Nexon પાસેથી છીનવાઈ ગયો તાજ! આ કાર બની નંબર-1 SUV, કિંમત 8 લાખથી ઓછી

PC: zeenews.india.com

દેશમાં SUV કારની માંગ વધી રહી છે. Tata Nexon છેલ્લા ઘણા મહિનાઓથી દેશની સૌથી વધુ વેચાતી SUV બની હતી. જોકે, હવે મારુતિ SUVએ Nexon પાસેથી આ ટાઈટલ છીનવી લીધું છે. નવા અવતારમાં આવતા, મારુતિના વાહનને ગ્રાહકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો. Maruti Brezza ફરી એકવાર દેશમાં સૌથી વધુ વેચાતી SUV બની ગઈ છે. બીજી તરફ Tata Nexon બીજા અને Hyundai Creta ત્રીજા સ્થાને છે. મારુતિ સુઝુકીએ તાજેતરમાં તેની SUV લાઇનઅપને વધારતા નવી Brezza લોન્ચ કરી છે. તેને 7.99 લાખની શરૂઆતી કિંમતે લોન્ચ કરવામાં આવી હતી. અહીં અમે તમને દેશની સૌથી વધુ વેચાતી SUV ગાડીઓ વિશે જણાવી રહ્યા છીએ.

 

 Maruti Suzuki Brezza: મારુતિ સુઝુકી બ્રેઝા ફરી એકવાર પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. ગયા મહિને નવી બ્રેઝાના 15,193 યુનિટ્સ વેચાયા હતા. આ Tata Nexon કરતાં થોડાક યુનિટ જ વધુ છે. ગયા વર્ષે ઓગસ્ટમાં મારુતિએ બ્રેઝાના 12,906 યુનિટ્સનું વેચાણ કર્યું હતું. આ કારને થોડા સમય પહેલા ફ્રેશ અપડેટ મળ્યું હતું. આ સાથે, હવે કારમાં સનરૂફ, 9-ઇંચની ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, એમ્બિયન્ટ લાઇટિંગ અને વાયરલેસ ચાર્જિંગ જેવા ફિચર્સ ઉમેરવામાં આવ્યા છે.

ભારતીય બજારમાં મારુતિ બ્રેઝાના ચાર વેરિઅન્ટ છે. જેમાં મેન્યુઅલ ગિયરબોક્સનો વિકલ્પ મળે છે. આમાં તમને 1.5 લિટર K15C પેટ્રોલ એન્જિન મળે છે. આ એન્જિન 103 bhpનો પાવર અને 137 Nmનો ટોર્ક જનરેટ કરે છે. Brezzaના મેન્યુઅલ વેરિઅન્ટની કિંમત રૂ. 7.99 લાખથી શરૂ થાય છે અને એક્સ-શોરૂમ રૂ. 12.46 લાખ સુધી જાય છે. આ સિવાય બ્રેઝાના પાંચ ઓટોમેટિક વેરિઅન્ટ પણ ઉપલબ્ધ છે. આ ઓટોમેટિક વેરિઅન્ટ્સની કિંમત 10.96 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને એક્સ-શોરૂમ રૂપિયા 13.96 લાખ સુધી જાય છે.

 

Tata Nexon: ઘણા મહિનાઓથી નંબર વન એસયુવી રહેવાવાળી Tata Nexon ઓગસ્ટમાં બીજા ક્રમે રહી હતી. આ સબ-કોમ્પેક્ટ SUVના ઓગસ્ટ 2022માં 15,085 યુનિટ વેચાયા છે. જ્યારે ગયા વર્ષે ઓગસ્ટમાં તેના 10,006 યુનિટ્સ વેચાયા હતા.

3. Hyundai Creta: હ્યુન્ડાઈની આ કાર સતત ટોપ 10 લિસ્ટમાં સામેલ છે. ગયા મહિને, હ્યુન્ડાઈએ કોમ્પેક્ટ SUVના 12,577 યુનિટનું વેચાણ કર્યું હતું, જે જુલાઈના 12,625 યુનિટ કરતાં થોડુ ઓછું છે. ગયા વર્ષે ઓગસ્ટમાં હ્યુન્ડાઈએ ભારતમાં Cretaના 12,587 યુનિટ્સનું વેચાણ કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp