અકસ્માતના સમયે ન ખૂલી મારુતિની એરબેગ, હવે કંપની પર લાગ્યો આટલો દંડ

PC: auto.hindustantimes.com

ભારતીય બજારમાં મારુતિ સુઝુકી છેલ્લા ઘણા વર્ષોથી સૌથી વધુ વેચાતી કાર રહી છે, પરંતુ જ્યારે વાત સેફ્ટી રેટિંગની આવે છે તો તેમાં મારુતિ સુઝુકી અત્યારે પણ ટાટા અને મહિન્દ્રા જેવો ભરોસો હાંસલ કરવામાં નિષ્ફળ રહી છે. હાલમાં જ એવો જ એક ચોંકાવનારો કેસ કેરળમાં સામે આવ્યો છે, જ્યાં ઉપભોક્તા આયોગે કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડને એક ગ્રાહકને વેચવામાં આવેલી કારની કિંમત પરત કરવાનો આદેશ આપ્યો છે. જી હા કેમ કે કાર માલિકે એક કાર અકસ્માતમાં એરબેગ ન ખુલવાનો ક્લેમ કર્યો હતો. ત્યારબાદ તપાસમાં પણ એ સાચું સાબિત થયું. આવો વિસ્તારથી જાણીએ શું છે સમગ્ર મામલો.

ન્યૂઝ એજન્સીના રિપોર્ટ મુજબ, મલપ્પુરમ જિલ્લા ઉપભોક્તા આયોગે મલપ્પુરમ જિલ્લાના રહેવાસી મોહમ્મદ મુસ્લિયારની ફરિયાદ પર ધ્યાન આપતા આ આદેશ સંભળાવ્યો છે. મંગળવારે એક સત્તાવાર નિવેદનમાં આયોગના સંદર્ભે કહવામાં આવ્યું કે ફરિયાદ મુજબ, જે કારમાં ફરિયાદકર્તા સફર કરી રહ્યો હતો. તે 30 જૂન 2021ના રોજ દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ અને વ્યક્તિને ગંભીર ઇજા થઈ. દુર્ઘટનામાં વાહન ગંભીર રૂપે ક્ષતિગ્રસ્ત થઈ ગયું હતું. ઉપભોક્તાએ નિવારણ સંસ્થા સાથે સંપર્ક કર્યો અને આરોપ લગાવ્યો કે, એ મેન્યૂફેક્ચરિંગની ભૂલ હતી કે એરબેગ ન ખૂલી. જેથી તેને ગંભીર ઇજા થઈ.

મોટર વ્હીકલ નિરીક્ષકે પણ જણાવ્યું કે, દુર્ઘટનાના સમયે એરબેગે કામ ન કર્યું. નિવેદનમાં કહેવામાં આવ્યું કે, આયોગે વાહનની કિંમત 4,35,854 રૂપિયા અને કેસના ખર્ચના રૂપમાં 20 હજાર રૂપિયા પરત કરવાનો આદેશ આપ્યો છે. આયોગે કહ્યું કે, જો આદેશનું એક મહિનાની અંદર પાલન ન કરવામાં આવ્યું તો આ રકમ પર 9 ટકા વ્યાજ લાગશે.ઉલ્લેખનીય છે કે, મારુતિ સુઝુકી સસ્તી અને બજેટ કારો માટે જાણીતી છે. ભારતમાં સૌથી વધુ કારો મારુતિ સુઝુકીની જ વેચાય છે. મારુતિ સુઝુકી આ મહિને એટલે કે ફેબ્રુઆરીમાં પોતાની ટોપ સેલિંગ ડિઝાયર અને સ્વિફ્ટ સાથે વેગનઆર, એસ-પ્રેસો, અલ્ટો 10 અને સિલેરિયો જેવી બજેટ અને એન્ટ્રી લેવલ હેચબેક પર ઘણા ઑફર્સ લઈને આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp