કંપનીએ લીધો મોટો નિર્ણય, શું ફરી એક વખત સમાપ્ત થશે Nokiaની કહાની?

PC: india.com

Nokiaના સ્માર્ટફોન અને ફીચર ફોન બનાવનારી HMD ગ્લોબલે મોટી જાહેરાત કરી છે. HMD ગ્લોબલ હવે પોતાના ઓરિજિનલ બ્રાન્ડ એટલે કે HMDના બ્રાન્ડિંગવાળા સ્માર્ટફોન્સ લોન્ચ કરશે. કંપની છેલ્લા કેટલાક સમયથી સતત આ ડિવાઇસિસને ટીજ કરી રહી છે. HMDએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ X (અગાઉ ટ્વીટર)એ Nokia બ્રાન્ડને રિમૂવ કરી દીધી છે. મેન્યુફેક્ચરર જલદી જ પોતાનો નવો સ્માર્ટફોન લોન્ચ કરશે, જે HMD બ્રાન્ડિંગ સાથે આવશે. આ સ્માર્ટફોન જલદી શરૂ થનારા વર્લ્ડ કોંગ્રેસ (MWC 2024)માં લોન્ચ થઈ શકે છે.

બ્રાંડના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ઉપસ્થિત અકાઉન્ટ પર હવે Nokia.com નહીં hmd.com મળશે. ઘણા લોકોના મનમાં સવાલ આવી રહ્યો છે કે શું Nokiaની કહાની આ વખત ફરીથી ખતમ થઈ જશે. આ અગાઉ માઇક્રોસોફ્ટ પણ Nokiaના ફોન્સ વેચી ચૂકી છે, પરંતુ બાદમાં કંપનીએ Nokia બ્રાન્ડ્સમાંથી રાઇટ્સ HMD ગ્લોબલને વેચી દીધા હતા. જો કે, એવું નથી કે હવે Nokiaના સ્માર્ટફોન્સ નહીં મળે. કંપનીએ સ્પષ્ટ કર્યું કે તે Nokiaના ફોન્સ પણ બનાવતા રહેશે.

તેની સાથે જ નવા બ્રાન્ડ્સ સાથે કોલેબોરેશનમાં પણ કંપની ડિવાઇસ લોન્ચ કરશે. કંપનીની વેબસાઇટ hmd.com છે. જેના પર તમને Nokiaના ફોન્સની લિસ્ટ મળશે. HMDનું કહેવું છે કે તેઓ ઓરિજિનલ HMD બ્રાન્ડિંગને સ્થાપિત કરવાનું પણ કામ કરશે. કંપનીએ જણાવ્યું કે, અમે અત્યારે પણ Nokia સ્માર્ટફોન અને ફીચર ફોન્સના મેકર છીએ, પરંતુ અમે હજુ વધારે લાવવાની તૈયારીમાં છીએ, જેમાં ઓરિજિનલ HMD ડિવાઇસ અને બધા નવા પાર્ટનરશિપસથી ફોન પણ સામેલ હશે.

કંપનીએ એક ટીઝર પણ જાહેર કર્યું છે, જેમાં પોતાને હ્યુમન મોબાઈલ ડિવાઇસિસ બતાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 7 વર્ષોથી Nokiaની બ્રાન્ડિંગવાળા સ્માર્ટફોન્સ અને ફીચર ફોન્સનું નિર્માણ HMD ગ્લોબલ કરી રહી છે. વર્ષ 2017માં કંપનીએ તેની શરૂઆત કરી હતી. કંપનીએ વર્ષ 2016માં Nokia બ્રાન્ડને માઈક્રોસોફ્ટ પાસેથી ખરીદી હતી. કંપનીએ 10 વર્ષો માટે Nokia બ્રાન્ડસના રાઇટ્સને વેચ્યા હતા. HMD ગ્લોબલના પહેલા સ્માર્ટફોન બાબતે વધુ જાણકારી નથી, પરંતુ કંપનીએ તેનું ટીઝર જાહેર કર્યું છે. આ હેન્ડસેટ ડબલ રિયર કેમેરા સેટઅપ સાથે આવી શકે છે. તેની ડિઝાઇન માઈક્રોસોફ્ટ લુમિયા લાઇનઅપથી પ્રેરિત લાગી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp