મોબાઇલ નંબર પોર્ટ કરવો છે, થોડી રાહ જુઓ, ઝડપી થશે

PC: digit.in

ભારતમાં મોબાઇલ સર્વિસ પ્રોવાઇડ કરતી સેવાઓ માટે નહીં પણ મોબાઇલ ફોનના ગ્રાહકો માટે ખુશીના સમાચાર આવી રહ્યાં છે. કેન્દ્ર સરકારે કહ્યું છે કે પોર્ટેબિલિટીની પદ્ધતિમાં ઘણાં બદલાવ કરવામાં આવશે.

કેન્દ્રની ટેલિકોમ નિયામક ટ્રાઇએ કહ્યું છે કે પોર્ટેબિલિટીની હાલની પદ્ધતિમાં બદલાવ આવી શકે છે જેનો લાભ એમએનપીનો લાભ ઉઠાવવા માગતા ગ્રાહકોને થઇ શકે છે. આ પદ્ધતિ એવી છે કે ગ્રાહકને કોઇ ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડરનો પ્લાન પસંદ ન હોય તો તે બીજા સર્વિસ પ્રોવાઇડર પાસે જઇ શકે છે અને તે પણ તેનો નંબર બદલ્યા વિના જઇ શકે છે.

ભારતીય ટેલિકોમ રેગ્યુલેટર બોડી ટ્રાઇના ચેરમેન આર.એસ. શર્માએ કહ્યું હતું કે, 'ટ્રાઈ આ મહિનાના અંત સુધીમાં આ મુદ્દે એક ભલામણ પત્ર જાહેર કરશે.' આ માટેનું કારણ જણાવતા તેમણે કહ્યું હતું કે 'અમારો ઉદ્દેશ્ય સમગ્ર MNP પ્રક્રિયામાં લાગતા સમયને ઓછો કરવો અને ગ્રાહકને વધુ સહેલી પ્રક્રિયા આપવાનો છે.'

શર્માએ કહ્યું કે, 'હાલની MNP પ્રક્રિયાને વધુ ઝડપી બનાવવા અમે પરામર્શ પત્ર લાવી રહ્યા છીએ. જેના દ્વારા એક કંપનીમાંથી બીજી કંપનીમાં નંબર પોર્ટ કરવાની સુવિધાને વધુ સુદ્રઢ અને ફાસ્ટ બનાવાશે. આ મહિનાના અંત સુધીમાં અમે આ કામ પૂર્ણ કરી દઇશું.'

ટ્રાઇ દ્વારા તાજેતરમાં જ MNPના ચાર્જિસમાં ધરખમ ઘટાડો કરાય છે. ટ્રાઇ તાજેતરમાં જ MNPના ચાર્જિસમાં 79%નો ઘડાડો કરી તેના વધુમાં વધુ ચાર્જ ચાર રૂપિયા કરી દીધો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp