Maruti Suzukiએ Futuro-E coupe SUV કન્સેપ્ટની બતાવી ઝલક, જાણો શું છે તેમા ખાસ

PC: twimg.com

Maruti Suzuki પોતાની Futuro-E electric SUVના કોન્સેપ્ટને આ વર્ષે ઓટો એક્સ્પોમાં રજૂ કરવા જઈ રહી છે. જે ભારતમાં 5 ફેબ્રુઆરી, 2020એ શરૂ થવા જઈ રહ્યો છે. Maruti Suzukiના આ કોન્સ્પેટને ઈલેક્ટ્રિક ઓટોમોબાઈલનું આવનારું ભવિષ્ય માનવામાં આવી રહ્યું છે. Maruti Suzukiએ આજે આ કારની ટીઝર ઈમેજ લોન્ચ કરી છે, ટીઝરને જોતા લાગી રહ્યું છે કે, SUV-Coupe designની કાર ભવિષ્યમાં આવનારી આ ઈ-કાર છે, જે મેન્યુફેક્ચરર આવનારા સમયમાં લોન્ચ કરી શકે છે.

આ કારની ટીઝર ઈમેજમાં ફ્રન્ટમાં શાર્પ હેડલેમ્પ દેખાઈ રહ્યા છે અને પાછળની તરફ ટેલ લેમ્પ પણ દેખાઈ રહ્યા છે, જે કારને ખૂબ જ સારો લુક આપી રહ્યા છે. કંપની આવી જ રીતે નવી અને શાનદાર ડિઝાઈન આવનારી પેઢી માટે બનાવવામાં આવશે. સાથે જ આ કાર કોન્સેપ્ટથી Maruti Suzukiના ઈન્ડિયન ઓટોમોબાઈલ માર્કેટના વિઝન અંગે જાણકારી મળે છે.

ગ્રાહકોને FUTURO-eના આ કોન્સ્પ્ટ વિશે જણાવતા Maruti Suzukiના સીનિયર એક્ઝીક્યુટિવ ડિરેક્ટર સી. વી. રમને જણાવ્યું હતું કે, FUTURO-e કોન્સેપ્ટની સાથે Maruti Suzukiનો દાવો છે કે, ટૂંક સમયમાં જ એવી કાર બનાવવામાં આવશે જેને વધુમાં વધુ યુવાઓ પસંદ કરશે અને આ નવી FUTURO-eને કંપનીએ આવનારા સમયની ડિઝાઈન સ્ટ્રેટજી તરીક માનવામાં આવી રહી છે. તેમાં ગ્રાહકોને સારી લાઈટિંગ સિસ્ટમ મળશે, જેનાથી ઓછી એનર્જીનો ઉપયોગ થશે. હાલ આ કોન્સેપ્ટની ડિટેલ સ્પષ્ટ નથી.

જણાવી દઈએ કે, Maruti Suzukiએ હજુ સુધી કોઈ ઈલેક્ટ્રિક કાર લોન્ચ નથી કરી, આથી કંપનીને પોતાની Futuro-e કારથી ઘણી આશાઓ છે. જોકે, કાર નિર્માતા કંપની નવી WagonR EVને આ વર્ષે લોન્ચ કરવા જઈ રહી છે, પરંતુ શરૂઆતમાં આ કાર માત્ર ફ્લીટ કાર ઓનર્સ માટે જ બજારમાં આવશે. ત્યારબાદ આ કાર પ્રાઈવેટ વાહનોના ઉપયોગ માટે લોન્ચ કરવામાં આવશે. આ સાથે જ Maruti Suzuki આ વર્ષે પોતાના ઘણા નવા મોડલ્સ બજારમાં ઉતારશે, જેમાં પેટ્રોલ પાવરથી ચાલતી Vitara Brezza, S-Cross જેવી કારો સામેલ છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp