મારુતિ સુઝુકીની આ કાર બની સૌથી ઝડપથી વેચાનારી SUV

PC: twitter.com

Maruti Suzuki FRONXએ પેસેન્જર વ્હીકલ સેગમેન્ટમાં એક એવો બેન્ચમાર્ક સ્થાપિત કર્યો છે કે અત્યાર સુધી કોઈએ એવી ઊંચાઈ હાંસલ કરી નથી. જી હા, લોન્ચના માત્ર 10 મહિનાની અંદર 1 લાખ યુનિટ વેચાણનો આંકડો પાર કરીને કોન્ફરન્સે નવી લોન્ચ પેસેન્જર વ્હીકલ કેટેગરીમાં રેકોર્ડ બનાવી દીધો છે. Maruti Suzuki FRONXને 24 એપ્રિલ 2023ના રોજ લોન્ચ કરવામાં આવી હતી અને એ સમયે તેની શરૂઆતી એક્સ શૉરૂમ પ્રાઇઝ 7.46 લાખ રૂપિયા રાખવામાં આવી હતી.

Maruti Suzuki FRONXએ લોન્ચ બાદ જ માઇક્રો SUV સેગમેન્ટમાં પોતાની મજબૂત સ્થિતિ નોંધાવી. જો કે, ટાટા પંચ આ સેગમેન્ટમાં હંમેશાં Maruti Suzuki FRONXથી આગળ રહી. પરંતુ હ્યુન્ડાઇ એક્સ્ટર પણ Maruti Suzuki FRONXથી આગળ ન વધી શકી. Maruti Suzuki FRONXની સફળતાનું સૌથી મોટું કારણ તેનો પાવરફૂલ લુક, સ્ટાઇલિશ ડિઝાઇન અને લેટેસ્ટ ફીચર્સ છે. Maruti Suzuki FRONX પોતાના સેગમેન્ટમાં સૌથી આકર્ષક દેખાવ સાથે જ ફીચર લોડેડ પણ છે.

હાઇ ગ્રાઉન્ડ ક્લિયરેન્સ અને એડવાન્સ ટેક્નોલોજીથી લેસ Maruti Suzuki FRONXની એવરેજ 10 હજાર યુનિટ દર મહિને વેચાઈ રહ્યા છે. Maruti Suzukiમાં માર્કેટિંગ અને સેલ્સના સીનિયર એક્ઝિક્યુટિવ ઓફિસર શશાંક શ્રીવાસ્તવે Maruti Suzuki FRONXની એક લાખ યુનિટના વેચાણના અવસર પર કહ્યું કે, કોમ્પેક્ટ SUVની વધતી ડિમાન્ડને જોતા અમે રણનીતિક રૂપે Maruti Suzuki FRONXને પોતાના પોર્ટફોલિયોમાં સામેલ કરી હતી અને Maruti Suzuki FRONXના એટલા જલદી 1 લાખ યુનિટ સેલ જોઈને અમને લાગી રહ્યું છે કે આ SUVથી ગ્રાહક કનેક્ટ થયા છે.

Maruti Suzukiના અધિકારી લાંબા સમયથી Maruti Suzuki FRONXને ટ્રેન્ડસેટર બતાવી રહ્યા છે અને આ SUVએ એ સાબિત પણ કરી દેખાડ્યું છે. Maruti Suzuki FRONXની 90,000 યુનિટ અત્યાર સુધી એક્સપોર્ટ થઈ ચૂકી છે અને આ માઇક્રો SUVની લેટિન અમેરિકા, મિડલ ઈસ્ટ અને સાઇથ-ઈસ્ટ એશિયન માર્કેટમાં સારી ડિમાન્ડ છે. ડોમેસ્ટિક માર્કેટમાં Maruti Suzuki FRONXનું કુલ વેચાણમાં ઓટોમેટિક વેરિયન્ટ્સના શેર 24 ટકા છે. Maruti Suzuki FRONXના 1.0 લીટર બુસ્ટરજેટ એન્જિનથી લેસ વેરિયન્ટ્સની સારી ડિમાન્ડ છે.

ઉલ્લેખનીય છે કે Maruti Suzuki FRONXએ સિગ્મા, ડેટ્લા, ડેલ્ટા પ્લસ, જીટા અને આલ્ફા ટ્રિમમાં કુલ 14 વેરિયન્ટ છે, જેની  એક્સ શૉરૂમમાં પ્રાઇઝ 7.46 લાખ રૂપિયાથી શરૂ થઈને 13.13 લાખ રૂપિયા સુધી જાય છે. અહી બતાવવું જરૂરી છે કે, Maruti Suzuki FRONX પેટ્રોલ સાથે CNG ઑપ્શનમાં પણ છે અને Maruti Suzuki FRONX CNGની એવરેજ બેસ્ટ ઇન ક્લાસ છે જે 28.51 કિમી પ્રતિ કિગ્રા સુધી છે. આ SUVમાં 9 ઈંચની HD સ્માર્ટપ્લે પ્રો પ્લસ ઇન્ફૉટેનમેન્ટ સિસ્ટમ, વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે, ટર્ન બાય ટર્ન નેવિગેશન, હેડ અપ ડિસ્પ્લે, 360 ડિગ્રી કેમેરા, વાયરલેસ ચાર્જર સહત ઘણી બધી વિશેષતાઓ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp