ચંદ્રયાન પહોંચી તો ગયું, હવે જાણો શું કામ કરશે વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર

PC: aajtak.in

ચંદ્રયાન-3 ચંદ્ર પર પહોંચી ગયું છે, ફતેહ કરી લીધી છે અને ઇતિહાસમાં ભારતનું નામ અંકિત કરી લીધુ છે. પરંતુ ચંદ્રયાન-3નું તે લેન્ડર એટલે કે વિક્રમ અને તેના પેટમાંથી ચંદ્ર પર બહાર આવેલું રોવર એટલે કે પ્રજ્ઞાન ચંદ્રની સપાટી પર શું કામ કરશે?

શું તમે જાણો છો કે આ મિશન માટે બંને સાધનો કેટલા ઉપયોગી છે?

પહેલા એ જાણી લઇએ કે પ્રજ્ઞાન રોવર શું કામ કરશે?

પ્રજ્ઞાન રોવર પર બે પેલોડ્સ લાગેલા  છે. પહેલું  લેસર પ્રેરિત બ્રેકડાઉન સ્પેક્ટ્રોસ્કોપ (LIBS) છે. તે ચંદ્રની સપાટી પર હાજર રસાયણોની માત્રા અને ગુણવત્તાનો અભ્યાસ કરશે અને સાથે ખનીજોની શોધ પણ કરશે. ઉપરાંત પ્રજ્ઞાન પર જે બીજુ પેલોડ છે તે અલ્ફા પાર્ટિકલ એક્સ-રે સ્પેક્ટ્રો મીટર છે. તે એલિમેન્ટ કંપોઝિશનનો અભ્યાસ કરશે. જેમ કે, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકન, પોટેશિયમ, કેલ્શિયમ, ટીન અને લોખંડ. આ બધાની શોધ લેન્ડિંગ સાઇટની આજુબાજુ ચંદ્રની સપાટી પર કરવામાં આવશે.

હવે વાત કરીએ વિક્રમ લેન્ડરની. વિક્રમ લેન્ડરમાં 4 પેલોડ્સ લાગેલા છે. પહેલું છે રંભા, તે ચંદ્રની સપાટી પર સૂર્યમાંથી આવતા પ્લાઝ્મા કણોની ઘનતા, જથ્થા અને બદલાવની તપાસ કરશે.બીજુ પેલોડ છે ChaSTE, તે ચંદ્રની સપાટી પર ગરમી એટલે કે તાપમાનની તપાસ કરશે. ત્રીજું પોડલ છે ILSA, તે લેન્ડિંગ સાઇટની આજુબાજુ ભૂંકપની ગતિવિધીની તપાસ કરશે અને ચોથું પોલેડ છે લેસર રેટ્રો રિફ્લેક્ટર એરે ચંદ્રની ગતિશીલતા સમજવાનો પ્રયાસ કરશે.

વિક્રમ લેન્ડરના પેટમાં જે પ્રજ્ઞાન રોવર રાખ્યું હતું તે 20 મિનિટ પછી બહાર આવ્યું હતું. વિક્રમ લેન્ડરનો આકાર 6.56 ફીટ x 6.56 ફીટ x 3.82 ફીટ છે. તેના 4 પગ છે અને તેનું વજન 1749.86 કિલોગ્રામ છે.

વિક્રમ લેન્ડર ચંદ્રની સપાટી પર પ્રજ્ઞાન રોવરનો સંદેશ લેશે. તેને બેંગ્લોરમાં ઈન્ડિયન ડીપ સ્પેસ નેટવર્ક (IDSN)ને મોકલશે. જો જરૂર પડે તો આ કામ માટે ચંદ્રયાન-2ના પ્રોપલ્શન મોડ્યુલ અને ઓર્બિટરની મદદ લઈ શકાય છે. જ્યાં સુધી પ્રજ્ઞાન રોવરની વાત છે, તે માત્ર વિક્રમ સાથે વાત કરી શકે છે.

અગાઉની સરખામણીએ આ વખતને લેન્ડરને વધારે મજબૂત સેંસર્સ સાથે બનાવવામાં આવ્યું છે. જેથી ચંદ્રયાન-2 જેવી દુર્ઘટના ન બને. આ વખતે વિક્રમ લેન્ડરમાં કેટલીક ખાસ ટેક્નોલોજી લગાવવામાં આવી છે. જેમ કે- લેસર અને આરએફ આધારિત અલ્ટીમીટર, લેસર ડોપ્લર વેલોસિટીમીટર અને લેન્ડર હોરીઝોન્ટલ વેલોસીટી કેમેરા, લેસર ગાયરો આધારિત ઇનર્શિયલ રેફરન્સિંગ અને એક્સીલેરોમીટર પેકેજ આ સિવાય 800 ન્યૂટન થ્રોટલેબલ લિક્વિડ એન્જિન લગાવવામાં આવ્યા છે.

વિક્રમ લેન્ડરના ઇન્ટીગ્રેટેડ સેન્સર્સ અને નેવિગેશન પરફોર્મન્સની તપાસ કરવા માટે તેને હેલીકોપ્ટરથી ઉડાવવામાં આવ્યું હતું. જેને ઇન્ટીગ્રેટેડ કોલ્ડ ટેસ્ટ કહેવાય છે. પછી ઇન્ટીગ્રેટેડ હોટ ટેસ્ટ કરવામાં આવ્યું હતું. આ એક લૂપ પરફોર્મન્સ ટેસ્ટ છે. જેમાં સેન્સર્સ અને એનજીસીને ટાવર ક્રેનથી પાડીને પણ જોવામાં આવ્યું હતું.

વિક્રમ લેન્ડરના લેગ મેકેનિઝમ પરફોર્મન્સની તપાસ માટે લૂનાર સિમ્યુલેટ ટેસ્ટ બેટ પર કેટલીક વાર પાડવામાં આવ્યું હતું. ચંદ્રની સપાટી પર લેન્ડિંગ બાદ લેન્ડર 14 દિવસ સુધી કામ કરશે. સ્થિતિઓ અનુકૂળ રહેશે તો બની શકે કે વધારે દિવસો સુધી પણ કામ કરે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp