બંધ થયું દેશી ટ્વીટર Koo, એક સમયે 9000 VIP અને મંત્રીઓએ બનાવ્યા હતા અકાઉન્ટ

PC: indiatvnews.com

દેશી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Koo આખરે બંધ થઈ ગયું. આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મે ટ્વીટર (હવે X)ના પ્રતિદ્વંદ્વીના રૂપમાં એન્ટ્રી કરી હતી. Kooના ફાઉન્ડર અપ્રમેય રાધાકૃષ્ણ અને મયંક બિદાવતકાએ તે બંધ થવાની જાણકારી આપી છે. એક સમયે Koo પર તમામ VIP, નેતાઓથી લઈને મંત્રીઓ સુધીએ પોતાના અકાઉન્ટ બનાવ્યા હતા. ફાઉન્ડરે જણાવ્યું કે, પાર્ટનરશિપની વાત ફેલ થવા અને હાઇ ટેક્નોલોજી કોસ્ટના કારણે આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને બંધ કર્યું છે.

કંપનીએ એપ્રિલ 2023થી જ વર્કફોર્સ પર કામ કરવાનું શરૂ કરી દીધું હતું. એક સમય એવો હતો, જ્યારે Kooના ડેઈલી એક્ટિવ યુઝર્સની સંખ્યા 21 લાખ સુધી પહોંચી ગઈ હતી. એટલું જ નહીં કંપનીના મંથલી યુઝર્સની સંખ્યા 1 કરોડ પહોંચી ગઈ હતી. આ પ્લેટફોર્મ પર 9 હજાર VIP લોકોનું અકાઉન્ટ હતું. આ પ્લેટફોર્મને નેતાઓએ પણ ખૂબ પ્રમોટ કર્યું હતું. એ સમયે તમામ નેતા અને કેબિનેટ મંત્રીઓએ Koo પર પોતાનું સત્તાવાર અકાઉન્ટ બનાવ્યું હતું.

આ પ્લેટફોર્મને દેશી ટ્વીટરના રૂપમાં પ્રમોટ કરવામાં આવી રહ્યું હતું. જો કે, એટલી સફળતા બાદ પણ નાણાકીય સંકટોથી ઝઝૂમી રહેલી કંપનીને પોતાનો કારોબાર બંધ કરવો પડ્યો છે. ફાઉન્ડર્સે Koo બંધ થવા માટેનું કારણ ટેક્નોલોજી પર આવતો ખર્ચ અને અભૂતપૂર્વ માર્કેટ કેપિટલને બતાવ્યું છે. તેની સાથે જ ફાઉન્ડર્સે કંપનીના કેટલાક એસેટ્સને વેચવાની પણ ઈચ્છા વ્યક્ત કરી છે.

ફાઉન્ડર તરફથી જાહેર કરવામાં આવેલી નોટમાં બતાવવામાં આવ્યું છે કે અમે આ એસેટ્સને એવા લોકો સાથે શેર કરીને ખુશ થશું, જે ભારતીય સોશિયલ મીડિયામાં કંઈક મહાન કરવાનું વિચારી રહ્યા છે. આ પ્લેટફોર્મનો સીધો મુકાબલો ટ્વીટર સાથે હતો. એલન મસ્કે જ્યારે ટ્વીટર ખરીદ્યું તો આ પ્લેટફોર્મ પર યુઝર્સની સંખ્યા વધી હતી. પોતાની નોટમાં ફાઉન્ડર્સે જણાવ્યું કે, અમે થોડા જ સમયમાં વિશ્વભરમાં સ્કેલ કરી શકનાર પ્રોજેક્ટ બનાવ્યો. પોતાના ફેરવેલમાં ફાઉન્ડર્સે સપોર્ટર્સ, ટીમ, રોકાણકાર, ક્રિએટર્સ અને યુઝર્સને એક ફેરવેલ મેસેજ લખ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp