ચીનના આકાશમાં દેખાયા 7 સૂરજ! સમજો કેમ થયો આ ચમત્કાર

PC: nypost.com

સોશિયલ મીડિયા પર હાલના દિવસોમાં એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં આકાશમાં એક સાથે 7 સૂરજ નજરે પડી રહ્યા છે. આ વીડિયો ચીનનો બતાવવામાં આવી રહ્યો છે. આ આશ્ચર્યજનક અને અદ્વભૂત વીડિયો જોઈને દરેક હેરાન છે. જાણકારી મુજબ આ વીડિયો 18 ઑગસ્ટનો છે, જેને ચેંગ્દૂની એક હૉસ્પિટલમાં મહિલાએ શૂટ કર્યો છે. વીડિયો જોઈને ઘણા લોકોને લાગ્યું કે આ બ્રહ્માંડનો અનોખો નજારો છે. જ્યારે કેટલાક લોકોએ ચમત્કાર કરાર આપ્યો.

આખરે કેમ દેખાયા 7 સૂરજ?

વાસ્તવમાં એક ઓપ્ટિકલ ઇલ્યૂઝન અને વર્ચ્યૂઅલ ઇમેજના કારણે એમ થયું. હૉસ્પિટલની બારીની અંદરથી વાંગ નામની મહિલાએ તેને શૂટ કર્યો છે. બારીની કાંચની પ્રત્યેક લેયરે એક અલગ સૂર્યની છબી ઉત્પન્ન કરી અને લાઇટ રેફ્રેક્ટિંગના કારણે એક સાથે 7 સૂરજ નજરે પડ્યા. આ વીડિયો વાયરલ થતા જ મજેદાર રીએક્શન પણ સોશિયલ મીડિયા પર આવી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, ‘આખરે અમે ગ્લોબલ વોર્મિંગ બાબતે સત્ય ઉજાગર કરી દીધું, જ્યારે એકે આ ઘટનાને ચુંબકીય ક્ષેત્રની ગરબડ કરાર આપ્યો.

જો કે, એક યુઝરે X પર લખ્યું કે, એક એશિયન દેશમાં લાઇટના રિફ્રેક્શનના પરિણામસ્વરૂપે એક સાથે 7 સૂરજ દેખાયા. તો રેડિટ પર એક યુઝરે તેની તુલના હોઉ યીના ચાઈનીસ મિથક સાથે કરી નાખી. ચીનમાં એમ કહેવામાં આવે છે કે હોઉ યી એક તીરંદાજ હતો, તેણે ગ્રહને સળગતો બચાવવા માટે પૃથ્વીના 10 સૂર્યોમાંથી 7ને મારી નાખ્યા હતા.

ડિમ સન ડેલી એચકેએવા સિચુઆન સોસાયટી ફોર એસ્ટ્રોનોમિના ઉપાધ્યક્ષ જેનગ યંગ કસેએ તેના પર વાત કરી. તેમણે તેના પર એકથી વધુ સૂરજ દેખાવાની વાત પર કહ્યું કે, કાંચનો દરેક પડ વધુ એક આભાસી છબી બનાવે છે. ક્યારેક ક્યારેક કાંચના એક જ ફલક સાથે પણ આભાસી છબીઓની સંખ્યા જોવાના આધાર પર અલગ અલગ ખૂણે અલગ હોય શકે છે. આજ કારણ છે કે કેવી રીતે અનેક સૂર્ય એક સૂર્યથી બીજા સુધી સીધા અને ધૂંધળા નજરે પડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp