26th January selfie contest

પાવર, પ્રાઈઝ, સેફ્ટી કેવી છે Maruti Jimny? ખરીદતા પહેલા જાણી લો આ 5 વાતો

PC: financialexpress.com

જ્યારે પણ સ્પોર્ટ યૂટિલિટી વ્હીકલ એટલે કે SUVની વાત થાય છે તો તેના લુકની સાથોસાથ એક ગ્રાહકનું ફોકસ તેના પાવર, પરફોર્મન્સ અને સેફ્ટી પર જરૂર રહે છે. એ વાતો હજુ પણ વધુ મહત્ત્વપૂર્ણ બની જાય છે જ્યારે મામલો એક ઓફ-રોડિંગ વ્હીકલ ખરીદવાનો હોય છે. આ વખતે ઓટો એક્સપોમાં Maruti Suzuki એ પોતાની જાણીતી SUV Maruti Suzuki Jimnyના ફાઈવ ડોર વર્ઝનને રજૂ કર્યું, સાથે જ કંપનીએ તેનું આધિકારીક બુકિંગ પણ શરૂ કરી દીધુ છે. રિપોર્ટ્સ અનુસાર, આ SUVને ગ્રાહકોની સકારાત્મક પ્રતિક્રિયા મળી રહી છે. એવામાં જો તમે પણ Maruti Suzuki Jimnyની સવારી કરવાની તૈયારી કરી રહ્યા છો તો તમારે તેની સાથે સંકળાયોલી પાંચ ખાસ વાતો જરૂર જાણી લેવી જોઈએ.

સૌથી પહેલા તો એ જણાવી દઈએ કે, Maruti Suzuki Jimny નો ઈતિહાસ પાંચ દાયકા કરતા પણ વધુ જુનો છે. ગ્લોબલ માર્કેટમાં આ SUV આશરે 53 વર્ષોથી છે અને તેને પહેલીવાર 1970માં રજૂ કરવામાં આવી હતી. જાપાનના Kei Class (લાઈટ મોટર વ્હીકલ) કેટેગરીમાં આવનારી આ ઓફરોડ મિની SUV અત્યારસુધીમાં ટૂ-ડોર અને થ્રી-ડોર વર્ઝનમાં ઉપલબ્ધ હતી પરંતુ, હવે તેને ફાઈવ ડોર વર્ઝનમાં રજૂ કરવામાં આવી છે. જોકે, થ્રી-ડોર વર્ઝનનું પ્રોડક્શન ભારતમાં પહેલાથી જ થતુ આવી રહ્યું છે પરંતુ, તેને બીજા દેશોમાં એક્સપોર્ટ કરવામાં આવતી હતી.

લુક, ડિઝાઈન અને સાઈઝ

જોવામાં આ મિની SUV થ્રી-ડોર વર્ઝન જેવી જ છે, તેમા સૌથી મોટો તફાવત માત્ર તેના દરવાજાનો છે. ફાઈવ-ડોર વર્ઝનમાં બે દરવાજા વધારી દેવામાં આવ્યા છે. આ એક્સટેન્ડેડ વ્હીકલ વર્ઝન જેવુ છે. પારંપરિક બોક્સી ડિઝાઈન અને મસક્યૂલર સ્ટાંસ સાથે ટેલ-ગેટ પર સ્પેર વ્હીલ સાથે આવનારી આ SUVને લેડર ફ્રેમ ચેચિસ પર તૈયાર કરવામાં આવી છે. તેમા વોશરની સાથે LED હેડલેમ્પ આપવામાં આવ્યા છે. તેમજ, 5-સ્લોટ આયકોનિક વર્ટિકલ ગ્રિલ આપવામાં આવી છે, જેને ક્રોમ કરવામાં આવી છે.

સાઈઝની વાત કરીએ તો તેની લંબાઈ 3985 mm, પહોળાઈ 1645 mm અને ઊંચાઈ 1720 mm છે. આ ઉપરાંત તેમા 2590 mm નો વ્હીલબેઝ આપવામાં આવ્યો છે જે થ્રી-ડોર મોડલના 2250 mmની સરખામણીમાં 300 mm વધુ છે. આ SUVમાં ઓફરોડિંગ એક્સપીરિયન્સને વધુ સારો બનાવવા માટે તેમા કંપનીએ 210 mmનો ગ્રાઉન્ડ ક્લીયરન્સ આપ્યો છે અને તેનું કુલ વજન 1190 કિલો છે. તેમા 208 લીટરનો બૂટ સ્પેસ મળે છે, જો પાછળ જ સીટને ફોલ્ડ કરવામાં આવે તો આ બૂટ સ્પેસ વધીને 332 લીટર થઈ જાય છે.

એન્જિન, પાવર અને પરફોર્મન્સ

Maruti Suzuki Jimnyમાં કંપની દ્વારા 1.5 લીટરની ક્ષમતાના K-સીરિઝ નેચરલ એસ્પાયર્ડ પેટ્રોલ એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે 103 bhpનો દમદાર પાવર અને 134 Nm નો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિનને 5-સ્પીડ મેન્યુઅલ અને 4-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન ગિયરબોક્સ સાથે જોડવામાં આવ્યું છે. આ ઉપરાંત તેમા ફોર-વ્હીલ ડ્રાઈવ (4X4) ઓલ ગ્રિપ પ્રો સિસ્ટમ આપવામાં આવી છે, કંપનીનો દાવો છે કે આ ટેકનિક SUVની ઓફરોડિંગ ક્ષમતાઓને સારી બનાવે છે.

કેબિન અને ફીચર્સ

કંપનીનું કહેવુ છે કે, Jimnyના ઈન્ટીરિયરને ન્યૂનતમ ડિઝાઈન આપવામાં આવી છે, જેથી ધ્યાન ભટકવાથી બચી શકાય જેથી ડ્રાઈવરનું ધ્યાન કેન્દ્રિત રહે. તેના કેબિન બ્લેક આપવામાં આવ્યા છે જ્યારે સિલ્વર એક્સેન્ટ કેટલાક જરૂરી પાર્ટ્સને હાઈલાઈટ કરે છે. ડેશબોર્ડ અને સેન્ટર કંસોલને એ રીતે ડિઝાઈન કરવામાં આવી છે જેથી ડ્રાઈવર ટાઈમ વેડફ્યા વિના આવશ્યક ફીચર્સનો ઉપયોગ કરી શકે. સાથે જ તેમા સરાઉન્ડ સાઉન્ડ સિસ્ટમ પણ છે. સાથે જ તેમા 9 ઈંચની ટચસ્ક્રીન ઈન્ફોટેન્મેન્ટ સિસ્ટમ છે. તેમા ડેશબોર્ડ માઉન્ટેડ ગ્રેબ હેન્ડલ પણ આપવામાં આવ્યું છે. ફીચર્સ તરીકે તેમા SUVમાં Maruti Suzukiનો સ્માર્ટપ્લે પ્રોપ્લસ ઈન્ફોટેન્મેન્ટ સિસ્ટમ, વાયરલેસ એપલ કાર પ્લે અને એન્ડ્રોઈડ કનેક્ટિવિટી જેવા ફીચર્સ મળે છે.

સેફ્ટી

Maruti Suzuki Jimnyમાં છ એરબેગ, બ્રેક (LSD) લિમિટેડ સ્લિપ ફરેન્શિયલ, હિલ હોલ્ડ આસિસ્ટ સાથે ESP, હિલ ડિસેન્ટ કંટ્રોલ, રિયર-વ્યૂ કેમેરા અને ઈલેક્ટ્રોનિક બ્રેકફોર્સ ડિસ્ટ્રીબ્યૂશન (EBD) સાથે એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS) જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. તેના થ્રી-ડોર વર્ઝનને 2018માં Euro NCAP ક્રેશ ટેસ્ટ દરમિયાન 3 સ્ટાર રેટિંગ મળ્યું હતું. તેમા વયસ્કોને 75%, બાળકોને 84%, રસ્તા પર ચાલતા લોકોને 52% સેફ્ટીનો દાવો કરવામાં આવ્યો હતો.

બુકિંગ અને કિંમત

Maruti Jimnyના બુકિંગ માટે ગ્રાહક 11000 રૂપિયાની ટોકન અમાઉન્ટ આપીને તેને કંપનીની આધિકારીક વેબસાઈટ અને નજીકની ડીલરશિપના માધ્યમથી બુક કરી શકે છે. આ SUVને કંપની પ્રોતાના પ્રીમિયમ NEXA ડીલરશિપના માધ્યમથી વેચી રહી છે. જોકે, લોન્ચ પહેલા તેની કિંમત વિશે કહેવુ મુશ્કેલ છે, પરંતુ રિપોર્ટ અનુસાર તેને 10 લાખ કરતા ઓછી કિંમતમાં રજૂ કરવામાં આવી શકે છે. આ SUVની સરખામણી Mahindra Thar સાથે કરવામાં આવી રહી છે. જોકે, બંને SUVમાં ખૂબ જ તફાવત છે. હાલમાં Mahindraએ Thar ના ટુ-વ્હીલ ડ્રાઈવ વર્ઝનને લોન્ચ કર્યું હતું, જેની શરૂઆતી કિંમત માત્ર 9.49 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. હવે Mahindra Thar ઘણા એન્જિન વિકલ્પોની સાથે ઉપલબ્ધ છે અને તેનું એન્જિન પણ Jimnyની સરખામણીમાં વધુ પાવરફુલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp