મારુતિ સુઝુકીની આ SUVની જોરદાર બુકિંગ, લોકો કરી રહ્યા છે આ કારની ખૂબ ખરીદી

PC: spinny.com

ઓટો એક્સપો 2023માં અનવીલ કર્યા બાદ મારુતિ સુઝુકીએ 7 જૂન 2023ના રોજ દેશમાં 5 ડૉર જિમ્ની (Jimny) લોન્ચ કરી હતી. ત્યારબાદ SUVને ભારતીય બજારમાં સારી એવી બુકિંગ મળી રહી છે. SUV લવર્સ અને જિમ્નીની લોકપ્રિયતાના કારણે આ SUVને લોકો પાસેથી શાનદાર પ્રતિક્રિયાઓ મળી રહી છે. આ 5 ડૉર ઓફ રોડિંગ SUVમાં ચાર લોકો બેસી શકે છે. ભારતમાં તેની કિંમત 12.74 લાખ (એક્સ શૉરૂમ) રૂપિયાથી શરૂ થાય છે.

સપ્ટેમ્બર 2023 સુધી જિમ્નીની વર્તમાન ઓપન બુકિંગ 10 હજાર યુનિટથી વધુ છે. દર મહિને માત્ર આ જ SUVની 3,500 કરતા વધુની બુકિંગ થઈ રહ્યું છે. તેનું ગ્રાઉન્ડ ક્લિયરેન્સ 210 મિલીમીટર છે. તો તેનું બૂટ સ્પેસ 208 લીટરનું છે જેને પાછળની સીટોને ડાઉન કરીને 332 લીટર સુધી વધારી શકાય છે. આ ઓફ રોડિંગ કારમાં 9 ઈંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો અને એપલ કાર પ્લે કનેક્ટિવિટી, ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ અને ક્રૂઝ કંટ્રોલ જેવા શાનદાર ફીચર્સ મળે છે.

તો જો આપણે સેફ્ટી ફિચર્સની વાત કરીએ તો તેમાં 6 એરબેગ, EBD સાથે ABS, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ (ESP), હિલ હોલ્ડ આસિસ્ટ અને રિયરવ્યૂ કેમેરા જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. 5 ડોરવાળી આ SUV બે ટ્રાન્સમિશન ઑપ્શનમાં જેતા અને આલ્ફા નામના બે વેરિયન્ટમાં રજૂ કરવામાં આવી છે. ગ્રાહક જિમ્નીનેને 5 મોનોટોન અને એક ડબલ ટોન કલર ઑપ્શનમાંથી પસંદ કરી શકો છો. તેમાં ગ્રેનાઇટ ગ્રે, નેક્સા બ્લૂ, બ્લૂશ બ્લેક, સિઝલિંગ રેડ અને પર્લ આર્કટિક વ્હાઇટ કલર ઓપ્શન સામેલ છે. બીજી તરફ બ્લૂ બ્લેક રૂફ સાથે કાઈનેટિક યલો અને સિઝલિંગ રેડ અને પર્લ આર્કટિક વ્હાઇટ કલર ઓપ્શન સામેલ છે.

લેડર ફ્રેમ ચેસિસ પર બનેલી જિમ્નીમાં 1.5 લીટર K15B પેટ્રોલ એન્જિન મળે છે, જે 103 bhpનો પાવર અને 134 Nmનો ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે. તે 5 સ્પીડ મેન્યૂઅલ કે 4 સ્પીડ ટોર્ક કન્વર્ટર સાથે આવે છે. ઓછા રેન્જ ગિયરબોક્સ સાથે મારુતિ ઓલગ્રીપ પ્રો 4x4 સિસ્ટમના માધ્યમથી બધા ચારે વ્હીલ્સને પાવર મળે છે. તેના પેટ્રોલ MT વેરિયન્ટની એવરેજ 16.94 કિલોમીટર પ્રતિ લીટર છે અને પેટ્રોલ ATની એવરેજ 16.39 કિલોમીટર પ્રતિ લીટર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp