિ સુઝુકી આ વર્ષની શરૂઆતમાં ઓટો એક્સપોમાં ફ્લેક્સ ફ્યૂલ સંચાલિત વેગનઆરનું પણ પ્રદર્શન કર્યું હતું. વર્ષ 2024 સુધી ભારતીય રોડ પર આવી શકે છે.

ઉલ્લેખનીય છે કે, મારુતિ દર વર્ષે પોતાની પોપ્યુલર કારોને જરૂરિયત્ન હિસાબે અપડેટ કરે છે અને આગામી વર્ષે એટલે કે વર્ષ 2024માં ટોપ સેલિંગ સ્વિફ્ટ અને ડિઝાયર, વેગનઆરનો વારો છે. આ કારોને ઘણા બધા કોસ્મેટિક સાથે જ કેટલાક મિકેનિકલ બદલાવો સાથે રજૂ કરવાની તૈયારી છે. એવામાં આગામી વર્ષે મારુતિ કાર લવર્સ માટે ખાસ રહેવાનું છે. તેની સાથે જ વધુ એક ખુશ ખબરી છે કે વર્ષ 2024માં મારુતિ સુઝુકીની પહેલી ઇલેક્ટ્રિક કાર પણ લોન્ચ થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp