James Webbને ધરતી જેવા ગ્રહ પર પાણી અને વાદળ મળ્યા, જીવન હોવાની શક્યતા

PC: esa.int

બ્રહ્માંડમાં દરેક જગ્યા પર જીવનને વધારવાવાળા હિસ્સાઓ હાજર છે. બસ જરૂર છે તેને શોધવાની. બ્રહ્માંડની સ્પષ્ટ તસવીર બતાવનારા જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપને લઇને ખૂબ જ મોટો દાવો કરવામાં આવી રહ્યો છે. વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે, જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ બ્રહ્માંડમાં હાજર અલગ અલગ જગ્યાઓ પર જીવનની શોધ કરવામાં સક્ષમ છે. એટલે કે ટેલિસ્કોપ જ્યાં પોતાની નજર ફેરવે છે ત્યાં તે જીવન શોધવાનો પ્રયાસ કરે છે. જીવનના સંકેત મળતા જ ધરતી પર હાજર વૈજ્ઞાનિકોને સૂચના આપે છે.

સૌર મંડળમાં કેટલાક સ્થાનો પર જીવન હોવાની આશા છે. જ્યાં પણ પાણી હોવાના પૂરાવા મળે છે, ત્યાં જીવનની આશા કરવામાં આવે છે. જેવું મંગળ ગ્રહ અને બૃહસ્પતિના ઉપગ્રહ યુરોપા પર મળ્યું હતું. આ બન્ને જગ્યાઓ પર તેના પડની નીચે અને પડની ઉપર જળ સ્ત્રોતના પૂરાવા મળ્યા છે. પણ અહીં જીવનની શોધખોળ કરવી મુશ્કેલ છે. કારણ કે, અહીં જવું ખૂબ જ કઠિન છે. એવું કોઇ લેન્ડર કે રોવર પણ નથી બનાવાયુ કે જે તેના પડ ઉપર હાજર પાણીના સ્ત્રોતની શોધખોળ કરી શકે.

વૈજ્ઞાનિકોને આશા છે કે, સૂરજ સિવાય અન્ય તારાઓની ચારે બાજુ ફરી રહેલા ગ્રહો એટલે કે એક્સોપ્લેનેટ્સ પર જીવન હોવાની સકારાત્મક સંભાવના છે. એ પણ બની શકે છે કે, ત્યાં હાજર જીવન ધરતી પરના જીવનથી ઘણું પ્રાચિન હોય. સૈદ્ધાંતિક ગણનાઓ અનુસાર, આકાશગંગામાં 30 કરોડ રહેવા લાયક ગ્રહો હોઇ શકે છે. તેમાંથી ઘણા ધરતીના આકારના હોઇ શકે છે. તેમનું અંતર પૃથ્વીથી 30 પ્રકાશવર્ષ છે. અત્યાર સુધી વૈજ્ઞાનિકોએ ફક્ત પાંચ હજાર એક્સોપ્લેનેટની શોધ કરી છે. જેમાં સેંકડો એવા છે જેના પર રહી શકાય છે. તેથી અહીં જીવનની સંભાવના બતાવાઇ રહી છે.

જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપની શક્તિશાળી આંખો એવા ગ્રહો પર જીવનની શોધને સરળ બનાવશે. કેટલાક ગ્રહોના વાયુમંડળ કે સપાટી પર જીવન અલગ અલગ રૂપોમાં હોઇ શકે છે. પણ રૂપ કોઇપણ હોય પોતાની પાછળ બાયોસિગ્નેચર છોડી જાય છે. જ્યારથી સૌર મંડળ બન્યુ છે ત્યારથી ધરતી પરના વાયુમંડળમાં ઓક્સિજન ન હતું. પણ સિંગલ સેલ વાળું જીવન હતું. શરૂઆતના સમયમાં ધરતી પર બાયોસિગ્નેચર ઘણું ધુંધળું હતું. આ ધીરે ધીરે 240 કરોડ વર્ષમાં બદલાયું છે. તેની શરૂઆત ત્યારે થઇ કે જ્યારે શેવાળની ઉત્પત્તી થઇ.

શેવાળે ઓક્સીજન બનાવવાની શરૂઆત કરી. ત્યાર બાદથી પૃથ્વીના વાયુમંડળમાં ધીમે ધીમે ઓક્સિજનની માત્રા વધવા લાગી. ઓક્સીજનના વધવાથી જીવનની ઉત્પત્તીને પ્રોત્સાહન મળ્યું. વનિભિન્ન પ્રકારના જીવન ધરતીની સપાટી અને સમુદ્રમાં ઉદભવવા લાગ્યા. જીવનને બતાવનારા બાયોસિગ્નેચર ત્યારે દેખાય છે જ્યારે, સૂરજનો પ્રકાશ કોઇ ગ્રહના વાયુમંડળને પાર કરે છે અને કેટલાક એવા ગેસને ઓળખે છે, જે જીવને દર્શાવે છે.

જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપે હાલમાં જ ગેસ જાયંટ ગ્રહ WASP-96bથી નીકળી રહેલા પ્રકાશ તરંગોની તપાસ કરી છે. તેની તપાસમાં ખબર પડે છે કે, ત્યાં પાણી અને વાદળ હાજર છે. આ ગ્રહ એટલો મોટો અને ગરમ છે કે ત્યાં જીવન હોવાની પૂર્ણ સંભાવના છે. શરૂઆતી તપાસમાં ખબર પડી કે આ ટેલિસ્કોપ એક્સોપ્લેનેટ્સ પર પણ જીવન શોધી શકે છે.

થોડા દિવસોમાં જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ પોતાની આંખો TRAPPIST-1eની તરફ ફેરવશે. કહેવાઇ રહ્યું છે કે, જેમ્સ વેબ જીવનને સીધી રીતે નહીં શોધી શકશે પણ, તે બાયોસિગ્નેચર ઓળખી શકે છે. એટલે જ્યાં બાયોસિગ્નેચર મળે છે, ત્યાં જીવન હોવાની પૂર્ણ સંભાવના છે. આ ટેલિસ્કોપ કોઇ પણ ગ્રહના વાયુમંડળમાં કાર્બન ડાયોક્સાઇડ, મીથેન અને વરાળમાં આવનારા ફેરફારોની ઓળખ કરી શકે છે. આ ગેસોના મિશ્રણથી જીવનની સંભાવના વધે છે.

આ સમયે ધરતી પર ત્રણ મોટા ટેલિસ્કોપ બની રહ્યા છે, જે અંતરિક્ષના અન્ય ગ્રહો પર હાજર બાયોસિગ્નેચરની શોધ કરી શકે છે. આ છે જાયન્ટ મેગેલન ટેલિસ્કોપ, થર્ટી મીટર ટેલિસ્કોપ અને યુરોપિયન એક્સટ્રીમલી લાર્જ ટેલિસ્કોપ. આ ત્રણ ધરતી પર હાજર કોઇપણ ટેલિસ્કોપથી વધુ શક્તિશાળી છે. તે ઓછામાં ઓછા સૌર મંડળમાં હાજર કે તેનાથી બહારના નજીકના એક્સોપ્લેનેટ પર ઓક્સીજનની શોધની સાથે સાથે જીવનની પણ શોધ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp