કાઇનેટિકે લોન્ચ કર્યું નવું ઇલેક્ટ્રિક સ્કૂટર'ઝુલુ', રેન્જ 104Km, કિંમત આટલી છે

PC: jagran.com

ઈલેક્ટ્રિક સ્કૂટરની સાથે ભારતીય માર્કેટમાં સતત નવા મોડલની એન્ટ્રી થઈ રહી છે. હવે કાઇનેટિક ગ્રીને સત્તાવાર રીતે તેનું નવું ઇલેક્ટ્રિક સ્કૂટર કાઇનેટિક ઝુલુ સ્થાનિક બજારમાં વેચાણ માટે લોન્ચ કર્યું છે. આકર્ષક દેખાવ અને શક્તિશાળી બેટરી પેકથી સજ્જ આ સ્કૂટરની શરૂઆતની કિંમત 94,900 રૂપિયા (એક્સ-શોરૂમ) નક્કી કરવામાં આવી છે. રસ ધરાવતા ગ્રાહકો કંપનીની સત્તાવાર વેબસાઇટ અને અધિકૃત ડીલરશીપ દ્વારા આ સ્કૂટર બુક કરાવી શકે છે.

કંપનીનો દાવો છે કે, કાઈનેટિક ઝુલુ ઈલેક્ટ્રિક સ્કૂટર સંપૂર્ણપણે મેડ-ઈન ઈન્ડિયા છે અને તેની ડિલિવરી આવતા વર્ષથી શરૂ થઈ જશે. બજારમાં, આ ઇલેક્ટ્રિક સ્કૂટર મુખ્યત્વે Ola અને Ather જેવી બ્રાન્ડ્સના મોડલ સાથે સ્પર્ધા કરશે. કંપનીએ આ ઇલેક્ટ્રિક સ્કૂટરમાં ઘણી એડવાન્સ ફીચર્સ અને ટેક્નોલોજીનો સમાવેશ કર્યો છે, જે તેને માર્કેટમાં અન્ય સ્કૂટર્સ સાથે સ્પર્ધા કરવામાં મદદ કરશે.

દેખાવ અને ડિઝાઇન વિશે વાત કરીએ તો, કંપનીએ કાઇનેટિક ઝુલુમાં LED હેડલેમ્પ, LED ડે ટાઇમ રનિંગ લાઇટ્સ, ડિજિટલ સ્પીડોમીટર, ઓટો કટ ચાર્જર અને સાઇડ સ્ટેન્ડ સેન્સર જેવી સુવિધાઓ પ્રદાન કરી છે. જો સ્કૂટરનું સ્ટેન્ડ નીચે પડી ગયું હોય, તો ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલમાં લાઇટ દ્વારા એલર્ટ પ્રદર્શિત થશે. આ સિવાય સ્કૂટરની અંડરસીટ સ્ટોરેજમાં લાઇટ પણ આપવામાં આવી છે.

કંપનીનો દાવો છે કે, આ સ્કૂટરનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ 160 mm છે, જે તેને લગભગ તમામ પ્રકારની રોડ સ્થિતિમાં સરળતાથી ચલાવવામાં મદદ કરે છે. સાઈઝની વાત કરીએ તો આ સ્કૂટરની લંબાઈ 1,830 mm, ઊંચાઈ 1,135 mm અને પહોળાઈ 715 mm છે. તેનું વ્હીલબેઝ 1,360 mm અને વજન 93 kg છે. ઇલેક્ટ્રિક સ્કૂટરની પેલોડ ક્ષમતા 150 Kg છે.

કાઇનેટિક ઝુલુ ઇલેક્ટ્રિક સ્કૂટર 2.27 kWh ક્ષમતાની લિથિયમ-આયન બેટરીનો ઉપયોગ કરે છે, જે એક ચાર્જ પર 104 કિલોમીટર સુધીની ડ્રાઇવિંગ રેન્જ આપે છે. આ સ્કૂટર 2.1 kW BLDC ઇલેક્ટ્રિક મોટરથી સજ્જ છે અને તેની ટોપ સ્પીડ 60 Km પ્રતિ કલાક છે. કંપનીનું કહેવું છે કે, આ સ્કૂટરની બેટરીને સામાન્ય 15-amp ડોમેસ્ટિક સોકેટ સાથે કનેક્ટ કરીને ચાર્જ કરી શકાય છે. રસપ્રદ વાત એ છે કે આ બેટરી માત્ર અડધા કલાકમાં 80 ટકા સુધી ચાર્જ થઈ જાય છે.

બહેતર સવારી અને પ્રદર્શન માટે, આ સ્કૂટરમાં આગળના ભાગમાં ટેલિસ્કોપિક ફોર્ક સસ્પેન્શન અને પાછળના ભાગમાં ડ્યુઅલ શોક એબ્સોર્બર આપવામાં આવ્યું છે. તેમાં આગળ અને પાછળના બંને વ્હીલમાં ડિસ્ક બ્રેક છે. જે વધુ ઝડપે પણ બ્રેક લગાવવામાં આવે ત્યારે સંતુલિત બ્રેકિંગ પ્રદાન કરે છે. આ સ્કૂટર મુખ્યત્વે બજારમાં Ola S1 અને Ather 450S જેવા મોડલ સાથે સ્પર્ધા કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp