Moto G6, Moto G6 Plus અને Moto G6 Play થયા લોન્ચ, જાણો ફીચર્સ અને કિંમત

PC: youtube.com

Motorolaએ પોતાના નવા સ્માર્ટફોન Moto G6, Moto G6 Plus અને Moto G6 Play લોન્ચ કર્યા છે. આ નવા સ્માર્ટફોનમાં મોટી સ્ક્રીન, ઝડપી પ્રોસેસર અને વધારે રેમની સાથે Moto G6 Plus સૌથી પ્રિમીયમ છે. ત્યારે Moto G6 અને Moto G6 Playમાં ડિસપ્લે સાઈઝ અને રેમ સરખી છે પરંતુ બેટરીની ક્ષમતા, કેમેરા અને પ્રોસેસરના મામલે તેમાં ફરક છે.

Motoના નવા સ્માર્ટફોન Moto G6ની કિંમત 249 ડોલર(16500 રૂપિયા), Moto G6 Plus 299 યુરો(24,350 રૂ.) અને Moto G6 Playમાં 199 ડોલર(13000 રૂ.) રાખવામાં આવી છે. ફોનના સ્પેશિફીકેશનની વાત કરીએ તો Moto G6 Plusમાં 5.93 ઈંચનું ડિસપ્લે છે, જેનો એસ્પેક્ટ રેશિયો 18:9 છે. સ્ક્રીન રિઝોલ્યુશન ફૂલ એચડી+ છે. સ્માર્ટફોન એન્ડ્રોઈડ 8.0 ઓરિયો પર ચાલશે અને ડ્યૂઅલ સીમને સપોર્ટ કરે છે. ફોનમાં 2.2 ગીગાહર્ટ્સ ઓક્ટા કોર સ્નેપ ડ્રેગન 630 પ્રોસેસર અને ગ્રાફિક્સ માટે એડ્રેનો 508 જીપીયુ આપવામાં આવ્યું છે. ફોનના કેમેરાની વાત કરીએ તો તેમાં 78 ડિગ્રી લેન્સ અને અપાર્ચર f/1.7ની સાથે 12 મેગાપિક્સેલ પ્રાઈમરી સેન્સર અને 79 ડિગ્રી લેન્સ, અપાર્ચર  f/2.2ની સાથે 5 મેગાપિક્સેલ સેકન્ડરી સેન્સર છે. ફોનમાં 80 ડિગ્રી લેન્સ અને અપાર્ચર f/2.2ની સાથે 8 મેગાપિક્સેલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.

Moto G6ના સ્પેશિફીકેશનની વાત કરીએ તો નવા હેન્ડસેટમાં 5.7 ઈંચની ફૂલ એચડી+ સ્ક્રીન આપવામાં આવી છે. સ્માર્ટફોનમાં 1.8 ગીગાહર્ટ્સ ઓક્ટા-કોર સ્નેપડ્રેગન 450 પ્રોસેસર અને ગ્રાફિક્સ માટે એડ્રેનો 506 જીપીયુ છે. ફોનમાં 3 GB રેમ છે અને આ ફોન સ્ટોક એન્ડ્રોઈડ 8.0 ઓરિયો પર ચાલે છે. ફોનમાં 76 ડિગ્રી લેન્સ , અપાર્ચર  f/1.8ની સાથે 12 મેગાપિક્સેલના પ્રાઈમરી કેમેરો છે, જ્યારે 5 મેગાપિક્સેલનો સેકન્ડરી કેમેરો 79 ડિગ્રી લેન્સ અને અપાર્ચર f/2.2ની સાથે આવે છે. આ ફોનમાં 32 GB ઈનબીલ્ટ સ્ટોરેજ છે, જેને 128 GB સુધી એક્સપાન્ડ કરી શકાય છે.

Moto G6 Playની વાત કરીએ તો તેમાં 5.7 ઈંચની ફૂલ એચડી+ ડિસપ્લે સ્ક્રીન આપવામાં આવી છે, જે સ્ટોક એન્ડ્રોઈડ 8.0 ઓરિયો, ડ્યુઅલ સીમ સપોર્ટની સાથે ફોનમાં 1.4 ગીગાહર્ટ્સ ઓકટા-કોર સ્નેપડ્રેગન 430 પ્રોસેસર અને એડ્રોનો 505 જીપીયુ છે. ફોનમાં 3 GB રેમ અને 32 GB ઈનબીલ્ટ સટોરેજનો ઓપ્શન મળશે. ફોનના રિયર કેમેરામાં અપાર્ચર f/2.0ની સાથે 13 મેગાપિક્સેલનો રિયર કેમેરો છે, જ્યારે 80 ડિગ્રી લેન્સ, અપાર્ચર f/2.2 અને સેલ્ફી ફ્લેશની સાથે 8 મેગાપિક્સેલ સેન્સર આપવામાં આવ્યું છે.

Moto G6, Moto G6 Plusમાં આગળની તરફ ડિસપ્લેની નીચે ફિંગર પ્રિન્ટ સેન્સર છે, જ્યારે Moto G6 Playમાં રિયર પર કંપનીના લોગોમાં ઈન્ટીગ્રેટ કરવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp