Moto Edge 50 Pro 5G, પહેલો AI ફોન ભારતમાં લોન્ચ,125W ચાર્જિંગ-50MP સેલ્ફી કેમેરા

PC: haribhoomi.com

Motorolaએ ભારતીય માર્કેટમાં નવો સ્માર્ટફોન લૉન્ચ કરી દીધો છે, જે સામાન્ય લોકો ખરીદી શકે તેવા મિડ-રેન્જ બજેટમાં આવે છે. આ ફોનમાં કંપનીએ Qualcomm Snapdragon 7 Gen 3 પ્રોસેસર, 50MPનો સેલ્ફી કેમેરા અને 125W ફાસ્ટ ચાર્જિંગ આપ્યું છે. સ્માર્ટફોનમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ ઉપલબ્ધ છે. તેને બે કન્ફિગરેશનમાં લોન્ચ કરવામાં આવ્યું છે.

મોટોરોલાએ ભારતમાં પોતાનો નવો સ્માર્ટફોન Edge 50 Pro લોન્ચ કર્યો. આ કંપનીનો Edge 50 સિરીઝનો પહેલો ફોન છે. બ્રાન્ડે આ હેન્ડસેટમાં Qualcomm Snapdragon 7 Gen 3 પ્રોસેસર આપ્યું છે. આમાં તમને પાવરફુલ કેમેરા, પાવરફુલ બેટરી અને બીજા અન્ય ફીચર્સ મળે છે.

બજારમાં, આ ફોન OnePlus Nord CE4 5G, Realme 12 Pro+ 5G અને અન્ય ફોન સાથે સીધો ટક્કર આપશે, જે 30 હજાર રૂપિયાના બજેટમાં આવે છે. ચાલો જાણીએ આ ફોનની કિંમત અને તેમાં તમને મળનારી વિશેષ સુવિધાઓ.

કંપનીએ Moto Edge 50 Proને રૂ. 31,999ની શરૂઆતી કિંમતે લોન્ચ કર્યો છે. આ કિંમત ફોનના 8GB RAM + 256GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે છે. પ્રારંભિક ઓફર હેઠળ તેના પર 2000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે, ત્યારપછી તેની કિંમત 29,999 રૂપિયા થઈ જશે.

જ્યારે સ્માર્ટફોનનો 12GB RAM + 256GB સ્ટોરેજ વેરિઅન્ટ 35,999 રૂપિયામાં આવે છે, જેને તમે ઉપરોક્ત ઓફર હેઠળ 33,999 રૂપિયામાં ખરીદી શકો છો. આ વેરિઅન્ટ સાથે કંપની 125W ચાર્જર આપી રહી છે. Motorola આ ફોન સાથે HDFC કાર્ડ પર 2500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. તેનું વેચાણ 8મી એપ્રિલથી ફ્લિપકાર્ટ પર શરૂ થશે.

Moto Edge 50 Proમાં, કંપનીએ 6.7-ઇંચની pOLED ડિસ્પ્લે આપી છે, જે 144Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. સ્માર્ટફોનની પીક બ્રાઇટનેસ 2000 Nitsની છે. ઉપકરણ Qualcomm Snapdragon 7 Gen 3 પ્રોસેસર પર કામ કરે છે. તેમાં 12GB રેમ અને 256GB સ્ટોરેજ મળે છે.

હેન્ડસેટ એન્ડ્રોઇડ 14 પર આધારિત Hello UI પર કામ કરે છે. કંપની તેને ત્રણ એન્ડ્રોઇડ અપડેટ્સ અને ચાર વર્ષની સુરક્ષા અપડેટ્સ આપશે. ઓપ્ટિક્સ વિશે વાત કરીએ તો, ફોનમાં 50MP પ્રાથમિક કેમેરા, 13MP અલ્ટ્રા વાઇડ એંગલ લેન્સ અને ટેલિફોટો લેન્સ છે.

કંપનીએ ફ્રન્ટમાં 50MP સેલ્ફી કેમેરો આપ્યો છે. ઉપકરણને પાવર કરવા માટે, 4500mAh બેટરી આપવામાં આવી છે. ફોન 125W ચાર્જિંગ, 50W ટર્બો પાવર વાયરલેસ ચાર્જિંગ અને 10W રિવર્સ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે. તમે તેને ત્રણ રંગના વિકલ્પોમાં ખરીદી શકો છો- મૂનનાઇટ પર્લ, લક્સ લવંડર અને બ્લેક બ્યૂટી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp