માઇક્રોસોફ્ટના એક નિર્ણયથી લાખો લેપટોપ થઇ જશે બેકાર, આ રીતે બચી શકશો

PC: engadget.com

માઇક્રોસોફ્ટે એક મોટો નિર્ણય લીધો છે. તેના કારણે ઘણા લોકોને ઝટકો લાગી શકે છે કેમ કે તેમનું લેપટોપ ભંગારમાં બદલાઇ જશે. એટલે તમારે પણ સમય રહેતા કેટલાક બદલાવ કરી લેવા જોઇએ. તેની મદદથી તમારું લેપટોપ બચી શકે છે, પરંતુ તમારે સમય રહેતા જ આ નિર્ણય લેવા પડશે. ઘણા લોકોનું લેપટોપ ફેબ્રુઆરી સુધીમાં એકદમ ડેડ થઇ શકે છે. ચાલો તો આ આર્ટિકલમાં જાણીએ તેની પાછળનું કરણ શું છે.

ઉલ્લેખનીય છે કે માઇક્રોસોફ્ટ વિન્ડોઝ 10 સપોર્ટને પૂરી રીતે સમાપ્ત કરવા જઇ રહ્યું છે. એવામાં તમારું લેપટોપ જરાય અપડેટ નહીં હોય અને નવા સોફ્ટવેર અને ચેન્જ તમને મળવાના નથી. તેનાથી બચવા માટે તમારે આજે જ નિર્ણય લેવો જોઇએ. લેપટોપ બચાવવા માટે તમે વિન્ડોઝ વર્ઝનમાં બદલાવ કરી શકો છો. એમ કરવાથી પણ તમારું લેપટોપ સુરક્ષિત થઇ શકે છે, પરંતુ પહેલા તમારે એ નિર્ણય લેવો પડશે. સરકારો માટે એક મોટી પરેશાની ઊભી થઇ શકે છે કે તેના કારણે ઇ-વેસ્ટ ખૂબ તૈયાર થઇ જશે અને સરકારો તેનાથી બચવા માટે પ્લાનિંગ પણ કરી રહી છે.

આ એક નિર્ણય લગભગ 480 મિલિયન કિલોગ્રામ વેસ્ટ તૈયાર કરી શકે છે કેમ કે તેના કારણે લગભગ 240 મિલિયન PC જરાય કામ કરવાના નથી. બચવા માટે તમારે સૌથી પહેલા પોતાના PCના વિન્ડો વર્ઝનને ચેન્જ કરાવી લેવું જોઇએ. માઇક્રોસોફ્ટ હવે પોતાનું ફોકસ ચેન્જ કરવાનું છે. કંપની વિન્ડોઝ માટે નવા વર્ઝન પર કામ કરી રહી છે. તેનાથી કંપની પોતાના નવા સોફ્ટવેરમાં નવા ફીચર્સ એડ કરી શકશે. તો આ જ કરણ છે કે માઇક્રોસોફ્ટ વિન્ડોઝના જૂના વર્ઝન પર વધારે સમય લગાવવા માગતી નથી.

હાલમાં કંપની તરફથી તેના પર કોઇ સ્પષ્ટતા સામે આવી નથી, પરંતુ PC બચાવવા માટે તમારે આજે જ વિન્ડોઝ વર્ઝન ચેન્જ કરાવી લેવું જોઇએ. આ જ કારણ છે કે તમારે 1 જાન્યુઆરી અગાઉ જ પોતાનું PC અપડેટ કરાવી લેવું જોઇએ. માઇક્રો સોફ્ટનું ઉદ્દેશ્ય ઓક્ટોબર 2025 સુધી વિન્ડોઝ 10 માટે સપોર્ટ બંધ કરવાનું છે. કહેવામાં આવી રહ્યું છે કે OSના નેક્સ્ટ જનરેશનના PCમાં એડવાંન્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ (AI) ટેકનોલોજી લાવવાની આશા છે, જે સંભવિત રૂપે મંદ PC બજારને બૂસ્ટ આપી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp