Motorola Edge 50 Neo લોન્ચ, પાણીમાં પણ કરે છે કામ, જાણી કિંમત અને ફીચર્સ
Motorola Edge 50 Neo ભારતમાં લોન્ચ કરી દેવામાં આવ્યો છે. તમે તેને ફ્લિપકાર્ટ પરથી પણ ખરીદી શકો છો. આ ફોનમાં ટેલિફોટો કેમેરા આપવામાં આવ્યો છે, તે પાણીમાં પણ કામ કરે છે, અને ધૂળથી પણ બચાવે છે. તેનું ડિસ્પ્લે પણ એકદમ સારું છે, સ્ટીરિયો સ્પીકર્સ અને અન્ય ઘણા બધા ફીચર્સ ઉપલબ્ધ છે.
Motorola નામની કંપનીએ ભારતમાં પોતાનો નવો ફોન લોન્ચ કર્યો છે, જેનું નામ Moto Edge 50 Neo છે. આ ફોન ભારતમાં લગભગ 30,000 રૂપિયામાં ઉપલબ્ધ થશે. યુરોપમાં તેની કિંમત EUR 499 (યુરો) (અંદાજે 46,000 ભારતીય રૂપિયા) છે, તમે તેને ફ્લિપકાર્ટ પરથી પણ ખરીદી શકો છો. આ ફોનમાં ટેલિફોટો કેમેરા પણ છે, તે પાણીમાં પણ કામ કરે છે, તેમાં સારું ડિસ્પ્લે પણ આપવામાં આવ્યું છે, સ્ટીરિયો સ્પીકર્સ અને ઘણા બધા ફીચર્સ છે. આવો આપણે વિગતવાર જાણીએ….
Moto Edge 50 Neoની કિંમત 23,999 રૂપિયા છે. આ ફોનમાં 8GB રેમ અને 256GB સ્ટોરેજ છે. આ ફોનનું વેચાણ ફ્લિપકાર્ટ પર 16 સપ્ટેમ્બરે સાંજે 7 વાગ્યે શરૂ થઇ જશે. જો તમે HDFC બેંક ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો, તો તમને 1000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ મળશે. આ ફોન ચાર અલગ-અલગ રંગોમાં ઉપલબ્ધ થશે, નોટિકલ બ્લુ, લાટે, ગ્રીસાઇલ અને પોઇન્સિયાના. આ પ્રીમિયમ ફોનનો લુક અને ડિસ્પ્લે પણ લોકોને આકર્ષિત કરે તેવો છે.
Moto Edge 50 Neoમાં 6.4 ઈંચની ડિસ્પ્લે છે. આ ડિસ્પ્લેની ગુણવત્તા ઘણી સારી છે. તેનો રિફ્રેશ રેટ 120 Hz છે અને તેની બ્રાઈટનેસ 3,000 nits છે. આ ફોનમાં MediaTek ડાયમેન્શન 7300 ચિપસેટ છે. આ ફોનમાં 5 વર્ષ સુધી અપડેટ્સ આપવામાં આવશે.
Moto Edge 50 Neoમાં ત્રણ કેમેરા છે. પાછળની બાજુએ 50-મેગાપિક્સલનો મુખ્ય કૅમેરો, 13-મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ કૅમેરો અને 10-મેગાપિક્સલનો ટેલિફોટો કૅમેરો છે. ફ્રન્ટમાં 32 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો છે. બેક કેમેરા 3x ઓપ્ટિકલ ઝૂમ અને 30x AI ઝૂમને સપોર્ટ કરશે. Moto Edge 50 Neoમાં 4,310mAh બેટરી છે. તેને 68W ચાર્જરથી ખૂબ જ ઝડપથી ચાર્જ કરી શકાય છે, આ ફોન પાણી અને ધૂળમાં પણ કામ કરે છે. તેમાં બે સ્પીકર આપવામાં આવ્યા છે અને આ ફોનમાં ફિંગરપ્રિન્ટ સેન્સર પણ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp