જૂના નામ અને નવા અંદાજ સાથે જોરદાર લૂકમાં રજૂ થયું ઈલેક્ટ્રિક LML સ્ટાર
સ્કુટર લવર્સ માટે LML કોઇ નવું નામ નથી, જૂના સમયમાં LMLના સ્કુટરોએ ભારતીય સડકો પર ધૂમ મચાવી હતી. હવે કંપની નવા ઇલેક્ટ્રિક અવતારમાં વાપસી કરવા માટે તૈયાર છે. આ વખતે ઓટો એક્સ્પોમાં કંપનીએ પોતાના નવા ઇલેક્ટ્રિક સ્કુટર LML સ્ટાર પરથી પડદો હટાવ્યો છે. ઘણા આકર્ષક લુક અને જોરદાર બેટરી પેક સાથે આ સ્કુટરને કંપનીએ એકદમ એડવાન્સ અને મોર્ડન લુક આપ્યું છે. કંપનીએ આ સ્કુટરનું ઓફિશિયલ બુકિંગ શરૂ કરી દીધું છે અને ખાસ વાત એ છે કે, તેના માટે તમારે પૈસા પણ ખર્ચ કરવાની જરૂર નથી. તમે પૈસા આપ્યા વગર આ ઇલેક્ટ્રિક સ્કુટરનું બુકિંગ કરી શકો છો.
LML ઇમોશિસના પ્રબંધ નરિદ્શક યોગેશ ભાટિયાએ આ સ્કુટર વિશે વાત કરતા કહ્યું કે, અમે એક ફરી વાર સ્કુટર સ્પેસમાં એન્ટ્રી લઇ રહ્યા છીએ અને આ વખતે અમે ગ્રાહકો વચ્ચે ઇલેક્ટ્રિક અવતારમાં આવી રહ્યા છીએ. સ્કુટરનું બુકિંગ વિશે તેમણે કહ્યું કે, તમે વગર પૈસે જ કંપનીની ઓફિશિયલ વેબસાઇટ પરથી આ ઇલેક્ટ્રિક સ્કુટરને બુક કરાવી શકો છો. તેના માટે તમારે ઓફિશિયલ વેસાઇટ પર એક ફોર્મ ભરવું પડશે અને કંપની સ્કુટરના લોન્ચ વખતે આ ગ્રાહકો સાથે સૌથી પહેલા સંપર્ક કરશે.
કંપનીએ આ સ્કુટરને એકદમ ફ્યુચરિસ્ટિક ડિઝાઇન આપી છે, તેના કેટલાક ફીચર્સ એવા છે કે સામાન્ય સ્કુટરમાં પહેલી વખત જોવા મળે છે. કંપનીનું કહેવું છે કે, આ સ્કુટરને ઇટાલીમાં ડિઝાઇન કરવામાં આવ્યું છે, તેના ફ્રંટમાં LED DRL સાથે જ 360 ડિગ્રી કેમેરો પણ આપવામાં આવ્યો છે. તે સિવાય પ્રોજેક્ટર હેટલેમ્પને કંપનીએ એકદમ આકર્ષક રીતે પોઝીશન કર્યા છે.
કંપનીનું કહેવું છે કે, તેમાં આપવામાં આવેલો કેમેરો સ્કુટર માટે એક બ્લેક બોક્સની જેમ કામ કરે છે, જે ડ્રાઇવિંગના સમયે આગળ અને પાછળ આસપાસ થનારી ગતિવિધિઓનો રેકોર્ડ રાખે છે. ફીચર્સ તરીકે તેમાં એમ્બિયન્ટ લાઇટિંગ, ઇન્ટિગ્રેટેડ DRL, બેક લાઇટ અને ઇન્ડિકેટર્સ આપવામાં આવ્યા છે.
સેફ્ટી માટે, LML સ્કુટરમાં ABS, રિવર્સ પાર્ક અસિસ્ટ, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ અને ઘણું બધું આપવામાં આવ્યું છે. આ સ્કુટર દમદાર મોટર અને બેટરના કોમ્બિનેશન સાથે આવે છે. તેની મજબૂત રિમૂવેબલ બેટરી ફુટબોર્ડ પર લાગી છે, જેનાથી તમને સીટની નીચે પર્યાપ્ત સ્ટોરેજ સ્પેસ મળે છે. કંપનીનો દાવો છે કે, તેની સીટમાં બે ફુલ ફેસ હેલમેટ રાખી શકાય છે.
યોગેશ ભાટિયાએ કહ્યું કે, સપ્ટેમ્બર મહિના સુધી આ ઇલેક્ટ્રિક સ્કુટરને વેચાણ માટે લોન્ચ કરવામાં આવી શકે છે. જોકે, સ્કુટરની કિંમત અને ડ્રાઇવિંગ રેન્જ વિશે તેમણે કંઇ પણ કહેવા માટે ઇનકાર કર્યો છે. ભાટિયાએ કહ્યું કે, આ ઇન્ડસ્ટ્રીમાં સૌથી બેસ્ટ ડ્રાઇવિંગ રેન્જ આપશે અને તેની કિંમત પણ સસ્તી રાખવાનો પૂરો પ્રયાસ કરવામાં આવશે. LMLથી લોકો ભાવનાત્મક રૂપે જોડાયેલા છે અને આ વાતનો કંપની પૂરો ખ્યાલ રાખી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp