ISROનું જે આદિત્ય સ્પેસક્રાફ્ટ સૂર્ય તરફ ગયું છે તે કંઇ જગ્યા છે? કેટલું દૂર...

શ્રી હરિકોટામાં આવેલા ISROના સતીષ ધવન સ્પેસ સેન્ટર પરથી લોંચ કરવામાં આવેલા આદિત્ય સ્પેસક્રાફ્ટ જયા જવાનું છે તે કઇ જગ્યા છે તેના વિશે ઘણા બધા લોકોને જાણવામાં રસ છે. તો અમે તમને એ માહિતી આપીશું.
L એટલે કે લેરેન્જ પોઇન્ટ. આ નામ ગણિતજ્ઞ જોસેફી-લુઇ લેરેન્જના નામ પરથી આપવામાં આવ્યું છે. તેમણે જ આ લેરેન્જ પોઇન્ટની શોધ કરી હતી.જ્યારે આવા ગુરુત્વાકર્ષણ બિંદુ બે ફરતા અવકાશી પદાર્થો વચ્ચે આવે છે, જ્યાં કોઈપણ પદાર્થ અથવા ઉપગ્રહ બંને ગ્રહો અથવા તારાઓના ગુરુત્વાકર્ષણથી બચતા રહે છે.
PSLV-C57/Aditya-L1 Mission:
— ISRO (@isro) September 1, 2023
The 23-hour 40-minute countdown leading to the launch at 11:50 Hrs. IST on September 2, 2023, has commended today at 12:10 Hrs.
The launch can be watched LIVE
on ISRO Website https://t.co/osrHMk7MZL
Facebook https://t.co/zugXQAYy1y
YouTube…
આદિત્ય ત-1ના મામલામાં આ ધરતી અને સૂરજ બંનેની ગુરુત્વાકર્ષણ શક્તિથી બચતું રહેશે. લોંચ પછી આદિત્ય 16 દિવસો સુધી ધરતીની ચારેબાજુ ચક્કર લગાવશે. આ દરમિયાન 5 વખત ઓર્બિટ બદલવામાં આવશે, જેથી સાચી ગતિ મળી શકે. એ પછી આદિત્યનું ટ્રાંસ- લેરેજિયન ઇન્સર્શન થશે. અહીંથી શરૂ થશે 109 દિવસની લાંબી યાત્રા. જેવું આદિત્ય L-1 પર પહોંચશે તે ત્યાં એક ઓર્બિટ મેન્યુવર કરશે. જેથી L-1 પોઇન્ટની ચારેબાજુ ચકકર લગાવી શકે.
સૂરજની પોતાની ગ્રેવિટી છે. ધરતી પોતાની ગ્રેવિટી છે. અવકાશમાં જ્યાં બંનેની ગ્રેવિટી ટકરાઇ છે. અથવા એમ કહીએ કે જ્યાં ધરતીની ગ્રેવિટીની અસર ખતમ થાય છે, ત્યાંથી સૂરજની ગ્રેવિટીની અસર શરૂ થાય છે. એ જ પોઇન્ટને લેરેન્જ પોઇન્ટ કહેવામાં આવે છે.ધરતી અને સૂરજની વચ્ચે આવા 5 લોરેન્જ પોઇન્ટ છે. ભારતનું સૂર્યયાન લેરેન્જ પોઇન્ટ 1 પર તૈનાત થશે.
ધરતી અને સૂર્યની ગ્રેવિટીની જે સમી છે ત્યાં કોઇ નાની વસ્તુ લાંબા સમય સુધી રહી શકે છે. તે બંનેની ગ્રેવિટીની વચ્ચે ફસાયેલી રહેશે.જેને લીધી સ્પેસક્રાફટના ઇંધણનો ઓછો ઉપયોગ થતો હોય છે.તે વધારે દિવસ કામ કરે છે.L1 સૂરજ અને ધરતીની સીદી રેખા વચ્ચે આવેલું છે. આ સૂરજ અને ધરતીના કુલ અંતરનો એક ટકા હિસ્સો છે. મતલબ કે 15 લાખ કિલોમીટર. જ્યારે, સૂરજ અને ધરતીનું અંતર છે 15 કરોડ કિલોમીટર.
આદિત્ય L1 પોતાની યાત્રાની શરૂઆત લોઅર અર્થ ઓર્બિટ (LEO)થી કરશે. મતલબ કે PSLV-XL રોકેટ તેને નક્કી કરાયેલા LEOમાં છોડી દેશે.
એ પછી ધરતીની ચારેબાજુ 5 ઓર્બિટ મેન્યૂવર કરીને સીધું ધરતીના ગુરુત્વાકર્ષણ વાળા વિસ્તાર એટલે કે સ્ફેયર ઓફ ઇન્ફલ્યૂઅન્સ (SOI)ની બહાર આવશે. ફરી શરૂ થશે ક્રુઝ ફેઝ. આ થોડી લાંબી ચાલશે.
આદિત્ય L1ને હેલો ઓર્બિટમાં નાંખવામાં આવશે. જ્યાં L1 પોઇન્ટ હોય છે. આ યાત્રામાં તેને 109 દિવસ લાગશે. તેને મુશ્કેલ એટલા માટે માનવામાં આવે છે કારણકે તેને બે મોટા ઓર્બિટમાં જવાનું છે.
પહેલી મુશ્કેલી ધરતીના SOIમાંથી બહાર જવાની છે. કારણકે ધરતી પોતાની ગુરુત્વાકર્ષણ શક્તિથી આજુબાજુમાં હાજર દરેક વસ્તુને પોતાની તરફ ખેંચે છે.
બીજી મુશ્કેલી છે ક્રુઝ ફેઝ અને હેલો ઓર્બિટમાં L1 પોઝિશનમાં કેપ્ચર કરવાની. જો આદિત્યની ગતિને નિયંત્રિત ન કરવામાં આવે તો તે સીધું સૂર્ય તરફ ચાલી જશે અને બાળીને ખાખ થઇ જશે.
આદિત્ય L1 એ ભારતની પ્રથમ અવકાશ આધારિત વેધશાળા છે. તેને સૂર્યથી એટલી દૂર સ્થિત રાખવામાં આવશે કે તેને ગરમી લાગે પણ નુકસાન ન થાય. કારણ કે સૂર્યની સપાટીથી થોડે ઉપર ફોટોસ્ફિયરનું તાપમાન લગભગ 5500 ડિગ્રી સેલ્સિયસ રહે છે. સેન્ટરનું તાપમાન 1.50 કરોડ ડિગ્રી સેલ્સિયસ રહે છે. એવામાં કોઇ પણ યાન કે સ્પેસક્રાફ્ટનું ત્યાં જવું સંભવ નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp