જૂની કાર નવી સુવિધાઓ સાથે લૉન્ચ, કિંમત લગભગ 6 લાખ, 20Kmની માઈલેજ
જાપાની કાર નિર્માતા કંપની નિસાને આજે, લાંબી રાહ જોવડાવ્યા પછી, આખરે સત્તાવાર રીતે તેની સૌથી સસ્તું કોમ્પેક્ટ SUV Nissan Magnite વેચાણ માટે લોન્ચ કરી છે. કંપનીએ નવા મેગ્નાઈટમાં ઘણા મોટા ફેરફારો કર્યા છે, જે તેને પાછલા મોડલ કરતા વધુ સારા બનાવે છે. કંપનીનો દાવો છે કે આ કારને પહેલા કરતા વધુ સારી સેફ્ટી અને કનેક્ટિવિટી ફીચર્સ સાથે રજૂ કરવામાં આવી છે. આકર્ષક દેખાવ અને શક્તિશાળી એન્જિનથી સજ્જ આ SUVની પ્રારંભિક કિંમત 5.99 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) નક્કી કરવામાં આવી છે.
નિસાન ઈન્ડિયાનું કહેવું છે કે, અત્યાર સુધીમાં નિસાન મેગ્નાઈટના 1.5 લાખથી વધુ યુનિટ વેચાઈ ચૂક્યા છે. હવે તેનું ફેસલિફ્ટ મોડલ વધુ સારા અવતારમાં રજૂ કરવામાં આવી રહ્યું છે. નવા નિસાન મેગ્નાઈટનો દેખાવ અને ડિઝાઇન મોટાભાગે પહેલા જેવો જ છે. જોકે, કંપનીએ તેમાં કેટલાક કોસ્મેટિક અપડેટ્સ આપ્યા છે જે તેને પાછલા મોડલની સરખામણીમાં અલગ બનાવે છે.
તેની ફ્રન્ટ ગ્રીલમાં ક્રોમનો ઘણો ઉપયોગ જોવા મળે છે, જેને હેક્સાગોનલ શેપ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત, નવી ડિઝાઇન કરેલી હેડલાઇટ અને L-આકારની LED ડે ટાઇમ રનિંગ લાઇટ્સ તેના આગળના ભાગને નવો દેખાવ આપે છે. આ સિવાય સાઇડ પ્રોફાઇલમાં નવી ડિઝાઇનના એલોય વ્હીલ્સ આપવામાં આવ્યા છે.
આ કારમાં કંપનીએ 1.0 લિટર ટર્બો પેટ્રોલ એન્જિનનો ઉપયોગ કર્યો છે, જે 74kwનો પાવર અને 95Nmનો ટોર્ક જનરેટ કરે છે. કંપની દાવો કરે છે કે, આ કોમ્પેક્ટ SUVનું મેન્યુઅલ ટ્રાન્સમિશન 20 Km/લિટર સુધીની માઈલેજ આપે છે અને ઓટોમેટિક ટ્રાન્સમિશન 17.4 Km/લિટર સુધીની માઈલેજ આપે છે. તેનું એન્જિન બેહર ક્રેન્ક શાફ્ટ અને મિરર બોર સિલિન્ડર કોટિંગ સાથે ઇલેક્ટ્રિક ટર્બો એક્ટ્યુએટર્સથી સજ્જ કરાયેલું છે.
તેની કેબિન સંપૂર્ણપણે ચામડાથી શણગારેલી છે. કંપનીનું કહેવું છે કે, કારની કેબિનમાં પેસેન્જર સ્પર્શ કરે છે તે લગભગ દરેક જગ્યાએ ચામડું લગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમાં મોટી સાઇઝની ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, 7-ઇંચ મલ્ટી-ફંક્શન ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, આકર્ષક સ્ટીયરિંગ વ્હીલ, મલ્ટી-કલર એમ્બિયન્ટ લાઇટિંગ વગેરે જેવી સુવિધાઓ આપવામાં આવી છે.
કંપનીનો દાવો છે કે, તેમાં 40થી વધુ સેફ્ટી ફીચર્સ સ્ટાન્ડર્ડ તરીકે સામેલ કરવામાં આવ્યા છે. આ SUVમાં 6 એરબેગ્સ, 360-ડિગ્રી કેમેરા, એન્ટિ-લોક બ્રેકિંગ સિસ્ટમ, ઈલેક્ટ્રોનિક બ્રેકફોર્સ ડિસ્ટ્રિબ્યુશન, 3 પોઈન્ટ સીટ બેલ્ટ રિમાઇન્ડર, રિયર પાર્કિંગ સેન્સર જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp