ગુજરાતમાં બનશે આ કંપનીની પહેલી EV, બીજા પ્લાન્ટ માટે આટલા કરોડનું રોકાણ

PC: business-standard.com

દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ ગુજરાતમાં ફરી એક વખત મોટું રોકાણ કરવાની જાહેરાત કરી છે. ગાંધીનગરમાં ચાલી રહેલા 10માં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) દરમિયાન મારુતિ સુઝુકીએ જાહેરાત કરી છે કે ગુજરાતમાં પોતાનો બીજો પ્લાન્ટ બનાવવા માટે 35,000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. કંપનીનું લક્ષ્ય વર્ષ 2030-31 સુધી વાર્ષિક ઉત્પાદન ક્ષમતાને 40 લાખ યુનિટ કરતા વધારે વધારવાની છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં સુઝુકી મોટર કોર્પોરેશન (SMC)ના અધ્યક્ષ, તોશીહિરો સુઝુકીએ આજે રાજ્યમાં બે પ્રમુખ રોકાણોની જાહેરાત કરી.

તેમણે કાર્યક્રમ દરમિયાન બોલતા કહ્યું કે, પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતા 10 લાખ યુનિટ પ્રતિ વર્ષ હશે. અમે ગુજરાતમાં બીજા કાર પ્લાન્ટના નિર્માણ માટે 35,000 કરોડ રૂપિયાનું રોકાણ કરીશું, જે પ્રતિ વર્ષ 10 લાખ યુનિટનું ઉત્પાદન કરશે. નવો પ્લાન્ટ નાણાકીય વર્ષ 2028-29માં કાર્યરત થવાની આશા છે. જો કે, અત્યારે કંપનીના પ્લાન્ટની જગ્યા કે પછી અહી કયા મોડલોનું પ્રોડક્શન થશે તેની બાબતે કોઈ જાણકારી શેર કરી નથી. તેની બાબતે કંપનીનું કહેવું છે કે સમય આવવા પર કહેવામાં આવશે. આ નવા પ્લાન્ટની શરૂઆત સાથે ગુજરાતમાં વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 20 લાખ યુનિટ હશે.

તોશીહિરો સુઝુકીએ કહ્યું કે, મેન્યૂફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મજબૂત નેતૃત્વ અને સતત સમર્થન હેઠળ ભારતીય ઑટોમોબાઇલ બજાર સતત વિસ્તાર કરી રહ્યો છે. તેના પરિણામ સ્વરૂપ ભારતનો ત્રીજો સૌથી મોટો ઑટોમોબાઇલ બજાર બની ગયું છે. અમે ભારતમાં વ્હીકલ પ્રોડક્શનમાં પણ ખૂબ વૃદ્ધિ કરી છે. છેલ્લા 10 વર્ષ અગાઉની તુલનામાં અમે ચાલુ નાણાકીય વર્ષમાં વાહન ઉત્પાદનમાં 1.7 ગણા અને નિકાસ વેચાણમાં 2.6 ગણાની આશા છે. સુઝુકી ગ્રુપની પહેલી બેટરી ઇલેક્ટ્રિક વાહન (BEV) આ વર્ષના અંત સુધીમાં સુઝુકી મોટર ગુજરાતથી કાઢવામાં આવશે. અમે આ ઇલેક્ટ્રિક કારને ન માત્ર ભારતમાં રજૂ કરીશું, પરંતુ તેને અન્ય દેશોમાં નિકાસ કરવામાં આવશે.

એ સિવાય સુઝુકીએ કહ્યું કે, ભારતમાં ઇલેક્ટ્રિક કારોનું ઉત્પાદન વધારવા માટે સુઝુકી ગ્રુપ એક નવી ચોથી પ્રોડક્શન લાઇન જોડવા માટે સુઝુકી મોટર ગુજરાતમાં 3200 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. જે પ્રતિ વર્ષ 2.5 લાખ યુનિટ્સનું ઉત્પાદન કરશે. તેનાથી સુઝુકી મોટર ગુજરાતની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 7.5 લાખથી વધારીને 10 લાખ યુનિટ થઈ જશે. ઉલ્લેખનીય છે કે સુઝુકીએ ગયા વર્ષે ઓટો એક્સપો દરમિયાન પોતાની ઇલેક્ટ્રિક કાર Maruti Suzuki eVXને શોકેસ કરી હતી. આ સમયે કંપનીએ તેના કોન્સેપ્ટ મોડલથી પરદો ઉઠાવ્યો હતો. હવે આ ઇલેક્ટ્રિક કારના પ્રોડક્શનને લઈને કંપની મોટી તૈયારી કરી રહી છે. સંભવતઃ આ કાર સિંગલ ચાર્જમાં 550 કિમીની રેન્જ આપશે.

કહેવામાં આવી રહ્યું છે કે ચોથી પ્રોડક્શન લાઇનને નાણાકીય વર્ષ 2026-27માં શરૂ કરી શકાય છે. સુઝુકીએ કહ્યું કે જ્યાં સુધી ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનમાં કમીનો સવાલ છે, ગ્રુપ મલ્ટી પાથવે દૃષ્ટિકોણ પર ધ્યાન કેન્દ્રિત કરશે. તેનો અર્થ સ્પષ્ટ છે કે મારુતિ સુઝુકી આવવાના સમયમાં પારંપરિક પેટ્રોલ એન્જિનથી ચાલતી કરો સિવાય અન્ય વૈકલ્પિક ઉર્જા સ્ત્રોતો જેમ CNG, બાયોગેસ, બાયોએથેનોલ, ઇલેક્ટ્રિક અને હાઈડ્રોજન વગેરેથી ચાલતી કારો પર પણ ફોકસ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp