Moto G04s ભારતમાં લોન્ચ, 50MP કેમેરા અને 5000mAh બેટરી, કિંમત બસ આટલા રૂપિયા

PC: timesnowhindi.com

Motorolaએ ભારતમાં Moto G04s લોન્ચ કર્યો છે, જે એન્ટ્રી લેવલ સ્માર્ટફોન છે. આ ફોન 7 હજાર રૂપિયાથી ઓછી કિંમતે લોન્ચ કરવામાં આવ્યો છે, જેને તમે ફ્લિપકાર્ટ અને અન્ય પ્લેટફોર્મ પરથી ખરીદી શકો છો. તેમાં 50MP કેમેરા અને 5000mAh બેટરી છે. ચાલો જાણીએ તેની વિગતો.

મોટોરોલાએ ભારતમાં પોતાનો નવો સ્માર્ટફોન લોન્ચ કરી દીધો છે. બ્રાન્ડે એન્ટ્રી લેવલ ડિવાઇસ લોન્ચ કર્યું છે. કંપનીએ ભારતમાં Moto G04s લૉન્ચ કર્યા છે, જે થોડા સમય પહેલા લૉન્ચ થયેલા Moto G04નું અપગ્રેડ છે. તેમાં UniSoC T606 પ્રોસેસર ઉપલબ્ધ છે.

આ હેન્ડસેટ 5000mAh બેટરી અને 15W ચાર્જિંગ સાથે આવે છે. તેમાં સિંગલ રિયર કેમેરા છે. કંપનીએ તેને સિંગલ રેમ અને સ્ટોરેજ કન્ફિગરેશનમાં લોન્ચ કર્યું છે. તમે જાણી લો આ ફોનની કિંમત અને અન્ય વિગતો.

મોટોરોલાનો આ ફોન 6,999 રૂપિયાની કિંમતે લોન્ચ કરવામાં આવ્યો છે. આ કિંમત ફોનના 4GB RAM + 64GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે છે. Moto G04s સ્માર્ટફોનનું વેચાણ 5 જૂને શરૂ થશે.

તમે તેને ફ્લિપકાર્ટ, મોટોરોલાની સત્તાવાર વેબસાઇટ પરથી અને રિટેલ સ્ટોર્સ પરથી પસંદ કરી ખરીદી શકશો. બ્રાન્ડે Moto G04sને ચાર કલર વિકલ્પોમાં લૉન્ચ કર્યા છે, Concord Black, Sea Green, Stain Blue અને Sunrise Orange.

Moto G04sમાં 6.56-ઇંચની IPS LCD ડિસ્પ્લે છે, જે 90Hz રિફ્રેશ રેટ સપોર્ટ સાથે આવે છે. સ્ક્રીનને સુરક્ષિત રાખવા માટે કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 3 પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. તેમાં UniSoC T606 પ્રોસેસર ઉપલબ્ધ છે.

ઉપકરણ 4GB રેમ અને 64GB સ્ટોરેજ સાથે આવે છે. ફોનના સ્ટોરેજને માઇક્રો SD કાર્ડની મદદથી 1TB સુધી વધારી શકાય છે. ઓપ્ટિક્સ વિશે વાત કરીએ તો, ફોનમાં 50MP મુખ્ય લેન્સ સાથેનો કેમેરો છે, જે LED ફ્લેશ સાથે આવે છે.

ફ્રન્ટમાં, કંપનીએ 5MP સેલ્ફી કેમેરા આપ્યો છે. Moto G04sને પાવર આપવા માટે, 5000mAh બેટરી આપવામાં આવી છે, જે 15W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. સુરક્ષા માટે ફોનમાં સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. તેમાં 3.5mm ઓડિયો જેક, Type-C ચાર્જિંગ પોર્ટ અને IP52 રેટિંગ મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp