મસ્કે કરી બતાવ્યું! માણસે સ્પર્શ કર્યા વિના માઉસને ચલાવ્યું, આ છે આગળનું પગલું

PC: abplive.com

એલોન મસ્કે માનવ ઈતિહાસમાં સૌથી મોટું પરાક્રમ કર્યું છે. તાજેતરમાં ન્યુરાલિંકે માનવ મગજમાં એક ચિપ લગાવી હતી, જેની માહિતી ખુદ એલોન મસ્ક દ્વારા આપવામાં આવી હતી. હવે લેટેસ્ટ માહિતીમાં સામે આવ્યું છે કે ચિપ વડે ઈમ્પ્લાન્ટ કરાયેલ વ્યક્તિએ કોમ્પ્યુટર માઉસને સ્પર્શ કર્યા વિના તેને કંટ્રોલ કરતો બતાવ્યો છે. મીડિયા રિપોર્ટ્સમાંથી આ જાણકારી મળી છે.

હકીકતમાં, મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, એલોન મસ્કએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આયોજિત સ્પેસ ઇવેન્ટ દરમિયાન આ માહિતી શેર કરી હતી. તેમણે કહ્યું કે, કાર્યક્રમ સારો રહ્યો છે અને દર્દી સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયો છે. આમાં તેને કોઈ નુકસાન થયું નથી. દર્દીએ માત્ર વિચાર કરીને માઉસને નિયંત્રિત કરવાનું પ્રદર્શન કર્યું, ત્યારપછી કર્સર સ્ક્રીન પર એક બાજુથી બીજી તરફ ખસી ગયું.

ન્યુરાલિંક એ એલોન મસ્કની કંપની છે અને તેમણે જાહેર કર્યું છે કે, તેની કંપની પાસે એક મોટું લક્ષ્ય છે જેને હાંસલ કરવાનું છે. ન્યુરાલિંક માટે આગળનું પગલું વધુ મુશ્કેલ સમસ્યાઓ સાથે સંપર્ક કરવાનું છે. આમાં તે કોમ્પ્યુટરના માઉસ બટનને પણ કંટ્રોલ કરશે. આમાં તે માઉસને સ્પર્શ પણ નહીં કરે. આ ફક્ત મગજમાં સ્થાપિત ચિપના સંકેતને કારણે જ થશે.

જાન્યુઆરીની શરૂઆતમાં, એલોન મસ્કએ જાહેરાત કરી હતી કે, ન્યુરાલિંક ચિપ પ્રથમ વખત મનુષ્યમાં રોપવામાં આવી છે. કંપનીએ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં આ અંગે મંજૂરીઓ લીધી હતી, ત્યારબાદ તેણે તેનું કામ શરૂ કર્યું હતું.

ન્યુરાલિંક ચિપને ઇમ્પ્લાન્ટ કરવા માટે રોબોટનો ઉપયોગ કરે છે, જે સર્જિકલ રીતે મગજ પર બ્રેઇન કોમ્પ્યુટર ઇન્ટરફેસ ઇમ્પ્લાન્ટ કરે છે. પ્રારંભિક તબક્કામાં, કંપનીનો ટાર્ગેટ છે કે, વ્યક્તિ ફક્ત તેની વિચારસરણીથી કમ્પ્યુટર કર્સર અથવા કીબોર્ડને નિયંત્રિત કરી શકે.

એલોન મસ્કએ વર્ષ 2016માં ન્યુરાલિંકની શરૂઆત કરી, જે એક ન્યુરોટેકનોલોજી કંપની છે. તેનો ઉદ્દેશ્ય એક સીમલેસ બ્રેઈન કોમ્પ્યુટર ઈન્ટરફેસ બનાવવાનો છે, જેનું નામ The Link છે. જે લોકો હાથ વડે વસ્તુઓને સ્પર્શ કે ઉપાડી શકતા નથી તેમના માટે આ ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

હાલમાં આ ટ્રાયલનો હેતુ વાયરલેસ બ્રેઈન કોમ્પ્યુટર ઈન્ટરફેસ પર કામ કરવાનો છે. આમાં, સર્જિકલ રોબોટ્સ અને ઇમ્પ્લાન્ટની સલામતી પર ધ્યાન આપવામાં આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ન્યુરાલિંકે આ માટે કેટલાક સ્વયંસેવકોને પસંદ કર્યા હતા અને તેમના પર તેની ટ્રાયલ શરૂ કરી હતી. અગાઉના અહેવાલો સામે આવ્યા હતા કે, કંપનીનો ટાર્ગેટ 2030 સુધીમાં 22 હજાર લોકોમાં બ્રેઈન ચિપ્સ ઈમ્પ્લાન્ટ કરવાનો હતો. ન્યુરાલિંક કંપનીની શરૂઆત વર્ષ 2016માં કરવામાં આવી હતી. જો કે, ન્યુરાલિંક પર ઘણી વખત નિયમોનો ભંગ કરવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp