આ છે દુનિયાના સૌથી મોંઘા ઈયરફોન્સ, કિંમત જાણીને ઊડી જશે હોશ, આવી જાય એક કાર

શોખ મોટી વસ્તુ છે સાહેબ, આપણે વિચારીએ છીએ કે જો એક કરોડ મળી જાય તો જિંદગી આરામથી નીકળી જાય, પરંતુ શું તમને ખબર છે કે કેટલાક લોકોને મોંઘા હેડફોન રાખવાનું ઝનૂન હોય છે. આજ કારણ છે કે માર્કેટમાં લાખો કે કરોડો રૂપિયાના હેડફોન્સ પણ ઉપસ્થિત છે. દુનિયાનું સૌથી મોંઘો હેડફોન બિટ્સ પ્રો છે, જેની કિંમત 6.19 કરોડ રૂપિયા છે, તો આજે આપણે આ આર્ટિકલમાં એવા જ એક મોંઘા ઇયરફોન બાબતે વાત કરવાના છીએ.
Louis Vuitton પોતાની અસાધારણ ડિઝાઇન અને મોંઘી પ્રોડક્ટ્સના કારણે પ્રખ્યાત છે. આ એક ફ્રેંચ લક્ઝરી બ્રાન્ડ છે, જે બેગ, બેલ્ટ અને ક્લોદિંગ માટે પોપ્યુલર છે, પરંતુ આ આ લક્ઝરી કંપનીએ હવે ગેઝેટ્સની દુનિયામાં પણ એન્ટ્રી લઈ લીધી છે. Louis Vuittonના વાયરલેસ ઇયરફોન્સે ઈન્ટરનેટ પર યુઝર્સ વચ્ચે સનસની ફેલાવી દીધી છે. કારણ છે તેની કિંમત. તેને દુનિયાના સૌથી મોંઘા ઈયરફોન્સ કહેવામાં આવી રહ્યા છે. તેની કિંમત ટાટા નેનો કારથી પણ વધારે છે.
આપણે અહી વાત કરી રહ્યા છીએ Louis Vuitton Horizon Up Earphonesની. આ ઇયરફોન્સને આ વર્ષે માર્ચમાં રીલિઝ કરવામાં આવ્યા હતા. આ ગેઝેટને લઈને ઈન્ટરનેટ યુઝર્સ શોકમાં છે કેમ કે આ ડિવાઇસની કિંમ 1660 ડોલર એટલે કે 1,38,204 રૂપિયા છે. આ કિંમતમાં સુપર પ્રીમિયમ iPhone આવી જશે. ટાટા નેનો કાર પણ 1 લાખ રૂપિયામાં આવતી હતી.
આ છે ઇયરફોનની વિશેષતા:
આ ઇયરફોન્સને લાઇટવેટ એલ્યુમિનિયમ ફ્રેમ પર તૈયાર કરવામાં આવ્યા છે. સાથે જ અહી પોલિશ્ડ સફાયરની પરત પણ આપવામાં આવી છે. બાકી ફિચર્સની વાત કરીએ તો તેમાં એક્ટિવ નોઈસ કેન્સિલેશન અને બેકગ્રાઉન્ડ નોઈસ એલિમિનેટેડ માઇક્રોફોન્સ પણ આપવામાં આવ્યા છે. તેમાં યુઝર્સ એક વખત બે અલગ અલગ સોર્સિસ સાથે ઓડિયો સ્ટ્રીમ કરી શકે છે. તે 5 કલર ઑપ્શનમાં આવે છે. આ ગેઝેટની બેટરી લાઈફ 28 કલાકની છે. આ બેટરી સ્ટેનલેસ સ્ટીલ કેરી કેસ સાથે મળશે. જે પાવરબેંક તરીકે કામ આવશે. અહી સિગ્નેચર મોનોગ્રામને પણ બધી જગ્યાઓ પર જોઈ શકાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp