OnePlus 12Rનું નવું વેરિયન્ટ લોન્ચ, સેલમાં મળશે આટલું ડિસ્કાઉન્ટ-ફ્રી ઇયરબડ્સ

PC: oneplus.in/12r

OnePlusએ આ વર્ષે લોન્ચ થયેલા પોતાના મિડ રેન્જ પ્રીમિયર ફોન OnePlus 12Rનો નવો વેરિયન્ટ લોન્ચ કર્યો છે. કંપનીએ થોડા સમય અગાઉ જ આ ફોનને Genshin Impact મોડલમાં લોન્ચ કર્યો હતો. હવે બ્રાન્ડે તેનો Sunset Dune કલર લોન્ચ કર્યો છે. તેના સ્પેસિફિકેશનમાં કોઇ બદલાવ કરવામાં આવ્યો નથી. તમને માત્ર નવો રંગ મળશે. આ ફોન AMOLED ડિસ્પ્લે, સ્નેપડ્રેગન 8 Gen પ્રોસેસર અને શાનદાર બેટરી સાથે આવે છે. તેમાં તમને ત્રિપલ રિયર કેમેરા સેટઅપ મળે છે. આવો જાણીએ તેની કિંમત અને બીજી ડિટેલ્સ.

કેટલી છે કિંમત?

OnePlus 12Rને કંપનીએ સનસેટ ડ્યૂન કલરમાં લોન્ચ કર્યો છે. તેની કિંમત 42,999 રૂપિયા છે. આ કિંમત ફોનના 8GB RAM  + 256GB સ્ટોરેજ વેરિયન્ટનો છે. આ ફોન 20 જુલાઇથી સેલ પર આવશે. ICICI બેંક કાર્ડ યુઝ કરવા પર 3000 રૂપિયાનું ઇન્ટન્ટ ડિસ્કાઉન્ટ કરવા પર મળશે. તેની સાથે જ યુઝર્સ OnePlus Buds 3ને કોઇ પણ એક્સ્ટ્રા કોસ્ટ વિના હાંસલ કરી શકે છે.

શું છે સ્પેસિફિકેશન?

ફોનના પોતાના સ્પેસિફિકેશનમાં કોઇ બદલાવ કર્યો નથી. તેમાં 6.78 ઈંચની AMOLED ડિસ્પ્લે મળે છે. સ્ક્રીનની પીક બ્રાઇટનેસ 4500 Nits છે. તેમાં 120 Hz રિફ્રેશ રેટવાળી સ્ક્રીન મળે છે. ડિસપ્લેના પ્રોટેક્શન માટે કોર્નિંગ ગોરીલા ગ્લાસ વિક્ટસ 2 આપવામાં આવ્યું છે. સ્માર્ટફોન એલ્યુમિનિયમ ફ્રેમ અને ગ્લાસ બેંક સાથે આવે છે. સ્માર્ટફોન સ્નેપડ્રેગન 8 Gen 2 પર કામ કરે છે. તેમાં 16GB સુધી RAMનો વિકલ્પ મળે છે.

હેન્ડસેટ લેટેસ્ટ એન્ડ્રોઇડ 14 પર બેઝ્ડ Oxygen OS પર કામ કરે છે. તેમાં ત્રિપલ રિયર કેમેરા આપવામાં આવ્યા છે, જેનો મુખ્ય લેન્સ 50MPનો અલ્ટ્રા વાઇડ એંગલ લેન્સ અને 2MPનો માઇક્રો લેન્સ મળે છે. તો ફ્રન્ટમાં કંપનીએ 16MPનો સેલ્ફી કેમેરો આપ્યો છે. ડીવાઇસને પાવર આપવા માટે 5500mAhની બેટરી આપવામાં આવી છે જે 100Wની ચાર્જિંગ સપોર્ટ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp