હવે કેન્સર પણ જડમૂળથી નાબૂદ થશે, 2030 પહેલા વેક્સીન આવી જશે
કેન્સરનું નામ સાંભળતા જ લોકોના પગ નીચેથી જમીન સરકી જાય છે. આધુનિક વિજ્ઞાને ભલે ગમે તેટલી પ્રગતિ કરી હોય પરંતુ વાસ્તવિકતા એ છે કે કેન્સરની ફુલપ્રૂફ સારવાર હજુ સુધી સામે આવી નથી. તે હોય તો પણ તેમાં એટલા પૈસા ખર્ચવામાં આવે છે કે, તેની સારવાર કરાવવી સામાન્ય લોકોના હાથમાં રહેતી નથી. આવી સ્થિતિમાં, જો કેન્સરની રસી આવે છે, તો તે લાખો લોકો માટે અંધારામાં પ્રકાશ સમાન હશે. જો કે, સારા સમાચાર એ છે કે કોવિડ 19 માટે રસી તૈયાર કરનાર વૈજ્ઞાનિક દંપતીએ દાવો કર્યો છે કે, વિશ્વને 2030 પહેલા કેન્સરની રસી મળી જશે.
વાસ્તવમાં, બાયો એન્ટેકની સ્થાપના વૈજ્ઞાનિક પ્રોફેસર ઓઝલેમ ટ્યુરેશિયા અને તેમની પત્ની ઉગુર સાહિને કરી હતી. આ બાયોએન ટેકએ ફાઈઝર કંપની સાથે મળીને કોવિડ-19 માટેની રસી વિકસાવી છે. મેસેન્જર RNA પર આધારિત આ રસી મોટાભાગના સમૃદ્ધ દેશોમાં લગાવવામાં આવી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, પ્રોફેસર ઓઝલેમ ટ્યુરેશિયા દંપતીએ મીડિયા સાથેના એક કાર્યક્રમમાં કહ્યું કે, અમને ચોક્કસપણે લાગે છે કે, ખૂબ જ ટૂંક સમયમાં કેન્સરનો ઈલાજ અથવા કેન્સરના દર્દીઓના જીવનને બદલવાની ઈલાજ અમારી મુઠ્ઠીમાં આવી જશે. પ્રોફેસર ઉગુર સાહિને કહ્યું, 'કેન્સરની રસી કોવિડ -19 રસીના વિકાસ દરમિયાન વૈજ્ઞાનિકો દ્વારા પ્રાપ્ત કરેલી સફળતાઓ પર આધારિત હશે.' તેમણે કહ્યું કે, હવે માત્ર 8 વર્ષમાં કેન્સરની રસી વ્યાપકપણે ઉપલબ્ધ થઈ શકે છે. તેમણે કહ્યું કે, અમને ખાતરી છે કે 2030 પહેલા વિશ્વમાં કેન્સરની રસી ચોક્કસપણે આવી જશે.
વૈજ્ઞાનિક દંપતીએ કહ્યું કે, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે હાલમાં જે કેન્સરની રસી વિકસાવવામાં આવી રહી છે, તે મેસેન્જર RNA ટેક્નોલોજીનો ઉપયોગ કરીને કેન્સરના કોષોને ઓળખવા અને હુમલો કરવા માટે તાલીમ આપશે. આ અંગે ખુલાસો કરતાં સાહિને કહ્યું કે, અત્યારે અમારું લક્ષ્ય એ જોવાનું છે કે, શું અમે સર્જરી પછી તરત જ દર્દીઓને વ્યક્તિગત રસી આપી શકીએ કે નહીં. આ પછી, અમે ખાતરી કરીશું કે, કેન્સરના દર્દીને આપવામાં આવેલી રસીની અસર રોગપ્રતિકારક પ્રતિભાવ T કોશિકાઓને સક્રિય કરે છે, જે કેન્સરના કોષને ઓળખે છે અને તેને ગાંઠના કોષોથી અલગ કરે છે.
બાયો એન્ટેક મૂળભૂત રીતે કેન્સરના દર્દીઓની સારવાર માટે ખાસ કરીને મેસેન્જર RNA ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. પ્રોફેસર તુરેશિયાએ જણાવ્યું હતું કે, જ્યારે તેઓ એક યુવાન ચિકિત્સક તરીકે કેન્સરના દર્દીઓને જોતા હતા, ત્યારે તેમનો ઇલાજ ન કરી શકવાનો અનુભવ અત્યંત નિરાશાજનક હતો. આ અનુભવનો ઉપયોગ કેન્સરની રસી બનાવવા માટે કરવામાં આવી રહ્યો છે.
તેમણે કહ્યું કે કોવિડ-19ની રસી વિકસાવતી વખતે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. આશા છે કે, કેન્સર પર સંશોધન દરમિયાન આ બધું ઉપયોગી થશે. જ્યારે વૈજ્ઞાનિક દંપતીને પૂછવામાં આવ્યું કે, શું તેમને પણ ડર છે કે આટલી મહેનત કરવા છતાં કેન્સરની કોઈ રસી આવી શકે છે જે કામ ન કરી શકે. તેના પર તેણે કહ્યું કે, આમાં કોઈ શંકા નથી. અમે રોગપ્રતિકારક તંત્ર પર કરેલા તમામ કાર્ય સાથે, અમે કેન્સરના કોષોને મારવા માટે કિલર T કોશિકાઓનો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખ્યા છીએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp