ટૂંક સમયમાં લોન્ચ થશે Motorolaનો પહેલો પોપઅપ સેલ્ફી કેમેરા ફોન, જાણો તેના ફીચર્સ

PC: androidauthority.net

જો તમે પણ Motorolaના પોપઅપ કેમેરાવાળા ફોનની રાહ જોઈ રહ્યા હો, તો તમારા માટે એક સારા સમાચાર છે. Motorolaનો પહેલો પોપઅપ કેમેરાવાળો સ્માર્ટફોન Motorola One Hyper ટૂંક સમયમાં લોન્ચ થવા જઈ રહ્યો છે. Motorola One Hyperના લોન્ચિંગ ઈવેન્ટનું આયોજન બ્રાઝિલમાં કરવામાં આવ્યું છે.

Motorola One Hyperના સ્પેસિફિકેશનની વાત કરીએ તો તે અંગે હજુ સુધી કોઈ આધિકારીક જાણકારી આપવામાં આવી નથી. પરંતુ રિપોર્ટ્સ અનુસાર, આ ફોનમાં 32 મેગાપિક્સલનો પોપઅલ સેલ્ફી કેમેરો હશે. આ ફોનમાં 64 મેગાપિક્સલનો મેઇન કેમેરો અને 8 મેગાપિક્સલનો બીજો કેમેરો હશે.

આ ઉપરાંત, આ ફોનમાં ક્વાલકોમનું સ્નેપડ્રેગન 675 પ્રોસેસર મળશે. કિંમતના મામલામાં Motorola One Hyperની સીધી ટક્કર Vivo V15 Pro, Realme X અને Redmi 20 જેવા પોપઅપ સેલ્ફી કેમેરાવાળા ફોનની સાથે થશે.

Motorola One Hyperના સંભવિત સ્પેસિફિકેશનની વાત કરીએ તો તેમાં ફુલ HD+ ડિસ્પ્લે મળશે. આ ઉપરાંત, તેમાં 4GB રેમ અને 128GB સુધી સ્ટોરેજ મળશે, જેને તમે મેમરી કાર્ડની મદદથી વધારી શકાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp