ISRO લોન્ચ કરશે ‘Bikini’, જાણો આ મિશનની ખાસિયત શું છે?

PC: aajtak.in

આવતા વર્ષે જાન્યુઆરીમાં ઈસરોના PSLV રોકેટ દ્વારા દુર્બળ યુરોપીયન અવકાશયાન લોન્ચ કરવામાં આવશે. આ અવકાશયાનનું નામ ‘Bikini’ છે. આ યુરોપિયન સ્ટાર્ટઅપ ધ એક્સપ્લોરેશન કંપનીનું રી-એન્ટ્રી વ્હીકલ છે. વાસ્તવમાં ‘Bikini’ આ કંપનીના મોટા પુનઃઉપયોગી રી-એન્ટ્રી મોડ્યુલ Nyx નું નાનું સંસ્કરણ છે.

આ રોકેટ ‘Bikini’ ને પૃથ્વીની સપાટીથી 500 કિલોમીટર ઉપર લઈ જશે અને છોડી દેશે. ત્યાંથી તે પૃથ્વી પર પાછું ફરશે. આ સમય દરમિયાન, તેની રિ- એન્ટ્રીને લઈને ઘણી તપાસ કરવામાં આવશે. તે વાયુમંડળને પાર કરીને દરિયામાં પડી જશે. બિકીનીનું વજન માત્ર 40 કિલો છે. તેનો હેતુ અવકાશમાં ડિલિવરી પહોંચાડવાનો છે.

એટલે કે, ધ એક્સપ્લોરેશન કંપની ઇચ્છે છે કે તે તેના Bikini સ્પેસક્રાફ્ટ દ્વારા અવકાશમાં ડિલિવરીની વ્યવસ્થા કરવામાં વ્યસ્ત છે. જો Bikini જાન્યુઆરીના રિ-એન્ટ્રી મિશનમાં સફળ થશે, તો તે કોમર્શિયલ ફ્લાઈટ્સની નવી દુનિયાના દરવાજા ખોલશે. આનો અર્થ એ છે કે કોઈપણ સામાન અવકાશમાં પહોંચાડી શકાય છે અને તે પણ સાવ સસ્તામાં.

પહેલા આ મિશન યુરોપિયન એરિયન સ્પેસ કંપનીને આપવામાં આવી રહ્યું હતું. પરંતુ બાદમાં તેને ભારતના ન્યૂસ્પેસ ઈન્ડિયા લિમિટેડ (NSIL) દ્વારા હસ્તગત કરવામાં આવ્યું હતું. કારણ કે એરિયન 6 રોકેટના ડેવલપમેન્ટમાં વિલંબ થઈ રહ્યો હતો.Bikiniને Pslv રોકેટના ચોથા તબક્કામાં સ્થાપિત કરવામાં આવશે. ત્યારબાદ તેને અવકાશમાં છોડવામાં આવશે. Bikini ત્યાંથી પાછું ફરશે.

આ મિશન દરમિયાન એક્સપ્લોરેશન કંપની જે ડેટા મળશે. તેનાથી ભવિષ્યમાં વધુ સારી રીતે રી-એન્ટ્રી અને રિક્વરી ટેક્નોલોજી ડેવલપ કરી શકશે PS4, PSLV રોકેટમાં ચોથો તબક્કો, તાજેતરમાં PSLV ઓર્બિટલ એક્સપેરિમેન્ટલ મોડ્યુલ (POEM) માટે ઉપયોગમાં લેવાયો હતો.

POEM એટલે કે PS4 હવે પૃથ્વીની આસપાસ ફરતી વખતે પ્રયોગો કરે છે. Bikiniને PS4 પર પોર્ટ કરવામાં આવશે. જેથી મુખ્ય મિશન પર કોઈ અસર ન થાય. કારણ કે Bikini માં પ્રોપલ્શન સિસ્ટમ કેમ લગાવવામાં આવી નથી .તે PS4ની મદદથી જ અવકાશમાં થોડો સમય વિતાવશે. એકવાર યોગ્ય ઊંચાઈ પ્રાપ્ત થઈ જાય પછી PS4 હટી જશે Bikini ઝડપથી વાયુ મંડળને પાર કરીને દરિયામાં પડી જશે.

એવુ માનવામાં આવી રહ્યું છે કે આ મિશન માટે Bikiniને 500 કિ.મીની આસપાસ છોડવામાં આવશે.PS4 પછી Bikiniને ડીબૂસ્ટ કરીને ઓર્બિટ છોડશે. એ પછી 120 અથવા 140 કિલોમીટરની ઉંચાઇ પર આવ્યા પછી Bikiniને છોડી દેશે અને Bikini સીધું સમુદ્ધમાં ખાબકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp